ઘણા બધા એવા ફળો હોય છે જે તેમની અમુક ઋતુમાં જ જોવા મળતા હોય છે. દરેક ફળ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી હોય છે. તે ફળ આપણા સ્વાસ્થ્યને લગતી કેટલીક બીમારીઓને દુર કરે છે.
તો ચાલો તેવા જ એક ફળ ગુંદા વિશે વાત કરી લઈએ અને તેના ફાયદાઓ વિશે પણ જરૂરી એવી માહિતી મેળવી લઈએ. આ ગુંદા ફળ એ આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે. તેનાથી દાંતનો દુખાવો, સોજો, ચહેરા ઉપર ખીલ થયા હોય, વાળ ખરતા હોય, શરીરમાં કમજોરી જેવું લાગતું હોય વગેરે જેવી સમસ્યાને દુર કરવા માટે આ ગુંદાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત પણ ગુંદા ખાવાથી મોઢામાં છાલા પડી ગયા હોય તેમજ સંધિવાને લગતો પ્રશ્ન હોય, માસિકને લગતો દુખાવો હોય, સતત વાળ સફેદ થઇ જવા, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પેટના અલ્સરને મટાડે છે.
ગુંદાનું ઝાડ હોય છે જેના ફળ, છાલ, અને પાંદડાનો ઉપયોગ કરી શકાય છે. તમે ગુંદાનું સેવન અનેક રીતે કરી શકો છો, તમે તેના પાંદડાના રસનો ઉકાળો કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમે ગુંદાના ફળનો ઉકાળો, તેની છાલનો પાઉડર, ગુંદાના ફળના રસનો પણ ઉકાળો બનાવી શકાય છે.
ગુંદા માંથી ગુંદાનું અથાણું, શાક, અને તેના લાડુ બનાવી શકાય છે. ગુંદાની છાલનો પાઉડર પણ અનેક રોગોમાં ઉપયોગી થાય છે.
દાંત ના દુખાવા દુર કરે છે : ગુંદાની મદદથી જો તમને પેઢામાં સોજાની સમસ્યા હશે તો પણ તેને ઠીક કરી શકાય છે. આ ઉપરાંત પણ જો તમને મોઢામાં ચાંદા પડ્યા હશે તો તેને પણ ઠીક કરવા માટે ઉપયોગી થાય છે.
જો તમારે ઘરે જ એક દેશી ઓસડીયું બનાવવું હોય તો ગુંદાની છાલનો પાઉડર લો, અને તેને બે કપ પાણીમાં નાખીને ઉકાળી લો, આ ઉકાળો જેવો તૈયાર થઇ જાય એટલે તેનું સેવન કરવું જેનાથી દાંતનો દુખાવો સાવ દુર થઇ જાય છે.
ખીલ માટે ફાયદો કરે છે : ખીલના દુખાવા માટે ગુંદાને ફાયદાકારક માનવામાં આવે છે, તમે ગુંદાના પાંદડાને પીસીને તમને જો કોઈ જીવજંતુ કરડ્યું હોય તો તેની ઉપર લગાડી દેવાથી ફાયદો થાય છે. જે લોકો ખંજવાળની સમસ્યાથી સતત પરેશાન થતા હોય તેમને ગુંદાના ઠળિયા પીસીને જે ભાગ ઉપર ખંજવાળ આવતી હોય તે ભાગ ઉપર લગાડવાથી આવતી ખંજવાળ સાવ મટી જાય છે.
સોજો ઓછો કરે છે : તમને શરીરના કોઇપણ ભાગ ઉપર સોજો ચડી ગયો હોય તો તેના ઈલાજ માટે તમારે ગુંદાનીં છાલનો પાઉડર બનાવી લેવો અને તેમાં કપૂર નાખીને તેનું મિશ્રણ તમારે તૈયાર કરી લેવું ત્યારબાદ તેને સોજા વાળી જગ્યા ઉપર લગાડી દેવું જેનાથી ચડેલા સોજામાં રાહત થાય છે તમે ગુંદાનું અથાણું બનાવીને પણ તેનું સેવન કરી શકો છો ગુંદા તમને સ્વાદમાં મીઠા લાગે છે ગુંદાના ફળનો રસ સાંધા ઉપર લગાડવાથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે.
આ ઉપરાંત જે મહિલાઓને માસિકને લગતી સમસ્યા હોય તો તેને પણ ઠીક કરે છે આ ગુંદાની છાલનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકો છો.
નાની ઉંમરમાં વાળ ખરવા લાગે : જો તમારી ઉંમર બહુ નાની હોય અને નાની ઉંમરમાં તમારા માથાના વાળ સતત ખરતા હોય તો તેને ઠીક કરવા માટે ગુંદાના ફળનો રસ તમે માથાના વાળમાં લગાડશો તો નાની ઉંમરે વાળ પાકીને ખરી જતા હોય તો તેમાં રાહત થશે અને વાળ ખરતા અટકી જશે.
આ ઉપરાંત પણ જો તમને માથાને લગતો દુખાવો થતો હોય તો તેને ઠીક કરવા માટે ગુંદાનો ઉપયોગ કરી શકાય છે. તમે ગુંદાના ફળનો રસ તેલમાં મિક્સ કરીને લગાડી શકો છો. તમે ગુંદાના પાનને પીસીને તેનો લેપ માથા ઉપર લગાડી શકો છો. આમ ઉપાય કરવાથી માથાનો દુખાવો સાવ સારો થઇ જાય છે.
શરીરમાં ભરપુર તાકાત આવે છે : ગુંદાથી શરીરમાં ભરપુર તાકાત મળે છે જો તમે ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો તથા તેમાં બેસન અને ઘી સાથે મિક્સ કરીને તેનો લાડુ બનાવીને ખાવાથી શરીરમાં ભરપુર પ્રમાણમાં તાકાત આવે છે. જે લોકો ગળામાં ખારાશ ને લીધે હેરાન થતા હોય તો તેમને ગુંદાનો ઉપયોગ કરશે તો સારામાં સારું પરિણામ મળશે.
તમારે ગુંદાની છાલનો પાઉડર બનાવવાનો છે અને તેને બે કપ પાણીમાં ઉકાળવાનું છે આની અંદર તમે મધ અને કાળા મરી પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેને બે કપ પાણીમાં ઉકળવા મૂકી દેવાનું છે જ્યાં સુધી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળતા રહો ત્યારબાદ તે પાણીને પીય જવાનું છે. આ પાણી પીવાથી ગળું થઇ જશે સાવ સાફ. આ સિવાય પણ ગુંદાની છાલના કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે.
ઈમ્યુંનીટી શક્તિ મજબુત કરે છે : ગુંદાના ફળમાં રોગપ્રતિકારક ક્ષમતા ધરાવવાનો ગુણ રહેલો હોય છે તેનાથી પેટના અલ્સર તેમજ યુરીનમાં બળતરા થતી હશે તો તેને ઠીક કરી દે છે. ખાસ જણાવવાનું કે તમને જો કોઈ બીમારી હોય તો ગુંદાનું સેવન કરતા પહેલા ડોક્ટરનો સંપર્ક અચૂક કરવો.
આમ, અમે તમને ગુંદાનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે ? વગેરે વિશે માહિતી આપી.