અમે તમને આજે તમે ક્યારેય પણ સાંભળી કે જોઈ નહિ હોય તેવી માહિતી લઈને આવ્યા છીએ આ માહિતીના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે જે લોકો ડાયાબીટીશથી પરેશાન છે કે જેમને ભયંકરમાં ભયંકર ડાયાબીટીશ છે. જે લોકોને પોતાના રોજીંદા ખોરાકમાં ક્યાં ક્યાં લોટનું સેવન કરે તો સારું કહેવાય તેના વિશે તમને માહિતી આપી દઈશું.
રાગીનો લોટ ડાયેટરી ફાઈબરથી ભરપુર હોય છે તેમજ તે ડાયાબીટીશના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે, રાગીના લોટમાંથી જે રોટલી બને છે તે ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ કારણોસર તમે વધુ ખોરાક ખાતા નથી અને તમારું વજન પણ વધતું નથી.
તમને જણાવી દઈએ કે ડાયાબીટીશના દર્દીઓ ઘણીબધી વખત પોતાના ખાનપાનને લઈને મુંજાતા હોય છે તેમને એવી વસ્તુઓ ખાવાની હોય છે કે જેમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય ત્યારે ડાયાબીટીશના દર્દી માટે સૌથી મોટો વિકલ્પ બની શકે છે.
તેમાં ખાસ કરીને ફાઈબરનું પ્રમાણ ઓછુ હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, ઘણા મોટા મોટા સંશોધકો એ સાબિત કરી દીધું છે કે આ અનાજ ડાયાબીટીશના લોકોને માટે ફાયદો કરે છે. તેમજ તે અનાજમાંથી બનેલી રોટલી બ્લડ શુગર લેવલને આગળ વધતું અટકાવે છે.
જવનો લોટ : જે લોકો ડાયાબીટીશ ધરાવતા હોય તેમને માટે જવનો લોટ ખાવો ફાયદાકારક માનવામાં આવે છે, જવને બાર્લી પણ કહેવામાં આવે છે અને તેનો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી ગણાય છે.
જે લોકો ડાયાબીટીશ ધરાવે છે તે લોકો જવના લોટમાંથી રોટલી બનાવીને ખાતા હોય છે તે લોકો રોટલી કોઇપણ ટેન્શન વગર ખાઈ શકે છે, તેનાથી મેટાબોલીઝમ બુસ્ટ થાય છે. આ ઉપરાંત પણ જવનો લોટ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે.
રાગીનો લોટ : વાત કરીએ રાગી વિશે તો રાગી એ એક વાર્ષિક વૃક્ષ છે અને તેનો અનાજ માટે ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ આફ્રિકા અને એશીયામાં થાય છે કારણ કે ત્યાં ભરપુર પ્રમાણમાં રાગીને ઉગાડવામાં આવે છે.
રાગીમાંથી પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ તેમજ તે ફાઈબરનો આર્થિક સ્ત્રોત છે તેથી ઘણી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય ખોરાકમાં રાગીના લોટમાંથી રોટી, પરોઠા, શીરો, ચિલ્લા, ડોસા અને દેશી રોટલો પણ રાગીના લોટમાંથી બનાવવામાં આવે છે. રાગીનો લોટ શાકાહારીઓ માટે ઉત્તમ સ્ત્રોત તરીકે માનવામાં આવે છે. જે ડાયાબીટીશ અને હદયના રોગોને ઠીક કરે છે.
વાત કરીએ ઘઉના લોટની તો તેની સરખામણીએ રાગીનો લોટ લોહીમાં શર્કરાના સ્તરમાં ખુબજ ઓછો વધારો કરે છે. રાગી મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય છે જે ડાયાબીટીશ વાળા દર્દીને લોહીમાં ઇન્સ્યુલીન પ્રતિકાર ઘટાડીને ઇન્સ્યુલીન પ્રતિભાવમાં સુધારો કરે છે.
રાગીમાં પોલીફેનોલ અને ફાઈબરનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે, બીજા અનાજની તુલનામાં રાગીમાં આ બંને તત્વો મળી રહેતા હોવાને કારણે તે આપણા શરીરમાં ગ્લીસેમિક ઇન્ડેક્સ ફૂડ ક્રેવીંગ ને ઓછુ કરે છે અને પાચન શક્તિને સારી બનાવે છે તેના કારણે આપણા શરીરમાં બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે.
રાગીનો લોટ એ ડાયાબીટીશ વાળા માટે ખુબજ ઉપયોગી થાય છે કારણ કે તેની અંદર ડાયેટરી ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણ મળી રહે છે તેથી તેને ડાયાબીટીશના દર્દીઓ માટે તે લોટને સારો માનવામાં આવે છે. રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, આ કારણથી તમે વધુ ખોરાક ખાતા નથી અને તમારું વજન પણ વધતું નથી.
ઓટનો લોટ : ડાયાબીટીશ વાળા લોકોને ઓટ્સનો લોટ પણ ફાયદો કરે છે કારણ કે ઓટ્સના લોટમાં પણ ફાઈબરની માત્રા સારા એવા પ્રમાણમાં મળી રહે છે, જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, આ ઉપરાંત પણ તેમાંથી ઓછી કેલેરી મળતી હોવાથી તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.
તમે 100 ગ્રામ ઓટ્સમાંથી શરીરને 68 કેલરી અને 21 ગ્રામ ફાઈબર મળે છે, તેથી જ ઓટ્સના લોટમાંથી બનેલી રોટલી તમારા માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
જુવારનો લોટ : ડાયાબીટીશ વાળા માટે જુવારના લોટનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં ફાઈબરની સાથે સાથે કાર્બોહાઈડ્રેટસ અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી તેનો ગ્લાયસેમીક ઇન્ડેક્સ પણ સાવ ઓછો હોય છે જેના કારણે તેનું શુગર લેવલ અચાનક વધતું હોતું નથી.
આમ, ડાયાબીટીશ વાળા લોકોને કેવા કેવા પ્રકારના લોટનું સેવન કરવાથી ફાયદો થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.