અમે તમને આજે વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે આજના દિવસે ઘરે ઘરે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તમે પણ જો માતા સરસ્વતીની પૂજા અર્ચના કરતા હોવ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી તમને આપી દઈએ. તમારે આ પાવન પર્વ નિમિત્તે ક્યાં ક્યાં કાર્યો ન કરવા જોઈએ ? તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.
આજના આ વસંત પંચમીના દિવસે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું હતું. તેમજ આજના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી માં સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માતા સરસ્વતીને વિદ્યાની સાથે સાથે સંગીત અને વીણાના પણ દેવી માનવામાં આવે છે.
માતા સરસ્વતીની પુંજા અર્ચના કરવાથી વેપાર ધંધામાં સફળતા મળે છે: માં સરસ્વતીની પુંજા અર્ચના કોઇપણ ભાવિક ભક્તજન કરી શકે છે, માત્ર વિદ્યાર્થીઓ જ પુંજા અર્ચના કરે તેવું જરૂરી નથી પરંતુ કોઇપણ ભક્તજન માતાજીની આરાધના કરશે તો તેને માતાજી તેમના કોઇપણ પ્રકારના નીકરી ધંધામાં સફળતા અપાવે છે. તમારા કેરિયર અને કારોબારમાં પણ ઘણીબધી સફળતા મળે છે.
તમને ખાસ જણાવી દઈએ કે આજના આ પાવન પવિત્ર દિવસે તમારે ભૂલથી પણ આવા કામો ન કરવા જોઈએ. જો તમે આવા કામો કરશો તો તમારા શરીરમાં જે દૈવી શક્તિ છે તે નારાજ થઇ જતી હોવાનું માનવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે આ કામો ભુલેચુકે પણ ન કરવા જોઈએ: વસંત પંચમીના દિવસે ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરવાનું માનવામાં આવે છે અને તેનું મહત્વ પણ ખુબજ વધારે હોય છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તમારે ભૂલથી પણ કાળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહિ. તેમજ પીળા રંગની સાથે સાથે સફેદ રંગને પણ શુભ સંકેત માનવામાં આવે છે.
માં સરસ્વતીની પુંજા અર્ચના કરવાના આ પવિત્ર દિવસે એવી માન્યતા છે કે ફૂલ-ઝાડ તોડવા જોઈએ નહિ. આજના આ પાવન દિવસે તમારે સવારે વહેલા ઉઠીને પહેલા તો સ્નાન કરીને નિત્ય ક્રિયા પૂરી કરી લીધા પછી માતાજીની આરાધના કરી લીધા પછી જ તમારે ભોજન કરવું એ પહેલા ભોજન કરવું જોઈએ નહિ.
તમારે વસંત પંચમીના પાવન દિવસે તામસિક ભોજન કરવાથી ખાસ બચવું જોઈએ તેમજ માંસ કે મદિરાનું સેવન કરવું જોઈએ નહિ.
આ મુખ્ય ચાર બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ ખાસ ભૂલ ન થાય તેની બને એટલી કાળજી લેવી જોઈએ. તમે આ પ્રમાણે કરશો એટલે માતા સરસ્વતી તમારા ઉપર ખુબજ પ્રસન્ન થાય છે.