અમે આજે એક એવા ફળ વિશે તમને માહિતી આપવાના છીએ કે જે ફળ પાકેલું હોય ત્યારે તેની જેટલી કિંમત હોય તેના કરતા વધારે તે કાચું હોય ત્યારે તેની કિંમત હોય છે. તેથી આ ફળને પાકું હોય ત્યારે તે લાખનું અને કાચું હોય ત્યારે તે સવા લાખનું તેમ કહેવમાં આવે છે તો તે ફળનું નામ છે પપૈયું.
જો તમે ડાયાબીટીશ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટની તંદુરસ્તી તેમજ હાર્ટ એટેક આટલા રોગોની અંદર આ કાચું પપૈયું દેવદૂત સમાન કામ કરે છે. હવે તમને કાચા પપૈયામાં જોવા મળતું એક મહત્વનું તત્વ વિશે વાત કરીએ તો તેમાં ફાઈબ્રિન કરીને એક એલિમેન્ટ આવે છે. જે એલિમેન્ટ પાકા પપૈયામાં જોવા મળતું નથી.
આ ફાઈબ્રિન તત્વનું મુખ્ય કામ હાર્ટને તંદુરસ્ત રાખવાનું છે, તથા શરીરની તમામ નસો છે જેની અંદર લોહી ફરે છે તેમજ તે લોહીમાં કલોટ થતો હોય તો તે કલોટને થતો રોકે છે આ ફાઈબ્રિન નામનું એલિમેન્ટ.
આ સિવાય પણ કાચા પપૈયામાં વિટામીન બી, વિટામીન ચી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર આટલી વસ્તુ મળી રહે છે. આપણે બધા જાણીએ જ છીએ કે ફાઈબર વાળો ખોરાક એ ઓબીચીટીથી બચાવે છે.
તમે જેમ બને તેમ ફાઈબર વાળો ખોરાક લેવાનું રાખશો તો તમારું વજન ક્યારેય પણ નહિ વધે તેની ગેરંટી છે. તેમજ જો તમારું વધેલું વજન હશે તો તેમાં ઘટાડો થતો જોવા મળશે. વાત કરીએ પોટેશિયમ અને મેગ્નેશિયમની તો તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. એટલે જેને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય તે કાચું પપૈયું દરરોજ 100 થી 150 ગ્રામ જેટલું ખાવાનું રાખો.
જે લોકો ડાયાબીટીશની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે લોકો બટાકા નથી ખાઈ શકતા તો તે લોકો બટાકાના વિકલ્પમાં કાચા પપૈયાનું શાક બનાવે. તે લોકો કાચા પપૈયામાં મીઠું, મરચું, ધાણાજીરું અને હળદર નાખીને તેનું સેવન કરી શકે છે આ કાચા પપૈયાનું તમે શાક બનાવીને તેનું સેવન કરશો તો તમને બટાકાના શાક જેવો જ સ્વાદ આવશે.
બટાકાના શાકમાં શુગરનું પ્રમાણ વધારે છે તેમજ તેમાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલુ છે એટલે ડાયાબીટીશ વાળા માટે આ શાક ન ખાઈ તે ખુબજ જરૂરી છે. તેથી કાચા પપૈયાનું શાક બનાવીને તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં સહેજ પણ શુગરનું નથી જે ડાયાબીટીશના દર્દી માટે એક રામબાણ સમાન ઈલાજ છે.
તેમાં મહત્વનું એક એન્જાઈમ એટલે કે પેપ્સીન વિશે વાત કરીએ તો તે ડાઈજેશનને ખુબજ વધારે પાવરફૂલ બનાવે છે. તે એન્જાઈમ ખોરાકને પચાવવાનું કામ કરે છે બધો જ ખોરાક પુરેપુરો પચી જતો હોવાથી તેમાંથી કાચો આમ બનતો નથી પરિણામે પાચનતંત્ર પણ મજબુત બને છે.
આયુર્વેદ હંમેશા કહે છે કે બધા જ રોગોનું મૂળ એ કાચો આમ છે તે પચ્યા વગરનો ખોરાક છે. તમને કાચું પપૈયું બજારમાંથી, વાડામાંથી કે તમારી વાડીમાંથી ગમે ત્યાંથી મળી રહે તો કાચું પપૈયું ખાવાનું રાખવું.
જો તમે ડાયાબીટીશ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટની તંદુરસ્તી, ઓબીચીટી તેમજ હાર્ટ એટેક જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે કાચું પપૈયું ખાવું જ જોઈએ. તમારે દરરોજ એક પપૈયુ તો ખાઈ જ લેવું જરૂરી છે. અથવા તો 100 થી 150 ગ્રામ જેટલું પપૈયું ખાઈ લેવું ફાયદાકારક છે.
આ પ્રયોગ કરવાથી 70 થી 80 ટકા તમને હાર્ટ એટેકનું જોખમ હશે તો તે સાવ ઘટી જાય છે. તો અમે આશા રાખીએ છીએ કે તમને ગમે ત્યાંથી કાચું પપૈયું મળે તો તે ખાવાનું શરુ કરી દેજો.
આમ, તમને પાકા કરતા કાચુ પપૈયુ ખાવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.