ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને શ્રધ્ધાળુ લોકોના મનની વાત જાણવાના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’ કઈ રીતે જાણી શકાય ? તેના વિશે તમને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શ્રી કૃષ્ણ શાસ્ત્રી શું કહેવા માંગે છે તેના વિશે વિગતવાર માહિતી મેળવી લઈએ.
મધ્યપ્રદેશમાં આવેલા છત્તરપુર જીલ્લાના ઐતિહાસિક ખજુરાહોના મંદિરો આવેલા હોય છે તે સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ મંદિર અને તેમની પ્રતિમાઓ કળાકારીનું એક સરસ મજાનું ઉદાહરણ સાબિત કરે છે.
તમે કદાસ જાણતા જ હશો કે દિલ્હીથી જતી ટ્રેન છતરપુર પાસેના એક સ્થળ ઉપર રોકાય છે, પરંતુ તે કોઈં સ્ટેશન નથી. આ એજ સ્થળ છે કે જ્યાં દર મંગળવાર અને શનિવારે ચેઈન ખેંચીને ટ્રેન રોકવામાં આવે છે. આ રોકેલી ટ્રેન માંથી મોટી સંખ્યામાં લોકો ઉતરે છે. એ લોકોને તેમના નક્કી કરેલા સ્થળે લેવા મુકવા માટે ટેમ્પો કે રીક્ષા હંમેશા તૈયાર જ હોય છે.
માટે એવું કહેવામાં આવે છે કે આ લોકો જે સ્થળે જાય છે તેનું નામ બાગેશ્વર બાબા ધામ. તેમાં 26 વર્ષના ‘બાબા’ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બિરાજમાન હોય છે. આ ધીરેન્દ્ર શાસ્ત્રી વધુમાં ચર્ચામાં છે તેનું મુખ્ય કારણ એ છે કે અંધવિશ્વાસ ફેલાવવાના, મીડિયા કવરેજ અને બીજા આરોપોના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલા જવાબ.
ધીરેન્દ્ર શાસ્ત્રી સમાચારમાં વધુ પડતા ફેમસ થઇ રહ્યા હોય તેની આ પહેલી ઘટના નથી તે મુખર શૈલીમાં ભક્તોની ચિઠ્ઠીમાં લખેલા સવાલોના જવાબ, સનાતન ધર્મની વાતો, કેન્દ્રીય પ્રધાનોના આશીર્વાદ, અજબ વર્તન, વિવાદાસ્પદ નિવેદનો, જમીન કબજે કર્યાના આરોપ આ બધા જ ધીરેન્દ્ર શાસ્ત્રીના અનેક પાંસાઓ છે.
ગરીબીમાં દક્ષિણાથી માંડીને પ્લેન સુધી : ખજુરાહો મંદિરથી લગભગ 35 કિલોમીટર દુર ગઢા ગામમાં આવેલું છે. તે ગામના રામકૃપાલ તથા સરોજને ત્યાં 1996માં ધીરેન્દ્રનો જન્મ થયો હતો. ધીરેન્દ્ર ઘરેથી શાળાએ જવા રવાના થતા, પરંતુ તે મંદિરે પહોચી જતા હતા. તે બહુ નાની ઉંમરથી જ ધોતિયું પહેરાતા હતા.
ત્યાના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે ધીરેન્દ્રનો પરિવાર બહુ ગરીબ હતો. તે પરિવાર માંગીને ભોજન કરતો હતો. ધીરેન્દ્રનું બાળપણ અભાવમાં પસાર થયું હતું. તે કર્મ કાંડી પરિવાર હતો. તેને પુંજા પાઠમાં દક્ષિણા મળતી હતી અને તેમાંથી જ ઘરના 5 લોકોનું ગુજરાન ચાલતું હતું.
ધીર્રેન્દ્રને કુલ ત્રણ ભાઈ – બહેન છે. તેનું નામ રીતા ગર્ગ તથા શાલીગ્રામ ગર્ગ ધીરેન્દ્રના બહેન-ભાઈ છે. તેમની બહેનના લગ્ન થઇ ગયા છે અને ભાઈ આશ્રમનું કામકાજ સંભાળે છે.
ગઢામાં ધીરેન્દ્રની ઉંમરના કેટલાક યુવાનોએ બીબીસીને કહ્યું હતું કે, તેઓ મોટાભાગે તો ધાર્મિક ક્રિયાકર્મ જ કરતા હોય છે. તેઓ ક્યારેક ક્રિકેટ પણ રમતા હતા. તેમને ગઢાની સરકારી નિશાળમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો છે.
પ્રાચીન શિવમંદિર અને બાલાજીનું મંદિર : ગઢામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પાસે પ્રાચીન શિવમંદિર આવેલું છે. એ મંદિરમાં એક સંન્યાસી રહેતા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો વરસો આગળ વધારવાની વાતો કરતા રહે છે. આ શિવમંદિરમાં બાલાજીનું પણ એક મંદિર છે. તેને જોતા એવું લાગે છે કે તેનું નિર્માણ થોડાંક વર્ષો પહેલા જ કરવામાં આવ્યું છે.
ચંદલા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિના પિતા આર. ડી. પ્રજાપતિએ બીબીસીની વાત કરી હતી. આર. ડી. પ્રજાપતિ પહેલેથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી રહ્યા છે.
ગઢામાં રહેતા ઉમાશંકર પટેલે બીબીસીને કહ્યું હતું કે, ધીરેન્દ્ર પર બાબાની કૃપા થઇ અને ત્યારથી બધું બદલાઈ ગયું,” ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઘણી વાર રામભદ્રાચાર્ય મહારાજને પોતાના ગુરુ ગણાવ્યા છે. રામભદ્રાચાર્ય બાળપણથી નેત્રહીન છે અને તેમના અનુયાયીઓમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જેવા લોકોનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેટથી સફળતાનો માર્ગ : ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ વધવાનો લાભ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ મળ્યો છે. ધીરેન્દ્ર યૂ-ટ્યુબ, વોટ્સએપ અને પછી સંસ્કાર ચેનલની મદદથી અનેક લોકો સુધી પહોચ્યા છે. તેમાં સોશ્યલ મીડિયાએ પણ મહત્વની તેમની ભૂમિકા ભજવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના મોટા ભાગના વિડીઓ લાખો લોકોએ નિહાળ્યા છે, યુ-ટ્યુબ ઉપર તેમના 37 લાખ કે તેથી પણ વધુ સબસ્કાઈબરો છે અને ત્રણ વર્ષમાં તેમના વિડીઓને કુલ 54 કરોડથી વધુ વ્યુ મળ્યા છે. તમને જણાવી દઈએ કે ફેસબુક પર બાગેશ્વર ધામના 30 લાખ, ટ્વીટર ઉપર 60,000 અને ઈન્સ્ટાગ્રામ ઉપર તેમના 2 લાખથી વધારે ફોલોઅર છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પ્રવેશ કેવી રીતે મળે છે ? આપણે ઇન્ટરનેટ સિવાયની વાત કરીએ તો ધીરેન્દ્રના ચાહકોમાં જમીન પર પણ ઘણા લોકો જોવા મળે છે. ધીરેન્દ્રના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગે બીબીસીને કહ્યું હતું કે, “રોજ લગભગ 10 થી 15000 લોકો બાગેશ્વર ધામ આવે છે. ગુરુજી મહારાજ (ધીરેન્દ્ર ) હાજર હોય ત્યારે મંગળ અને શનિવારે, અહિયાં દોઢથી બે લાખ લોકો આવે છે. ”
છત્તીસગઢના દરબારમાં જાન્યુઆરીમાં ગયેલા એક પત્રકારે જણાવ્યું હતું કે એ કાર્યક્રમમાં ૩ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.
આ દરબારમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય ? તેની પ્રક્રિયા શું છે ? આ તમામ માહિતી બાબા બાગેશ્વર ધામની વેબ્સાઈટ ઉપરથી મળી રહે છે. તેમના જણાવ્યા અનુસાર બાગેશ્વર ધામમાં અમુક સમયાંતરે ટોકન આપવામાં આવે છે. મહારાજના નિર્ણય પછી સમિતિ શ્રદ્ધાળુંઓને ટોકનની તારીખ જણાવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની મજબુત થતી ‘જમીન’ : ટોકન અને બાગેશ્વર ધામમાં લોકોની શ્રદ્ધા એટલી બધી વધી રહી છે કે ગઢા ગામમા જમીનનો ભાવ પણ ખુબજ વધી રહ્યો છે. અહી આવતા લોકોની સંખ્યાને કારણે જમીનના ભાવ ખુબજ ઝડપભેર વધી રહ્યા છે તેમજ ગઢા ગામમાં દુકાનો અને બીજી પણ સુવિધાઓ ખુબજ વધી રહી છે.
ચંદલાના ભૂતપૂર્વ ધારાસભ્ય આર. ડી. પ્રજાપતિ આક્ષેપ કરે છે કે “ગઢામાં સરકારી જમીન ઉપર ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિર્માણ કરાવ્યું છે.” ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર જમીન હડપવાનો આક્ષેપ ત્યાના કેટલાક સ્થાનિક લોકોએ કર્યો હતો, તેમણે ધરણા કર્યા હતા અને આ વિશે સ્થાનિક વહીવટી અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી.
વધુમાં કહીએ તો આ મામલો કોર્ટમાં પણ પહોચ્યો હતો તેમજ અદાલતે કોઇપણ પ્રકારનો હસ્તાક્ષેપ નહિ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
સરકારી જમીન, તળાવ અને સ્મશાન : ધીરેન્દ્ર શાસ્ત્રીની વેબસાઈટ ઉપર પર્યાવરણના રક્ષણ માટે ફૂલઝાડના રોપાની વાતો થતી સંભળાઈ રહી છે. પરંતુ ગઢામાં જ પર્યાવરણને નુકશાન કરવાનો આરોપ પણ તેમના પર જ છે. અહી એક તળાવ છે અને પાસેના મંદિરમાં એક સ્મશાન પણ હતું.
આર. ડી. પ્રજાપતિએ આક્ષેપ કર્યો હતો કે, “ગામમાં એક તળાવ હતું, સ્મશાન પણ હતું તથા તેના ઉપર પણ કબજો કરી લીધો છે તથા ગામના સામુદાયિક ભવન પર પણ કબજો કરી લીધો છે” તેવા આક્ષેપો કરેલા છે. તે વધુમાં જણાવે છે કે આ વિસ્તારમાં આજે પણ અંધવિશ્વાસ જોવા મળે છે.
તે વધુમાં જણાવે છે કે ફક્ત 5 રૂપિયાનું લોકેટ ક્યારેક 5000 રૂપિયામાં તો ક્યારેક 51૦૦૦માં આપવાનું શરુ કર્યું છે. આવી રીતે કરોડો કમાય છે. આ રીતે તેમનો ધંધો ચાલવા લાગ્યો.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તો સામાન્ય લોકોથી માંડીને ખાસ લોકો સુધી : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં હાજરી આપતા ભક્તોમાં સામાન્ય લોકો જ નથી. એ યાદીની શરૂઆત છત્તરપુરના સ્થાનિક નેતાઓ પૈકીના કોંગ્રેસી ધારાસભ્ય આલોક ચતુર્વેદીથી થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રગતિમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ કહેવામાં આવે છે.
તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો વધ્યા છે ત્યારે અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમની પસંદગીના લોકો વચ્ચે ચમત્કાર કરી દેખાડવાનો પડકાર ફેક્યો છે. શ્યામ માનવે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કરશે તો તેમને રૂપિયા 30 લાખનું ઇનામ આપવામાં આવશે.
આ જાહેરાતના બે દિવસ પહેલા જ ધીરેન્દ્રએ પોતાનો દરબાર બંધ કરવાની વાત કહી હતી. જો કે આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બે દિવસ પહેલાં પૂર્ણ કરવની યોજના નક્કી કરેલી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રીની રીત, વ્યવહાર, નિવેદનો અને વિવાદ : ધીરેન્દ્રની એક ખાસ શૈલી છે, જે મંચ ઉપર જ હંમેશા હોવા મળે છે. તેઓ રસપ્રદ વાત કહ્યા પછી તરત જ તાળી વગાડે છે અને જય શ્રી રામ કહે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી તેમની સભાઓમાં ભૂતપ્રેતના ઈલાજના પણ દાવા કરે છે. તેઓ મચં ઉપરથી ફૂંક મારે છે. એકઠી થયેલી ભીડમાંથી ચીસો સંભળાઈ છે. ભીડમાંથી ઉભા થતા પુરુષો, સ્ત્રીઓ ચીસો પાડે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે તેમને વધુ ફટકારો, તથા સાંકળોમાં પકડી લો.
સંશોધકો અને ડોકટરોનું એવું માનવું છે કે, “લોકો ભૂતની લાગણી અનુભવતા હોય છે ત્યારે તેમનું દિમાંગ ભટકતું હોય છે.” તે વધુમાં શરીરની યોગ્ય સ્થિતિનું અનુમાન કરે છે કે શરીર કોઈ બીજાનું છે.”
ધીરેન્દ્ર શાસ્ત્રી વારંવાર ભારપૂર્વક કહે છે કે “અમે કોઈ ચમત્કાર કરતા નથી. આ તો બાલાજીની કૃપા છે. જે કરે છે એ તેઓ જ કરે છે. અમે કશું કરતા નથી, બાલાજી કહે છે.”
મેં, 2022માં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વિડીઓ વાઈરલ થયો હતો. તેમાં એક ધીરેન્દ્રશાસ્ત્રીને ચરણસ્પર્શ કરતી જોવા મળે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી તેને રોકીને કહે છે કે “મને ચરણ સ્પર્શ કરશો નહિ. અછૂત માણસ છે…. જય હો.” ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણીવાર મુસલમાનો વિશે અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. તેઓ ‘ઘરવાપસી’ ની વાત પણ કરે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના કેટલાંક વિવાદાસ્પદ નિવેદન : ૩૩ કરોડ દેવીં-દેવતા છે ત્યારે ચંદ્રને પૂજવાની શું જરૂર છે ? કાયર હિદુઓ જાગૃત થાઓ, હથિયાર ઉઠાવો, કહી દો કે અમે બધા એક છીએ. સરકાર બુલડોઝરથી ક્યાં સુધી તોડતી રહેશે….. હિંદુઓએ તોડવું પડશે. બધા હિંદુઓ એક થઇ જાઓ અને પથ્થરમારો કરનારના ઘર પર બુલડોઝર ચલાવો.
ધીરેન્દ્ર શાસ્ત્રી કરે છે તેને શું કહેવાય ? તમે વિચારતા હશો કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે કરે છે તે વાસ્તવમાં શું છે ? આ પણ તમને સવાલ થતો હશે. આ સવાલ તમે ધીરેન્દ્ર્ર શાસ્ત્રીને પૂછશો તો તે જવાબ આપશે કે “અમે કશું નથી કરતા, બધું બાલાજી કરે છે અને અમારી પાસે તેઓ કરાવે છે.”
તેમના શ્રદ્ધાળુને પૂછશું તો તેમનો જવાબ મળશે કે આ ચમત્કાર છે. વિજ્ઞાન, મનોવિજ્ઞાનીઓ અને જાદુગરોને પૂછશું તો તે કંઇક અલગ જ જવાબ આપશે.
મેન્ટલીઝમ નામની એક કળા છે. તે માઈન્ડ રીડીંગ એટલે કે દિમાગ વાંચવાની કળા છે. આ કળા જાણતા લોકો હાવભાવ, શબ્દોના ઉપયોગ અને બોલીના આધારે સામેની વ્યક્તિના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે.
UPSC કોચિંગના વિખ્યાત શિક્ષક ડો. વિકાસ દિવ્યકીર્તિએ બીજાનું દિમાગ વાંચવાની કળા વિશે કહ્યું હતું કે, “સામેની વ્યક્તિની આંખો જોઈને તેના મનમાં શું ચાલી રહ્યું છે ? તે જાણવાની પણ ક્ષમતા ધરાવતા હતા ઘણા લોકો માનસશાસ્ત્ર ક્ષેત્રે હોય છે.”
ભારતમાં ઘણા લોકો મધર ટેરેસાના કથિત ચમત્કારો સામે પણ આંગળી ઉઠાવી ચુક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે 2015માં કહ્યું હતું કે, “ મધર ટેરેસા એ સારી એવી સેવા કરી હતી, પરંતુ તેમનો હેતુ જેમની સેવા કરતા હતા તેમને ખ્રીસ્ત્રી બનાવવાનો હતો.”
આમ, અમે તમને આ લેખ દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિશે જરૂરી એવી માહિતી આપી. તથા તેમના ઉપર થયેલા વિવાદ અને તેમની ‘કરમ કુંડલી’ વિશે પણ સંપૂર્ણ માહિતી આપી.