અમે આજે તમને એ વાત કરવા માંગીએ છીએ કે આ ચાલી રહેલી બેવડી ઋતુમાં તમારે ભુલેચકે પણ આ વસ્તુ ખાવી જોઈએ નહિ તેમજ જો તમે ભુલેચુકે પણ આ વસ્તુ ખાઈ લીધી તો બીમાર પડવા માટે તૈયાર રહેજો.
હવે તમને જણાવી દઈએ કે કઈ વસ્તુ તમારે આવી ઋતુમાં ખાવી જોઈએ નહિ ? અને કેટલો સમય આવી વસ્તુઓ ખાવી જોઈએ નહિ ? તેના વિશે માહિતી આપી દઈએ.
સૌથી પહેલા તો તમને બેવડી ઋતુ વિશે માહિતી આપી દઈએ કે કોને બેવડી ઋતુ તરીકે ઓળખવામાં આવે છે ? તો તમને જણાવી દઈએ કે કોઇપણ બે ઋતુનો સંધિકાળ ચાલતો હોય ત્યારે તે બે ઋતુને બેવડી ઋતુ કહેવામાં આવે છે દા.ત અત્યારે શિયાળો અને ઉનાળો એ બે ઋતુનો સંધિકાળ ચાલે છે.
એવું અનુભવવામાં આવેલું છે કે આ સંધિકાળનો જયારે સમય આવે છે ત્યારે તે સમયને રોગોનો સમયકાળ તરીકે કહેવામાં આવ્યો. તે સમયગાળા દરમિયાન આપણી બોડીને તે સમય સાથે સેટ થવામાં વાર લાગે છે. આ તકલીફમાં સામાન્ય રીતે કફ, શરદી અને ઉધરસની સમસ્યા થતી હોય છે.
આયુર્વેદમાં સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે જયારે જયારે કોઇપણ બે ઋતુનો સંધિકાળનો સમય હોય પછી ભલે તે શિયાળો અને ઉનાળો હોય, કે ઉનાળો અને ચોમાસું હોય કે પછી ચોમાસું અને શિયાળો હોય પરંતુ સંધિકાળનો જે એક થી દોઢ મહિનાનો સમય હોય ત્યારે તમે જુઓ તો સવારે ઠંડી લાગે છે તેમજ બપોરે ભયંકર ગરમી લાગે છે આવા સમયે આપણા શરીરમાં જે કાચો આમ હોય છે તે કાચો આમ ઓગળે છે એટલે કે કાચો આમ પીગળવા લાગે છે તથા તેમાંથી કફ પેદા થાય છે.
તે કફમાંથી ઉધરસ અને વાયુનો પ્રકોપ થાય છે તેથી ફેફસામાંથી કફ છુટો પડે છે. એટલા માટે આપણે સંધિકાળની અંદર વાઈરલ ઇન્ફેકશનના શિકાર બનીએ છીએ.
જયારે સંધિકાળનો સમય ચાલી રહ્યો હોય ત્યારે મારે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવી છે કે કોઈ માણસ તમારા મોઢામાં પરાણે મફત મુકાવે તો પણ તેને તમારે મફત છે એમ જાણીને ખાઈ લેવી નહિ પરંતુ તેને થુકી નાખવી જોઈએ. તો ચાલો તે કઈ વસ્તુ છે તેનું નામ જાણી લઈએ તો તેનું નામ છે દહીં.
આયુર્વેદે સંધિકાળમાં સ્પષ્ટ ના પાડી છે કે દહીં ખાવું ના જોઈએ કારણ કે દહીં એ કફવર્ધક છે. પચવામાં ભારે છે. જયારે સંધિકાળનો સમય હોય છે ત્યારે બધાની પાચનશક્તિ નબળી પડે છે અને કફનો પ્રકોપ થાય છે.
એટલા માટે દહીં એ સંધિકાળમાં બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. તેથી કહેવામાં આવે છે કે જયારે સંધિકાળનો સમય હોય ત્યારે દહીં અને દહીંની બનાવેલી લસ્સી પણ પીવી જોઈએ નહિ. એક થી દોઢ મહિનો દહીં તમારે સાવ ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
જો તમે આ સમયગાળા દરમિયાન દહીં ચાલુ રાખશો તો તમારો શરદી, ઉધરસ અને કફનો પ્રોબ્લેમ ચાલુ જ રહેશે. આ બહુ નાનકડી એવી વાત છે પરંતુ બહુ મહત્વની વાત છે તેમ પણ કહી શકાય.
આ સંધિકાળના સમયગાળા દરમિયાન બાળકોની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હોય છે એટલે તે વધુ પ્રમાણમાં બીમાર પડી જતા હોય છે તેમજ જો બાળક દહીં ખાવાની હઠ કરે છતાં પણ તેમને દહીં ખાવા ન દેતા તેમજ દહીંની જગ્યાએ છાશ આપવી અથવા તો ગાયનું દૂધ આપવું. દહીં સંધિકાળની ઋતુમાં ક્યારેય આપવું નહિ.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી સંધિકાળના સમયગાળા દરમિયાન દહીં ખાવાથી કેવું કેવું નુકશાન થાય છે ? તેના વિશે માહિતી આપી તેમજ દહીં નહી ખાવાની પણ સલાહ આપવામાં આવી છે.