અમે તમને આજે એક એવા રાજા વિશે વાત કરવાના છીએ કે જેઓની બહારની સ્ટાઈલ, તેમની રહેણીકરણી અને બોડી સ્ટકચર એ મોટા મોટા હીરાઓને પણ ચેલેન્જ આપે તેવી છે. તમે જાણો જ છો કે સૌરાષ્ટ્ર અને ગુજરાત સહીત દેશમાં પ્રથમ અને વિકાસમાં ભાવનગર રજવાડું સૌથી પ્રથમ હતું. અખંડ ભારતને સૌથી પહેલું જેમણે પોતાનું રજવાડું સોપ્યું હોય તેવા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આ ભાવનગર નું રજવાડું આપ્યુ હતું.
તેમણે સૌથી પ્રથમ રજવાડું દેશની લોકશાહી માટે અખંડ ભારતના હેતુથી દેશીની સરકાર રચવા માટે સોપી દીધુ હોય તેવા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના વંશ જ હાલના એવા રાજકુમાર જયવીરરાજ સિંહજીની આજ મારે તમને વાત કરવી છે.
તમે જાણો જ છો કે ભાવનગર શહેર દરિયા કાંઠે આવેલું એક ભાવેણા નગરી તરીકે જાણીતું છે. આ ભાવનગર નગરી દરિયા કાંઠે આવેલી હોવાથી પહેલાના રજવાડાઓનો વેપાર દરિયાઈ માર્ગે થતો હતો.
આજે ભાવનગર પાસે સારો એવો દરિયા કિનારો છે, ભાવનગર પાસે સૌથી મોટું અલંગ શીપબ્રેકીંગ યાર્ડ છે. 27 ઓકટોબર, 1990માં રાજા જયવિરરાજ સિંહ નો જન્મ થયો હતો, તે ખુબજ તંદુરસ્તીને મહત્વ આપે છે આ ઉપરાંત પણ તેમને બોડી બનાવવાનો પણ ખુબજ શોખ છે. તે બોડી બિલ્ડીંગમાં સારા મોટા મોટા પહેલવાનોને પાછળ મૂકી દે છે. તેમના સંબંધો બોલીવુડ સ્ટાર્સ સાથે પણ છે.
વાત કરીએ તેમના સ્વભાવની તો જયવીરરાજસિંહજી નો સ્વભાવ ખુબજ વિનમ્ર વ્યક્તિત્વ વાળો છે. તેમજ તે દરેકની મદદ માટે આગળ આવે છે. તેઓ ગરીબ લોકોને ખુજ જ ધ્યાન આપે છે અને હેન્ડલબાર પ્રા લી ના ફાઉન્ડર પણ છે, આ ઉપરાંત પણ તેઓ ભાવનગરની પ્રજા માટે પણ અવાજ ઉઠાવે છે અને તેમને મદદ કરે છે.
વાત કરીએ તેમના લગ્નજીવનની તો સંતરામપુરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે જયવીરરાજ સિંહના લગ્ન થયા હતા. આ રાજકુમારીના પિતા પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને માતા મહારાણી મંદાકિની કુમારી છે. તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સંબંધી છે.
જયારે યુવરાજ જયવીરરાજસિંહના લગ્ન થયા હતા ત્યારે તેમના લગ્નમાં ખુબજ મોટી હસ્તીઓ જેવી કે ક્રિકેટર અજય જાડેજા પણ આવ્યા હતા, યુવરાજ રજવાડી પોશાક ઉપરાંત જીન્સ પણ પહેરે છે. તેઓ સોશ્યલ મીડિયામાં પોતાની અલગ અલગ તસ્વીરો શેર કરતા હોય છે.
યુવરાજ જયવિરરાજ સિંહજી ગોહિલ પોતાનો મોટા ભાગનો સમય યુવાનોને ટ્રેનીંગ આપવામાં પસાર કરે છે. ગુજરાતમાં પ્રખ્યાત જયવીરરાજસિંહને બાઈક, કાર, ટ્રાવેલિંગ, એડવન્ચર સ્પોર્ટનો ગજબનો શોખ છે. તેમજ તેમના ઉપર લોકો સારા એવા પ્રમાણમાં સ્નેહ વરસાવે છે.
વાત કરીએ યુવરાજ જયવીરસિંહજીની ડીગ્રીની તો તેમની પાસે હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી તેમજ એન્ટ્રપ્રીન્ચરશીપ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટની ડીગ્રી પણ તેમણે પ્રાપ્ત કરેલી છે. આ યુવરાજ સિંહજી બોડીબિલ્ડીંગના એશોસીએશનના પ્રમુખ પણ છે તેમજ હોટેલ નિલમબાગના પ્રમુખ છે.
ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામપંચાયતની રચના અને રાજમાં વેરા વસુલીની રીત પદ્ધતિમાં સુધારો કરીને તેમણે પૂર્વજોના અધૂરા કામો પુરા કર્યા છે. રાજા કૃષ્ણકુમાર સિંહજી કાઠીયાવાડને પોતાના રાજ્ય સાથે ભેળવી દેનાર પ્રથમ રાજવી હતા કે જેઓ એકલા 1800 પાદરની માલિકી ધરાવતા હતા.
તેને ઈ. સ 1938ની સાલમાં KCSI ના ઇન્કલાબની પ્રગતીમય શાશનના કારણે આ રાજાને નવાજવામાં આવ્યા હતા. આ નીલમબાગ પેલેસ હોટેલ યુવરાજ જયવીરરાજ સિંહજી ની છે જે ભાવનગરમાં આવેલી છે.
આમ, અમે તમને આપણા ભાવનગરના યુવરાજ જયવિરરાજ સિંહજી વિશે જરૂરી એવી માહિતી આપી તેમજ તેમના ઉદાર વ્યક્તિતત્વની પણ જરૂરી એવી માહિતી આપી.