અમે તમને આજે એક એવા સરસ મજાના વિષય વિશે માહિતી આપવાના છીએ કે તે જાણીને તમને ખાસ નવાઈ જ લાગશે અત્યારે ખાસ કરીને જોઈએ તો સંધિકાળનો સમય શરુ છે એટલે ગળું પકડાઈ જાય છે ગળામાં કફ જમા થઇ જાય, ઉધરસ સતત આવવા લાગે આ બધી જ સમસ્યાઓ થવા લાગે છે.
આ કુદરતી નિયમ છે કે જયારે બે ઋતુનો સંધિકાળ હોય એટલે કે બેવડી ઋતુ દા.ત અત્યારે શિયાળો પૂરો થાય અને ઉનાળો શરુ થાય એટલે તમે જોશો કે સવારે ઠંડી વાય છે અને બપોરે ખુબજ ગરમી થતી હોય છે તેથી બપોરે A C શરુ કરવું પડતું હોય છે તેમજ રાત્રે ઠંડીના કારણે ગોદડું ઓઢવું પડે છે.
પરિણામે આ ઋતુમાં આપણી બોડી એક્જેસ્ટ થતી નથી એટલે આપણે વાયરલ ઇન્ફેકશનના શિકાર બનીએ છીએ. આપણી ઈમ્યુનીટી સીસ્ટમ ડાઉન પડે છે. તમે શિયાળામાં ખુબજ વધુ પ્રમાણમાં મેવા મીઠાઈ ખાધી હોય તેમાં જે પસ્યા વગરનો ખોરાક છે તે કાચા આમ તરીકે ઓળખાઈ છે તે જયારે પીગળે છે ત્યારે તેમાંથી કફ બને છે અને તે ફેફસા વાટે બહાર નીકળે છે.
તે કફ માંથી આપણને ઉધરસ થાય, શરદી થાય, ક્યારેક તાવ પણ આવે છે. દરેક વખતે હોળી ઉપર મોટા ભાગના લોકોને આ રીતે પ્રોબ્લેમ થતો હોય છે. તેમાં પણ નાના બાળકોને તો ખાસ આ રીતે પ્રોબ્લેમ થતો હોય છે.
અમે તમને જણાવી દઈએ કે હોળી ઉપર તમારે શું શું ખાવું જોઈએ ? તો તમને જણાવી દઈએ કે હોળી ઉપર તમારે ખાસ કરીને ખજુર અને ચણા ખાવા જોઈએ. તેમાં પણ ચણા કેવા ખાવા જોઈએ ? તેના વિશે વાત કરી લઈએ.
તમે જોતા હશો કે હોળી ઉપર બધા લોકો સૌથી વધારે શું ખાતા હોય છે ? તમે તરત કેશો કે ખજુર, દાળિયા, મમરા, ચણા વગેરે. તો તમને જણાવી દઈએ કે ચણા તમારે કેવા ખાવા જોઈએ ? તો ચણા તમારે મીઠું અને હળદર વાળા ખાવા જોઈએ. મીઠું અને હળદર એટલા માટે કે તે કફને નાશ કરે છે અને ઉધરસને મટાડે છે.
કદાસ તમને ખબર હશે કે આપણને જયારે શરદી-ઉધરસ થઇ હોય ત્યારે આપણા ઘરે આપણી બા આપણને મીઠા અને હળદરનો ફાકડો મારવાનું કહે છે અને ઉપર થી ગરમ પાણી પીઈ જાવ એવું કહે છે. એટલે તમારે મીઠા અને હળદર વાળા ચણા ખાવાના છે.
ચણા એ કફ નાશક છે કફને નાશ કરે છે ત્યારબાદ મીઠું અને હળદર એ ઉધરસ અને વાયુનો કંટ્રોલ કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે ખજુર શા માટે ખાવો જોઈએ ? ખજુર એ બેસ્ટમાં બેસ્ટ ટોનિક છે ખજુર આગળ તમે જે દાબેલી અને પાણીપૂરી ખાવ છો તેનું કશું ના આવે. આ બધા તો મોઢાના અલગ અલ સ્વાદ છે બાકી તો એક થી દોઠ મહિનો હોળીના અગાઉ તેમજ હોળી પછી પણ એક અઠવાડિયા સુધી ખજુર ચણા પેટ ભરીને ખાવા જોઈએ.
ઘણા લોકો એવું કરે છે કે હોળીના દિવસે જ ખજુર અને ચણા ખાતા હોય છે પરંતુ એવું નથી તમે શિવરાત્રીથી ખજુર અને ચણા ખાવાનું શરુ કરી દ્યો અને હોળી પછી એક અઠવાડિયા સુધી આ રીતે ખજુર અને ચણા ખાશો તો સારામાં સારો તમને ફાયદો કરે છે. એટલા માટે આ એક દોઢ મહિનો ખજુર-ચણા પેટ ભરીને ખાવા જોઈએ.
ખાસ યાદ રાખો આ સીઝનમાં સંધિકાળમાં દૂધ, દૂધની બનાવટ વાળા ખોરાક અને દહીં ક્યારેય તમારે ખાવા જોઈએ નહિ એ સાવ બંધ કરી દેવા જોઈએ. તેમજ તળેલી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ.
દરરોજ સવારે તમારે 5 પેશી ખજુરની ખાઈ જવાની છે અને સાંજે 5 પેશી ખજુરની ખાઈ જવાની છે. તેમજ 50 થી 100 ગ્રામ મીઠા-હળદર વાળા ચણા તમારે ખાઈ જવાના છે પરિણામે શરદી, ઉધરસ અને કફમાં રાહત થાય છે. આપણે ઇન્ફેકશનની બીમારીથી બચી જઈશું. તેમજ આપણું ગળું બગડશે નહિ અને ગળામાં થતી બળતરા પણ થઇ જશે દુર.
વાત કરીએ ખજુરની તો ખજુરને લોહીનો ભંડાર કહેવામાં આવે છે ખજુરમાંથી આયર્ન અને ફોલિક એસીડ મળી રહે છે. આયરન એ લોહી વધારવાનું કામ કરે છે એટલે જે લોકોને કમળો થયો હોય લોહીના ટકા ઓછા થઇ ગયા હોય એટલે ડોકટરો પણ એવું કહે છે કે ખજુર ખાવાનું શરુ કરી દ્યો.
જેટલું તમે ખજુર વધુ ખાવ એટલું આપણા શરીરમાં લોહી વધે. જે માણસની બોડી બનતી ન હોય તેમજ તે સાવ સિંગલ બોડીના હોય અને તેમને વજન વધારવું હોય તો તેમને દૂધમાં ખજુર ખાવાનું આપણા આયુર્વેદ શાસ્ત્રો કહ્યું છે.
ખજુર ખાવાથી હંમેશા તમારું વજન વધે છે. ખજુરમાં એવો ગુણ છે કે જો તમારું વજન વધુ હશે તો તેને વધારશે નહિ પરંતુ તેને બેલેન્સમાં રાખશે. ખજુરનો ગુણધર્મ છે કે ઊંચાઈ પ્રમાણે વજન કંટ્રોલમાં રાખશે.
ખજુરને આમ તો હોળી ઉપર તો ખાસ કરીને ખાવો જ જોઈએ પરંતુ બારેય મહિના તમે સવારે 5-5 પેશી ખાવાની રાખશો તો બજારમાંથી મોંઘા મોંઘાં પ્રોટીનના ડબ્બા લેવાની જરૂર નહિ પડે, અને હવે તો બારેય મહિના ખજુર મળે છે એટલે દરરોજ સવારે અને સાંજે તમારા બાળકને 2-2 પેશી ખજુર ખવડાવશો એટલે કાઈ બીજા પ્રોટીન ખાવાની જરૂર નહિ પડે. તેમનું શરીર મજબુત બનશે.
હવે તમે મનોમન નક્કી કરો કે હોળી પહેલા એક મહિનો અને પછી એક અઠવાડિયું ખજુર અને ચણા ખાવાનું રાખશો તો તમારે કોઇપણ દવાખાને જવાની જરૂર નહિ પડે.
આમ, અમે તમને આ લેખ દ્વારા જો શરદી, ઉધરસ અને કફ થઇ ગયો હોય તો તેના ઈલાજ માટે શું શું કરવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.