અત્યારની આ બેવડી ઋતુમાં લોકોને વાઈરલ ઇન્ફેકશન અને તાવ, શરદી, ઉધરસ કફની સમસ્યાથી ખુબ હેરાન થતા હોય છે અને શરદી અને ઉધરસ એવી સામાન્ય બીમારી છે કે જે 7 થી 10 દિવસ સુધી સામાન્ય રીતે સારી થતી નથી ગમે તેટલી દવા લેવાથી પણ આયુર્વેદમાં ઘણી એવી રીત કે ઉપાય આપવામાં આવ્યા છે કે જેના દ્વારા આવા સામાન્ય રોગ ને તમે આસાની થી દુર કરી શકશો.
સૂંઠ 50 ગ્રામ, કાળા મરી 20 ગ્રામ, હળદર પાવડર 50 ગ્રામ, દવા વગરનો ગોળ 250 ગ્રામ. લઈને દેશી ગોળને કડાઈમાં ગરમ કરીને ઓગળે એટલે તેમાં બધી ઔષધીઓ નાખીને બરોબર મિક્સ કરીને ગોળીઓ બનાવીને શરદી, ઉધરસ, તાવ વખતે લેવાથી 2 દિવસમાં મટે છે.
છાતી પર તેલ લગાવીને મીઠાની પોટલી ગરમ કરીને શેક કરવાથી કફનો ભરાવો મટે છે. આ કફ વધી જતા નાક અને ગાળામાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે જયારે આ ઈલાજ કરવાથી કફ પાતળો થઈને ઓગળીને નીકળી જાય છે.
સુંઠ, જીરું, અજમો વગેરે ખાંડીને તેનું ચૂર્ણ બનાવીને એમાં હિંગ અને કાળા મરી પાવડર ભેળવીને ગરમ પાણી સાથે પી જવાથી ગળામાં થતી તકલીફ દુર થાય છે, તેમજ માથામાં રહેલો કફ પણ નીકળી જશે અને શરદી અને ઉધરસની સમસ્યા પણ ઠીક થઇ જશે.
મધને પાણીમાં ઓગાળીને સવારે ખાલી પેટ, બપોરે જમ્યા પહેલા એક કલાકે અને સાંજે જમ્યા પહેલા બે કલાકે લેવાથી કફ મળ સાથે બહાર નીકળી જશે અને કફની સમસ્યા ઠીક તથતા ગળામાં બળવું, નાકમાં પાણી નીકળવું, બળવું, નસકોરા બંધ થવા તેમજ શરદી અને ઉધરસ મટે છે.
કફમાં મોમાં લોહી આવે છે તો હળદરના છાડીયા છાંયડામાં સુકાવીને બારીક કરીને બરાબર જ મિશ્રીમાં મિલાવી લો 5 ગ્રામ તાજા પાણીની સાથે દિવસમાં બે વાર ખાઓ. ખાંસીની સાથે લોહી આવવાનું બંધ થશે
દમના રોગથી નિદાન મેળવવા માટે તાજું કોળું લઈને એની ચારે તરફ કોઈ કપડું બાંધીને પાણીમાં પલાળી દો. આ કોળાને અડધા કલાક સુધી ગરમ વાસણની અંદર રાખો. જેમાં મિશ્રી ભેળવીને 2 ગ્રામ ખાવાથી શરદી મટે છે.
ફૂદીનાનો અર્ક કાઢીને ટપકા આપવાથી નાક, કાન તથા અન્ય અંગોના ઘાના કિડા નષ્ટ થઈ જાય છે. ફુદીનાને દમા રોગીએ પ્રતિદિવસ સવાર-સાંજ ૨-૨ ખારેક ખુબ ચાવીને ખાવી જોઈએ. એનાથી ફેફસાંને શક્તિ મળે છે અને કફ તેમજ શરદીનો પ્રકોપ ઓછો થાય છે.
શરદી-જુકામ થવા પર બે દિવસ શેરડીના રસમાં લીંબુ નાખીને બે દિવસ આ પ્રયોગ કરવો જોઈએ. પિંડ ખજુર સાફ કરી લો અને ઠળીયો હટાવીને, પિંડ ખજૂરના ગૂદાને કાપીને ટુકડા કરી લો. દૂધમાં ખજૂરના ટુકડા અને 4 મરી તેમજ એક મોટી ઈલાયચી નાખીને ઉકાળવા માટે રાખી દો. ખૂબ ઉકાળીને ઉતારી લો અને એક ચમચી શુદ્ધ ઘી નાખી દો. સૂવાથી પહેલાં ખાઈ લો અને દૂધ પી લો. આવું ૩-૪ રાત સુધી કરવાથી શરદી, જુકામ તો ઠીક થાય છે
એક અંજીરના ચાર ટુકડા કરીને ખૂબ ચાવી-ચાવીને સવાર-સાંજ ખવાથી કફવાળી ખાંસી ઠીક થાય છે. શરદી અને ઉધરસ તેમજ નાક અને ગળાના કફમાં દરરોજ ખારેક ખુબ જ ચાવીને ખાવાથી શરદી તેમજ ઉધરસ ઠીક થાય છે. જેનાથી ફેફસાં ને શક્તિ મળે છે અને કફ અને શરદીનો પ્રકોપ ઓછો થાય છે.
એક અંજીરના ચાર ટુકડા કરીને ખુબ જ ચાવી-ચાવીને સવારે અને સાંજે ખાવાથી કફના લીધે થયેલી ખાંસી ઠીક થાય છે અને કફનો નાશ થાય છે જેથી શરદી પણ મટે છે. અખરોટ અને હળદર ખાંડીને મધ સાથે ભેળવીને ખાવાથી શરદી, જુકામ, ઉધરસનું ઈન્ફેકશન મટે છે.
કાજુ અને તુલસીના પાંદડા સાથે વાટીને તેની મોઢામાં 7 મિનીટ રાખી મુક્યા બાદ તેને થોડા થોડા ચાવતા હોઈએ એ રીતે ખાઈ જવાથી ગળાનું શરદી, કફ, ઉધરસનું અને મોઢાના ચાંદાનું સંક્રમણ અટકે છે. તાવની સમસ્યામાં ચારોળી ખાવાથી તાવ ઉતરે છે. પાકા પપૈયાનો અંદરનો ગર્ભ કાઢીને તેને છૂંદીને રાબ બનાવી તેમાં આદુ, હળદર અને તુલસી નાખીને ખાવાથી કફનો નાશ થાય છે. શરદી અને ગળાનું ઇન્ફેકશન મટે છે.
મોઢામાં પડેલી ચાંદી દુર કરવામાં ચમેલીના પાંદડા ચાવીને ખાવાથી મોઢાના ચાંદા મટે છે. લીમડાના પાંદડાને વાટીને પાણીમાં પલાળીને કરીને પીવામાં આવે તો શરદી અને ઉધરસ મટે છે. એક ચમચી મધમાં કાળા મરી ચૂર્ણ ભેળવીને ખાવાથી ખાંસી અને ઉધરસ મટે છે.
ગાજરના રસમાં સાકર ભેળવીને ઉકળી જા ત્યાં સુધી ગરમ કરીને તેને તેમાં કાળા મરી નાખીને સેવન કરવાથી ગળામાંથી કફ નીકળી જાય છે. એક લોખંડ ના વાસણમાં ટમેટાને ગરમ કરીને તેની રાખ કરીને તેમાં ગોદંતી રાખ એક ચપટી ભેળવીને ખાવાથી કફ અને ઉધરસ અને કફ મટે છે.
જુના આકડાના મૂળને છાંયડે સુકાવીને તેને બાળીને તેમાં મધ કે પાણી ભેળવીને ખાવાથી શરદી, કફ, ઉધરસ અને ગળાનું ઈન્ફેકશન મટે છે. જો તમને ગળામાં વધારે બળી રહ્યું હોય તો હરડે અને કાળા મરી ખાવાથી કફ મટે છે અને ગળું ચોખું થઇ જાય છે. ગળામાંનો કફ દુર થઇ જતા ખાંસી અન ઉધરસ અને નાક બંધ થવાની સમસ્યા ઠીક થાય છે.
કપૂરની કચરી મોઢામાં ચાવવાથી અને કપૂરને સરસીયા તેલમાં ભેળવીને છાતી અને પીઠ પર માલીશ કરવાથી ખાંસી અને કફનો ઈલાજ ઠીક થાય છે. કપૂર, અજમો અને લવિંગની પોટલી બનાવીને સુંઘવાથી ઓક્સીજન લેવલ વધે છે. આ ઈલાજ કરવાથી કફ દુર થતા ફેફસા ચોખા થાય છે જેથી પૂરો શ્વાસ લેવાથી પુરતો ઓક્સીજન મળે છે. કપૂર, રાઈ, મીઠું અને અજમો ભેગા કરીને ખાંડીને તેની પોટલી બનાવીને સુંઘવાથી ઓક્સીજન લેવલ વધે છે. આં ઉપચાર કરવાથી શરદી અને ખાંસી પણ ઠીક થાય છે. નાકના નસકોરા બંધ થયા હોય તો ખુલી જાય છે.
વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળીને તેમાં મધ ભેળવીને ત્રણ કલાકે પીવાથી શરદી અને ખાંસી ઠીક થાય છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા ઠીક થાય છે તેમજ ગળામાં બળવાની તેમજ સોજો આવી જવાની સમસ્યા ઠીક થાય છે.
કેળના સુકા પાંદડાને માટીના વાસણમાં રાખીને આગમાં બાળીને તેની રાખ બનાવીને આ રાખનું અડધા ગ્રામ મધ સાથે ભેળવીને ખાવાથી કફ અને ખાંસીના રોગમાં આરામ મળે છે. તમાલ પત્રના પાંદડાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને ઉધરસ તેમજ ગળાનો અને નાકનો પાણી પડવાનો રોગ મટે છે.
ઉમરાના ફૂલ અને કાળામરીનું ચૂર્ણ બનાવીને તેનું ચૂર્ણ બનાવીને આ ચૂર્ણમાં 5 ગ્રામ મધ ભેળવીને દરરોજ ચાટવાથી ખાંસી અને દમના રોગમાં તેમજ ગળાના રોગમાં આરામ મળે છે. 10 ગ્રામ ભોય રિંગણી, 10 ગ્રામ અરડુસો અને 2 પીપળાનો ઉકાળો બનાવીને મધ સાથે સેવન કરવાથી ખાંસી મટે છે.
સુકી ખાંસીમાં લગભગ અડધાથી એક ગ્રામ કાથો સવારે અને સાંજે ચાટવાથી ખાંસીમાં લાભ થાય છે. આ ઈલાજ કરવાથી કફ દુર થાય છે. ગળામાં શરદી થતા જ બળતરા થવા લાગે છે, તેમજ ગળામાં ખરોચ આવે છે ત્યારે સુકી હળદરનો ટુકડો પાનમાં નાખીને ખાવાથી ગળાનો સોજો અને બળતરા મટે છે.
અમે આશા રાખીએ કે તમારી આ શરદી અને ઉધરસની સાથે કફની તમામ પ્રકારની તકલીફો આ ઉપરોક્ત ઉપચાર કરવાથી મટશે. આ ઉપાયો સમ્પૂર્ણ આયુર્વેદ ઉપર આધારિત છે. તમે આ ઈલાજ સાવ સરળતાથી કરી શકો છો. આ ઘરેલું ઉપચાર દ્વારા તમે 1 થી 2 દિવસમાં જ કફ અને શરદી, ખાંસી અને ગળામાં રાહત મેળવી શકશો.