અમે તમને આજે ઘણા લોકો અત્યારે હદય રોગથી પીડાઈ રહ્યા હોય છે. હદયની બીમારીની વાત કરીએ તો તેમાં સૌથી વધારે હદયની નસોમાં કોલેસ્ટ્રોલ જામી જતો હોય છે અને જેથી લોહીને સપ્લાઈ કરવામાં ખુબજ અવરોધ ઉભો કરે છે જેથી બહુ નાની ઉંમરે પણ હાર્ટ એટેક આવતો હોય છે.
તો આજે અમે તમને હદયની હસોમાં એકઠો થયેલો જે કોલેસ્ટ્રોલ છે તેને દુર કરવા માટે દેશી ઘરેલું ઉપચાર બતાવીને આ સમસ્યામાંથી કઈ રીતે ઘરે બેઠા રાહત મેળવી શકાય ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.
તમે જાણો જ છો કે આજના સમયમાં કોલેસ્ટ્રોલની સમસ્યા ખુબજ વધી રહી છે કોલેસ્ટ્રોલ કોશિકાઓમાં મળતો મોમ જેવો પદાર્થ હોય છે. તમે જાણો જ છો કે જો કોલેસ્ટ્રોલ વધે તો શરીરને નુકશાન થાય છે.
આગળ વધુ પડતું કોલેસ્ટ્રોલ વધતા હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓ થઇ શકે છે. આવી સ્થિતિમાં પીડિત લોકોને ડાયેટમાં કોલેસ્ટ્રોલ ઘટાડતી વસ્તુઓનો ખાવામાં સમાવેશ કરવો જોઈએ.
બ્રોકલીનું સેવન કરવાથી ફાયદો : તમે કદાસ બ્રોકલીનું નામ સાંભળ્યું નહિ હોય અને સાંભળ્યું હોય તો સારી બાબત કહેવાય. બ્રોકલીમાં ઘુલનશીલ ફાઈબર હોય છે, જેના કારણે જે લોકો કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છે તે લોકો માટે ખુબજ સારી વાત કહેવાય છે.
બ્રોકલીમાં રહેલ ફાઈબર બાઈલ એસીડ સાથે મળીને શરીરમાંથી વધુ પડતા કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. કેળામાં પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા તત્વ પુષ્કળ માત્રામાં મળતા રહેતા હોય છે.
લસણ ખાવું : વધુ પડતા વધી રહેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લસણ એ ખુબજ ઔષધીય ગુણ ધરાવે છે. લસણ વધુ પડતા બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે તેમજ તે કોલેસ્ટ્રોલ દુર કરીને હદયને મજબુત કરે છે.
મેથીનું પાણી : જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો મેથીના પાણીનું સેવન કરવાથી રાહત થાય છે. મેથીના પાનમાં કોલેસ્ટ્રોલને દુર કરવાના તત્વો હાજર રહેલા હોય છે તે વધુ પડતા કોલેસ્ટ્રોલને દુર કરીને શરીરને ફાયદો કરે છે.
ઓટ્સ : ઓટ્સ એ ઉચ્ચ ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે, જો તમે દરરોજ સવારે ઓટ્સનું સેવન કરશો તો વધુ રહેલા કોલેસ્ટ્રોલને કરી દે છે સાવ કંટ્રોલ. ઓટ્સ 5.3ટકા સુધી LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી દે છે અને શરીરને હદય રોગના ખતરાથી દુર રાખે છે.
લીંબુ : લીંબુમાં રહેલા ગુણ પણ વધુ પડતા કોલેસ્ટ્રોલને ખુબજ રાહતરૂપ સાબિત થાય છે. તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું હોય તો તમે તમારા ડાયેટ પ્લાનમાં લીંબુનો સમાવેશ કરી શકો છો. તે વધુ પડતા કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે.
ગ્રીન ટી પીવો : ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે . ગ્રીન ટી ફક્ત વજન ઘટાડવામાં જ મદદરૂપ નથી પરંતુ તે વધુ પડતા કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. ગ્રીન ટીમાં કેફીનની માત્રા વધુ હોય છે જેના કારણે તે વધારે રહેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
ફુલાવર ખાવું : ફુલાવર એ વધુ પડતા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ એટેકના જોખમને પણ ઘટાડે છે. ફુલાવરમાં ઘણા બધા પ્લાન્ટ સ્ટેરોલ્સ થાય છે, જે એક પ્રકારના લીપીડ છે. આ લીપીડ્સ આંતરડાને વધુ પડતા કોલેસ્ટ્રોલને શોષવાથી રોકે છે. મૂળામાં એન્થોસાયનીન હોય છે, જે વધુ પડતા કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ગાજર પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે અને તમારા હાર્ટના હેલ્થનો ખ્યાલ રાખે છે.
એપલ વિનેગર : સફરજનના સરકાથી પણ કોલેસ્ટ્રોલના લેવલમાં ઘટાડો કરી શકાય છે. એપલ વિનેગર શરીરમાં કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી તેમજ વધુ પડતા ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરે છે. તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં બે ચમસી એપલ સીડર વિનેગર નાખીને તેનું સેવન કરી શકો છો, તેનાથી વધુ પડતું બીપી કંટ્રોલમાં લાવી શકાય છે.
ડ્રાયફુટ્સ પણ ઉપયોગી થાય છે : તમે સુકા ફળો ખાશો તો તે શરીરને પોષકતત્વો પુરા પાડે છે. દરરોજ ડ્રાયફુટ્સ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે કારણ કે સુકા મેવામાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવાનો ગુણ હોય છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી વધુ પડતા કોલેસ્ટ્રોલને કઈ રીતે કંટ્રોલમાં કરી શકાય ? તેના વિશે જરૂરી એવા ઘરેલું ઉપાયો વિશે માહિતી આપી.