અમે તમને આજે એક સરસ મજાનો ઉપાય દેખાડી દેશું કે જે જાણીને તમને ખુબજ નવાઈ લાગશે. તેમજ અમે તમને એ પણ જણાવી દેશું કે કોઠાની ગરમી કોને કોને કહેવાય છે એટલે કોઠાની ગરમીના વિવિધ પ્રકારના લક્ષણો વિશે પણ તમને માહિતી આપી દઈશું.
કોઠાની ગરમીને કઈ રીતે ઓળખવી ? વગેરે વિશે તમને માહિતી આપી દઈશું. તમને બધાને ખ્યાલ જ હશે કે હવે ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે આમ જોઈએ તો બપોરે થોડી થોડી ગરમીની શરૂઆત થઇ ગઈ છે.
40 થી 50 ટકા તો એવા લોકો છે કે જેના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે પરિણામે બને છે એવું કે એ ગરમીના લીધે તેમને નાના-મોટા અનેક રોગો થતા હોય છે તો તમને આવો જ એક રોગ જે ઉનાળામાં ન થાય તેવો એક સૌથી સારામાં સારો ઉપાય તમને જણાવી દઈશું. જેને આપણે કોઠાની ગરમી તરીકે ઓળખીશું. અલગ અગલ પ્રદેશોમાં અલગ અલગ ભાષામાં બોલતા હોય છે.
કોઠાની ગરમીને અમુક લોકો આંતરની ગરમી તરીકે કહે છે. ટુંકમાં કોઠાની ગરમી એટલે તમારા શરીરની અંદર રહેલી ગરમી, આ ગરમીથી શું થાય તેના વિશે વાત કરી લઈએ તો ઘણાને ખબર હશે કે આ કોઠાની ગરમી જયારે વરાળ સ્વરૂપે બહાર નીકળે તો મોઢું આવી જાય છે.
મોઢામાં અસંખ્ય ચાંદીઓ પડી જાય છે, ન તો કાંઈ ખવાઈ અથવા તો ન તો કાંઈ પીવાઈ તે સહન ન થાય તેવી વેદના થઇ જાય છે.
જેને આ રીતે સમસ્યા થઇ હશે તેને ખ્યાલ હશે અથવા તમને બીજી પણ તકલીફ જેવી કે તમારા હોઠની આજુબાજુ નાની-નાની ફોડકીઓ થઇ જતી હોય છે. તેને આપણા ગામડાની ભાષામાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે બરો ચુચું કરી ગયો.
પરંતુ એવું કશું હોતું નથી તમને આયુર્વેદની ભાષામાં વાત કરીએ કે તમારા શરીરની અંદર જે ગરમી રહેલી છે તે વરાળ સ્વરૂપે બહાર નીકળી છે. જો તેમને વધારે ગરમીનું પ્રમાણ હોય તો તેમને ચામડી ઉપર પણ નાના નાના ડાઘ થઇ જતા હોય છે આવું પણ બની શકે છે.
જે લોકોને આ સમસ્યા બહુ ઓછા સમયે હોય જેમ કે 15 દિવસે અથવા તો 20 દિવસે તો તેવા લોકોએ શું કરવું જોઈએ ? તેના વિશે માહિતી આપી દઈએ તો તમારે બપોરે છાશ લેવાની છે છાશમાં તમારે શેકેલું જીરું, અને સુકા ધાણા બંનેને થોડા ખાંડીને તેનો પાઉડર બનાવી લેવાનો છે અને તે પાઉડરને છાશમાં મિક્સ કરીને બરોબર હલાવી નાખીને તેનું સેવન તમે કરશો એટલે સારામાં સારો ફાયદો થાય છે આ ધાણા જીરું નો પ્રયોગ 5 થી 6 દિવસ સુધી કરવાથી આ રીતની સમસ્યા માંથી મળે છે સાવ છુટકારો. દરરોજ બપોરે આ રીતે સેવન કરવાથી આંતરની ગરમી સાવ ઓછી થઇ જાય છે.
આ શિવાય જેને આંતરની ગરમી અથવા તો કોઠાની ગરમી હોય છે તે લોકો લીંબુ શરબત પણ પીય શકે છે. આવા તમે નાના નાના પ્રયોગ કરશો તો તેનાથી પણ અમુક નાની એવી ગરમી હશે તે સાવ શાંત થઇ જશે.
હવે આપણે વાત કરી લઈએ કે જે લોકોને વધુ પ્રમાણમાં શરીરમાં કોઠા ગરમી હોય અને વધુ પ્રમાણમાં મોઢું આવી જતું હોય તો તેવા સમયે સુ કરવું જોઈએ ? તેના વિશે તમને એક સરસ મજાનો ઉપાય બતાવી દઈએ.
આવા લોકોએ સૌથી પહેલા રતાંજલિ એટલે કે લાલ ચંદન લેવાનું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લાલ ચંદનનું લાકડું લેવાનું છે તેનો પાઉડર લેવાનો નથી. તમને વાત કરીએ પાઉડર ન લેવા પાછળની તો પાઉડરમાં નકરું કેમિકલ આવે છે. તમને આ લાલ ચંદનનું લાકડું ઓનલાઈન પણ મળી જશે તે તમે મંગાવી શકો છો. તે તમારે 25 ગ્રામ જેટલું લઇ લેવું.
તમે કોઈ ગાંધીની દુકાને જઈને આ લાકડું જો તમને મળી જાય તો લઈને ઘરે તેનો ભૂકો કરી કરવાથી ક્વોલીટી જળવાઈ રહે છે. હવે તમારે 25 ગ્રામ જેટલો રતવેલીયો લેવાનો છે તમને જણાવી દઈએ રતવેળિયાં વિશે તો રતવેલીયો એ એક નાનો છોડ જેવો થાય છે.
તે જમીન ઉપર પથરાયેલો હોય છે. હિન્દીમાં આ છોડને હલપીપળી ના નામથી ઓળખવામાં આવે છે. જો તમને આ રતવેલીયાનો પાઉડર ગાંધીની દુકાનેથી મળી જાય તો તે લઇ લેવાનો છે.
હવે તમારે 25 ગ્રામ જેટલા મજીઠ લેવાના છે તેની તમને નાની ડાળી અથવા તો નાના નાના ટુકડા મળી રહેશે. હવે તમારે સુકા ધાણા લેવાના છે 25 ગ્રામ આ ચારેય વસ્તુ તમારે 25 – 25 ગ્રામ લેવાની છે.
આ બધી જ વસ્તુનો પાઉડર થઇ ગયો છે તેને તમારે એક ગ્લાસ પાણીમાં 5 ગ્રામ જેટલું આ મિક્સ કરેલું ચૂર્ણ લેવાનું છે. તમારે તેને ધીમા તાપે થોડી વાર ગરમ કરવાનું છે. તમે જો એક ગ્લાસ પાણી મુક્યું હોય તો તે પાણી અડધું રહે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે.
ધીમે ધીમે તે ઉકળી જાય એટલે પછી તેને ગાળી લેવાનું છે. ગાળીને થોડું ઠંડુ થઇ જાય એટલે તમારે સવારે એક ટાઈપ પીય જવાનું છે. તેમજ સાંજે પણ આવી જ રીતે એક ટાઈમ પીય જવાનું છે.
આ ઉકાળાનું સેવન સવારે નરણા કોઠે અને સાંજે જમતા પહેલા એક દોઢ કલાક એટલે કે 5 થી 6 વાગ્યા આજુબાજુ પીવાનું છે. આ પ્રયોગ તમારે 15 દિવસ કરવાનો છે, તમે આ પ્રયોગ 15 દિવસ કરશો એટલે કે તમને કોઠાની કે શરીરની અંદર રહેલી ગરમી માંથી સાવ છુટકારો મળે છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી કોઠાની ગરમીને કઈ રીતે દુર કરવી ? તેના વિશે જરૂરી એવા દેશી ઉપાયો અજમાવીને દેશી પદ્ધતિથી કઈ રીતે દુર કરી શકાય તેના વિશે જરૂરી એવી માહિતી આપી.