તમે જાણો જ છો કે આગામી ટૂંક સમયમાં ભગવાન દેવોના દેવ મહાદેવનો તહેવાર આવી રહ્યો છે. સૌ કોઈ ભાવિકભક્તજનો ભગવાન શિવના દર્શન કરવા માટે જતા હોય છે. શિવ મંદિરે દર્શન કરવા જતા તમામ શ્રદ્ધાળું ભક્તજનોએ કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈશું.
તમે જ્યારે દર્શન કરવા માટે જાવ ત્યારે આટલી બાબતો નું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી રહ્યો છે ભગવાન શિવજીનો તહેવાર એટલે મહાશિવરાત્રી. તો અમે તમને શિવરાત્રી ઉપર તમેં નહિ સાંભળેલી વાત કરવી છે.
કદાસ તમને ખબર નહિ હોય કે આપણે જયારે શિવાલયમાં શિવજીના દર્શન કરવા માટે જયારે જઈએ છીએ ત્યારે તમને એક સવાલ ઉભો થવો જોઈએ કે અંબાજી માના મંદિરમાં અંબાજીમાની મૂર્તિ, શ્રી કૃષ્ણજીના મંદિરમાં શ્રી કૃષ્ણજીની મૂર્તિ, રામજીના મંદિરમાં રામજીની મૂર્તિ, હનુમાનજીના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ, પરંતુ શિવજીના મંદિરમાં શિવજીની મૂર્તિ હોતી નથી.
તેમાં શિવલિંગ હોય છે તેને ભગવાન શિવનું મંદિર નથી કહેવાતું તેને શિવાલય તરીકે કહેવાય છે. તમને કદાસ ખબર નહિ હોય કે આની પાછળ બહુ મોટું લોજીક રહેલું છે. એ લોજીક સાંભળ્યા પછી તમે દર્શન કરવા જશો તો તમારા દર્શન સફળ થઇ જશે.
જે શિવાલય હોય છે તેની નીચે એક યોની હોય છે, યોની એક પ્રકુતિનું સ્વરૂપ છે આપણે કહીએ છીએ કે 84 લાખ યોની, યોની એટલે કે પ્રકૃતિ કુતરાની પ્રકુતિ, ભૂંડની પ્રકૃતિ, ગધેડાની પ્રકૃતિ, પક્ષીની પ્રકૃતિ, માણસની પ્રકૃતિ, આ અલગ અલગ પ્રકૃતિ એ યોનીનું પ્રતિક છે. અને ઉપર જે શિવલિંગ હોય છે તે આત્માનું પ્રતિક છે.
શ્રી મદ ભગવદ્ ગીતાના 13 માં આધ્યાયમાં પણ પ્રકૃતિ અને આત્માનો ભેદ બતાવ્યો છે. આપણા શરીરનો આત્મા અમર છે તેનો નાશ થતો નથી ફક્ત પ્રકૃતિ સ્વરૂપે એક યોનીમાંથી બીજી યોનીમાં પ્રવેશ મળે છે જે પ્રવેશ આપણા કર્મોને આધીન હોય છે.
આ પ્રકૃતિના બંધનમાંથી છુટવા માટે મને અને તમને ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે. આ મનુષ્ય અવતાર જીવમાંથી શિવ થવા અને આત્મામાંથી પરમાત્મા થવા આપ્યો છે. ભગવાન શિવની મૂર્તિ એ ઇન્દ્રિયો સાથે છે. જયારે શિવલિંગ છે તે નિરાકાર છે તે આત્માનું પ્રતિક છે તેને કોઇપણ પ્રકારનો આકાર નથી કે તેને કોઈ ઇન્દ્રિયો નથી.
ગીતામાં ભગવાને અર્જુનને પણ કહ્યું છે કે હે અર્જુન આ શરીર રહેલો આત્મા એ નિરાકાર છે તે ઇન્દ્રિયો રહિત છે, એટલે મારી અને તમારી જે યાત્રા છે એ સાકારમાંથી નિરાકાર તરફની યાત્રા છે.
જયારે ભગવાન શિવજીના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે તમે જોજો કે બધા જ મંદિરોનું અંદર જે તે દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે. પરંતુ શિવાલયની અંદર તે એવું કહેવા માંગે છે કે સાકાર માંથી નિરાકાર તરફ એટલે કે પ્રકૃતિ માંથી આત્મા તરફ જવાનું છે.
માણસ જયારે પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઇ જાય છે ત્યારે તે જન્મ-મરણના ફેરા માંથી છુટી જાય છે. અને એવા શાશ્વત અને સનાતન સુખને પામે છે જેને સુખ પછી દુઃખનો સહેજ પણ છાંટો નથી. આ લોજીક આ વિજ્ઞાન.
શિવનો અર્થ થાય છે કલ્યાણ મારું અને તમારું જીવન એક કલ્યાણ માટે હોવું જોઈએ પોતે કલ્યાણ સ્વરૂપ પહેલા થવું પડે પછી જ તમે બીજાને કલ્યાણ કારી સ્વરૂપ બનાવી શકો છો. જયારે હું પોતે કલ્યાણ સ્વરૂપ થઇ જાવ પછી મારે બીજાનું કલ્યાણ કરવાની જરૂર નહિ પડે આપમેળે બીજાનું કલ્યાણ થઇ જશે. લોકો મારી પાસે આવે છે તે કલ્યાણ લઇને જાય છે એવું મારૂ જીવન થઇ જાય છે.
આપણે જયારે જીવ તરીકે પૃથ્વી ઉપર જન્મ લઈએ છીએ ત્યારથી લઈને છેક તમારી 70 થી 80 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં તે જીવ માંથી શિવ તરફની યાત્રા બની જવી જોઈએ. પછી ભલે જીવમાંથી શિવ તરફ થતા ઘણાબધા ભવ લાગે.
એક વખત જીવમાંથી શિવ તરફની યાત્રા શરુ કરવી તે મનુષ્ય અવતારમાં જ થઇ શકે છે. તે બીજા કોઈપણ અવતારમાં ન થઇ શકે. એટલે મને અને તમને આ સૌથી મોંઘો અને અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આપણે સૌ શીવાયલના દર્શન કરવા માટે જઈએ તમે એક દ્રઢ સંકલ્પ લેજો કે મારે બીજાનું ભલું કરવું છે અને મારે કલ્યાણકારી બનવું છે.
જયારે મારા નિમિત્તે બીજાનું કલ્યાણ થાય છે ત્યારે હું શિવ સ્વરૂપ થવ. દા.ત કોઈ બીમાર માણસ છે તો કઈ રીતે હું મદદ કરી શકું ? કઈ રીતે હું કલ્યાણ કરી શકું ? તેમજ ભૂખ્યું બાળક હોય તો તેને બિસ્કીટનું પેકેટ અથવા તો તેની ભૂખ સંતોષાય તેવું કંઇક તેમને ખાવાનું આપી દ્યો.
કોઈ માણસ ઠંડીમાં ઠુંઠવાતો હોય તો તેને સ્વેટર અથવા તો ઓઢવાનું કંઇક આપી દ્યો. કોઈ કૂતરૂ હોય તો તેને રોટલો આપી દ્યો તેમજ કોઈ ગાય હોય તો તેને રોટલી ખવડાવી દ્યો, પક્ષીઓને મુઠી ભરીને ચણ નાખી દ્યો.
તમે 24 કલાક માંથી ફક્ત 2 થી 5 મિનીટનો સમય બીજાના કલ્યાણ માટે વાપરવાથી કુદરત ખુબજ રાજી થાય છે. કુદરત કહે છે કે તું બીજાનું કલ્યાણ કરીશ ને તો તારું હજાર ગણું કલ્યાણ થઇ જશે. તુ બીજાને સુખ આપીશ તો 1000 ગણું સુખ અમારે તને પાછુ દેવું પડશે, તું જો બીજાને દુઃખ આપીશ તો 1000 ગણું દુઃખ તને આપવું પડશે આ કાનુનથી અમે બંધાયેલા છીએ. કુદરતના કાનુનનો નિયમ બધાને લાગુ પડે છે.
અમુક માણસ દુઃખી થતા હોય છે ત્યારે તે કહેતા હોય છે કે અમે ક્યારેય કોઈનું ખોટું કે ખરાબ નથી કર્યું તો આ દુઃખ શા માટે આવતું હોય છે ? ત્યારે કુદરત કહે છે કે અમે બધાને બીજ વાવવાની સ્વતંત્રતા આપીએ છીએ પછી તેમના ઉપર આધાર રાખે છે કે આ બીજ કેવું વાવવું તે.
પછી તમે બાવળિયાનું બીજ રોપીને કેરીઓની આશા રાખો તો તે સાવ નકામું છે આ વસ્તુ કુદરત કહે છે કે આમારા કાનુન વિરુદ્ધ છે આમારા સિદ્ધાંત વિરુદ્ધ છે. જો તમારે કેરીઓ ખાવી હોય તો ગોટલી રોપવી પડે છે.
શંકર ભગવાનના શિવાલયની અંદર ભગવદ ગીતાના 13 માં આધ્યાયમાં કહેલુ પ્રકૃતિ અને આત્માનું વિજ્ઞાન છે. પ્રકૃતિના બંધનમાં આત્મા બંધાયેલો છે અનંત કાળ સુધી તેમનો નાશ થતો નથી. તેમજ શિવલિંગ એટલે આત્મા છે તે અનંતકાળથી બંધાયેલો છે.
આપણે ભગવાન શિવના દર્શન કરતા સમયે માંગવાનું છે કે હે ભગવાન અનંત કાળથી હું આ પ્રકૃતિના બંધનમાં બંધાયેલો છુ મને જ્ઞાન ભેગું થાય કોઈ જ્ઞાનનો સંજોગ ભેગો થાય, મને કોઈ જ્ઞાની પુરૂષ ભેગો થાય, કોઈ સદગુરૂ ભેગો થાય, મને આ પ્રકૃતિના બંધનમાંથી છુટી અને શાશ્વત સનાતન સુખને મેળવવાનો રસ્તો બતાવે એવો સંજોગ મને ભેગો થાય આવું આપણે ભગવાન શિવજી પાસે માંગવાનું છે ને હાથ જોડીને.
તમારે શિવજી પાસે કોઈં ગાડી, બંગલા, રૂપિયાના ઢગલા, માલ, મિલકત નથી માંગવાની કારણ કે તે મળે પણ નહિ. ભગવાન શિવ તો સ્મશાનમાં રહેવા વાળા ભોળાનાથ છે અને દેવોનો દેવ મહાદેવ છે એટલે તેમની પાસે હંમેશા પ્રભુ ભજન કરવાની શક્તિ જ માંગવાની.
તમે શિવજીના દર્શન કરવા માટે જાવ છો અને કાચબાના દર્શન કરશો તો તે સાવ નકામું થશે એટલે કાચબા અને શિવજીનો પોઠીયો એટલે કે નંદીના પણ દર્શન કરજો.
આમ, અમે તમને આ લેખમાં મહાશિવરાત્રીના દિવસે શિવાલયે જાવ તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.