ઘણા લોકોને આ વાત સાંભળીને ખાસ નવાઈ લાગશે કે બ્રશ કર્યા વગર પાણી પીવાથી ખરેખર ફાયદો થાય છે ખરો ? તેના જવાબમાં હા આવશે. બ્રશ કર્યા વગર પાણી પીવાથી જે ફાયદાઓ થાય છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.
મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે બ્રશ કર્યા વગર પાણી પીવું જોઈએ નહી તથા તેમને આ રીતે પાણી પીવાથી સુગ પણ ચડતું હોય છે. આજે અમે તમને બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે માહિતી આપી દેવાના છીએ.
હેલ્થ વિશે તો ન્યુટ્રીશન નિષ્ણાંત એવું જણાવે છે કે એક તંદુરસ્ત વ્યક્તિએ આખા દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ તો મિનીમમ પાણી પીવું જ જોઈએ. જેનાથી શરીર હાઈદ્રેડ રહે છે અને ગરમીમાં આમ કરવું વધુ જરૂરી છે.
આ જ કારણ છે કે જયારે તમે સવારે ઉઠો છો ત્યારે વધુ પ્રમાણમાં તરસ લાગે છે તો તરત આપણને એવો ખ્યાલ આવે છે કે હજી તો આપણે બ્રશ પણ કર્યું નથી પરંતુ બ્રશ કર્યા વગર પાણી પીવાથી ઘણાબધા ફાયદાઓ થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો દરરોજ ખાલી પેટે અને બ્રશ કર્યા વગર પાણી પીવાની સલાહ આપે છે. આ રીતે પાણી પીવાથી સૌથી મોટો ફાયદો તો એ થાય છે કે શરીરમાં જેટલા પણ ઝેરી પદાર્થો હોય છે તે બહુ સરળતાથી બહાર નીકળી જાય છે. સાથે સાથે પેટને સબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસીડીટી, આવતા ખાટા ઓડકાર અને કબજિયાતથી પણ મુક્તિ મળે છે.
તમારા શરીરમાં સ્વસ્થ્યની સમસ્યાઓ દુર કરશે તેમજ ત્વચાને લગતી જો કોઈ સમસ્યાઓ હશે તો તેને પણ દુર કરે છે. તમને ત્વચાને સબંધિત કોઈ સમસ્યા હોય જેમ કે ખીલ, ડાર્કનેસ અને ત્વચાની ડલનેસને પણ આ રીતે પાણી પીવાથી દુર કરી શકાય છે.
જો તમે નિયમિત સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીશો તો તમારી ત્વચા ચમકદાર બને છે. જો કે ઘણા લોકો એવા હોય છે જેમને સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું ગમતું હોતું નથી પરંતુ આજે તમને એ જણાવી દઈશું કે ખાલી પેટે પાણી પીવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે માહિતી આપી દઈએ.
હેલ્ધી ડાઈઝેશન : જો તમે દરરોજ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાનું રાખશો તો તમારું પાચનતંત્ર સારું અને મજબુત બને છે પરિણામે તમે જે ખોરાક ખાધો છે તે સરળતાથી પચી જાય છે. તેમજ આ રીતે પાણી પીશો તો તમારા મોઢામાં બેક્ટેરિયા જમા થતા નથી.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : જો તમે સવારે ખાલી પેટ અને તેમાં પણ બ્રશ કર્યા વિના પાણી પીવામાં આવે તો તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ સારો એવો વધારો થાય છે. જેમને વારંવાર શરદી, ઉધરસ થઇ જતી હોય તેમજ તેને આ રીતે પાણી પીવાથી ફાયદો થાય છે.
વાળ મજબુત બને છે : જો તમને વાળને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા હશે તો તેને ઠીક કરવા માટે બ્રશ કર્યા વગર પાણી પીવાનું રાખશો એટલે તેમાં શાઈન આવશે તેમજ તમારા માથાના વાળ થઇ જશે કાળા, શાઈની, ચીલકી અને લાંબા.
ત્વચા ને ફાયદો કરે છે : જો તમે દરરોજ સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીશો તો ત્વચાને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા રહેશે નહિ અને ચહેરા ઉપર ગ્લો આવે છે. અત્યારે તમે જોતા હોવ છો કે ત્વચાને લગતી સમસ્યાથી મોટા ભાગના લોકો હેરાન અને પરેશાન થતા હોય છે માટે બને તો સવારે ભૂખ્યા પેટે પાણી પીવાનું રાખવું જોઈએ.
બ્લડપ્રેશર કંટ્રોલમાં કરે છે : જો તમે હાઈબ્લડ પ્રેશરથી જેવી સમસ્યા સામે જજુમી રહ્યા છો અને તેને કંટ્રોલમાં કરવા માંગો છો ઓ આજે આ ઉપાયનું અવશ્ય પાલન કરવું જોઈએ. તમારે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી ભૂખ્યા પેટે પીઈ જવાનું છે. જેનાથી ખુબજ ફાયદો થશે.
ડાયાબીટીશને દુર કરવામાં મદદ રૂપ થાય છે : જો તમને હાઈ ડાયાબીટીશ જેવી લાઈફ સ્ટાઈલ સંબંધિત સમસ્યા હોય તો તેનો કઈ રીતે ઈલાજ કરવો ? તેના જવાબમાં તમારે દરરોજ એક ગ્લાસ ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીઈ જવાનું છે. એટલે મોટા ભાગની સમસ્યા થઇ જશે સાવ દુર.
આ સિવાય પણ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કબજિયાત, એસીડીટી, અને બીજી પણ નાની-મોટી ઘણી સમસ્યાઓનો અંત આવે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવાથી શું શું ફાયદો થાય છે ? તેના વિશે જરૂરી એવી તમને માહિતી આપી.