અમે તમને આજે જેના વિશે માહિતી આપવાના છીએ તેના વિશે વાત કરીએ તો તમે લવિંગનું નામ તો સાંભળ્યું જ હોય છે લવિંગનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે લવિંગ અનેક નાની મોટી બીમારીઓને દુર કરે છે.
તમને કદાસ ખબર નહિ હોય કે આપણા મસાલામાં અનેક એવા મસાલાઓ હાજર હોય છે જેમાં ચમત્કારિક ઔષધીય ગુણો ધરાવે છે. તેમાંથી એક એવી સરસ મજાની ઔષધી એટલે કે લવિંગ વિશે મારે તમને વાત કરવી છે.
લવિંગમાં અનેક પ્રકારના પોષકતત્વો હાજર રહેલા હોય છે જેમ કે વિટામીન, ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગેનીઝ, કાર્બોહાઈડ્રેટ અને એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે લવિંગ અનેક પ્રકારની બીમારીઓમાંથી રાહત આપે છે.
એક ખબર પ્રમાણે જો સવારમાં ભૂખ્યા પેટે લવિંગનું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ સંબંધિત કોઇપણ સમસ્યાને દુર કરે છે. જો તમારું પેટ સારી રીતે સાફ ન થતું હોય તો લવિંગનો થોડોક ઉપયોગ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.
લીવર : લીવર આપણા શરીરનો એક મુખ્ય ભાગ છે કારણ કે લીવર જ છે જે શરીરના ખરાબ તત્વોને બહાર કાઢે છે સાથે સાથે બીજી પણ અનેક ઘણી રીતે તે મદદ રૂપ થાય છે. જો તમે નિયમિત રૂપે લવિંગનું સેવન કરો છો તો આ તમારા લીવરને સ્વસ્થ રાખે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : શરીરને અનેક બીમારીઓથી બચવા માટે માણસની રોગપ્રતિકારક શક્તિ મજબુત હોવી જરૂરી છે લવિગમાં વિટામીન સી સારા એવા પ્રમાણમાં હોવાથી તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. સવારમાં ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી સફેદ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે અને આપણા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિને પણ મદદરૂપ કરે છે જેથી વાઈરલ બીમારીથી આપણે બચી શકીએ.
દાંતનો દુખાવો અને માથાનો દુખાવો દુર કરે છે : જો તમને દાંતને લગતો કોઇપણ પ્રકારની દુખાવો હોય તો તમારે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં એનાલ્જેસિક ગુણ હોય છે જે દાંતના દુખાવાથી તરત તમને રાહત આપે છે. એટલું જ નહિ આં ઉપરાંત પણ જો તમને માથાનો દુખાવો થતો હોય તો તમારે માત્રને માત્ર લવિંગના તેલને સુંઘી લેવાથી દુખાવામાં રાહત થાય છે. જો તમને પેઢામાં ઇન્ફેકશન થયું હોય તો તેનાથી પણ માઉથવોશ કરી શકો છો.
મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરે છે : લવિંગ માત્ર દાંતના દુખાવાથી જ છુટકારો નથી અપાવતું પરંતુ મોઢામાંથી જો દુર્ગંધ આવતી હોય તો તેને પણ દુર કરવામાં મદદરૂપ થાય છે. તમે જોયું હશે કે મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટે ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ જો તમે કુદરતી રીતે આ દુર્ગંધને દુર કરવા માંગતા હોવ તો લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગની અંદર એન્ટીબેક્ટેરિય ગુણ ઉપલબ્ધ હોય છે જો તમે સવારમાં ખાલી પેટે લવિંગ ચાવશો તો તેનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા સાવ નાશ પામે છે મોઢું એકદમ ફ્રેશ કરે છે.
હાડકાં મજબુત કરે છે : લવિંગના સ્વાસ્થ્યવર્ધક ફાયદાની ઘણી યાદી આમ જોઈએ તો લાંબી છે. આ આપણા માટે ખુબજ ફાયદાકારક પણ છે. જો તમારા હાડકા કમજોર હોય તો તમારે સવારમાં ઉઠીને બે લવિંગ ચાવી લેવા જોઈએ જેનાથી હાડકા મજબુત થાય છે લવિંગમાં મેગેનીઝનું પ્રમાણ ખુબ જ સારું હોવાથી હાડકાને મજબુત કરે છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી માત્ર ને માત્ર બે લવિંગ ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.