અમે તમને આજે ટ્રાફિક નિયમને લગતા અમુક નિયમો આવ્યા છે તેના વિશે માહિતી આપવા માંગીએ છીએ. તમે જો નવા આવેલા ટ્રાફિકના નિયમોનું ભંગ કરશો તો ઈ-મેમો ભરવા અંતે તૈયાર રહેજો. તેમજ રીક્ષા અને કાર માટે પણ અમુક ખાસ એવા નિયમો આવ્યા છે તેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે તો બીજીબાજુ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તેના માટે પોલીસ પણ ઘણા પ્રયાસો કરી રહી છે. માટે અમદાવાદમાં વાહનચાલકોને લઈને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે.
હવે ટ્રાફિકના 16 નિયમો નક્કી કરવામાં આવેલા છે તેનું જો પાલન કરવામાં નહિ આવે તો તમારા ઘરે ઈ-મેમો આવી શકે છે તે ભરવા માટે તૈયાર રહેજો. આ 16 અલગ અલગ ક્યાં ક્યાં નિયમો છે ? તેની સંપૂર્ણ માહિતી તમને આપી દઈશું.
શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. તમે જાણો જ છો કે પહેલા કેવું હતું કે જે માત્ર ૩ જ ટ્રાફિકના નિયમો જે તોડતા તેને ઈ-મેમો આવતા હતા.
ફોર વ્હીલરમાં કાળા કાચ હશે તો આવશે ઈ-મેમો : અમદાવાદમાં રીક્ષામાં નિયમ કરતા જો વધારે પેસેન્જર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુ તમને માહિતી આપી દઈએ તો ડ્રાઈવર સીટ ઉપર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરીડોરમાં જો તમે વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે.
જો તમે તમારી ફોર વ્હીલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઇલ વાત કરતા હશો તો પણ ઈ-મેમો આવશે. વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવેલી હશે તો પણ ઈ-મેમો આવશે.
જો તમારા ટુ વ્હીલર ઉપર બે કરતા વધારે વ્યક્તિઓ બેઠેલા હશે તો ઈ-મેમો આવશે, જો તમે ટ્રાફિક સિગ્નલને તોડ્યો હશે તો પણ ઈ-મેમો આવશે. તમે તમારું વાહન આડેધડ પાર્કિંગ કર્યું હશે તો પણ ઈ-મેમો આવશે. તમે ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ પહેર્યું નહિ હોય તો ઈ-મેમો આવશે. તમે જો હેલમેટ પહેર્યું નહિ હોય તો ઈ-મેમો આવશે, તમે સ્પીડમાં વાહન ચલાવતા હશો, રોંગ સાઈડમાં વાહન ચલાવતા હશો, સ્ટોપ લાઈનનું ઓવર સ્ટેપીંગ, ફેન્સી નંબર પ્લેટ લગાવી હોય વગેરે જેવા નિયમો બહાર પાડ્યા છે આમાંથી કોઇપણ નિયમનું પાલન ન કર્યું અને તેનું ઉલંઘન કરશે તો તેને ઈ-મેમો ભરવા માટે તૈયાર રહેવું પડશે.
આડેધડ જે લોકો પોતાનું વાહન પાર્ક કરશે તેને ભરવો પડશે ઈ-મેમો : તમને જણાવી દઈએ કે વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ તેમને ઈ-મેમો ભરવો પડશે. જો 2 કરતા વધારે લોકો ટુ વ્હીલર ઉપર સવાર હશે તો પણ તેમને દંડ ભરવો પડશે.
ફક્ત એક જ દિવસમાં 700 લાયસન્સ રદ : મહત્વનું છે કે અમદાવાદમાં પુરઝડપે ચલાવતા લોકોની હવે ખેર નથી. કારણ કે અકસ્માત કરીને જે નિર્દોષ લોકોના મોત નીપજાવનારા સામે અમદાવાદ RTOએ લાલ આંખ કરી છે. એક જ દિવસમાં 700 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરી દીધા છે.
હજુ 150 વાહન ચાલકો સામે લટકતી તલવાર હોવાનું RTO ઓફીસના અધિકારી તરફથી જાણવા મળ્યું છે. લાઇસન્સ રદ કર્યા પછી પણ કોઇપણ વાહન ચાલક ડ્રાઈવિંગ કરતો ઝડપાશે તો તેની સામે RTO કાયદેસરની કાર્યવાહી કરશે.
જે-તે વાહન ચાલકે ઈ-મેમો ન ભર્યો તેના લાઇસન્સ રદ થઇ શકે છે : મહત્વનું છે કે, જે લોકોએ વારંવાર ટ્રાફિકના નિયમોનું પાલન કરેલુ નથી તેવા લોકોએ ખાસ ચેતી જવાની જરૂર છે. અમદાવાદ પોલીસે આવા વાહનચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરુ કયું છે.
પોલીસના એક અંદાજ મુજબ જે વાહનચાલક 20 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા પકડાયા છે અને અનેક વખત ઈ-મેમો મોકલાવ્યા બાદ પણ તેમણે દંડ ભર્યો નથી. અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી છે અને તેને RTO ઓફીસમાં મોકલાવી છે.
પોલીસના એક અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111 થી વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. આવા વાહનચાલકો વિરુદ્ધ RTO લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.
અમદાવાદ RTO એ કરી કાર્યવાહી : ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રની પોલીસ દ્વારા અમદાવાદ વાહન ચાલકોની ફરિયાદ RTO ને મળી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી અમદાવાદ RTO RS દેસાઈએ કાર્યવાહી કરી છે. નજીકના દિવસોમાં અમદાવાદના રસ્તા ઉપર પણ રદ ડ્રાઈવિંગ કરનારા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરશે.
RTO અને પોલીસ દ્વારા નિયમનું પાલન નહિ કરનારા વાહન ચાલકો પર તવાઈ શરુ કરી છે. નિયમનું પાલન નહિ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ હવે કાયદાનું ભાન કરાવવા વહુ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આમ, અમે તમને નવા નીકળેલા ટ્રાફિક નિયમના નવા કાયદાઓ જે બહાર પાડ્યા છે તેનું ઉલંઘન કરનાર સામે કેવો કેવો દંડ ભરવો પડશે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી. નવા નીકળેલા ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કર્યા.