અમે આજે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તે જાણીને તમને પણ કદાસ નવાઈ લાગશે કે ખરેખર આવું હોય ખરું ? આપણે ઘણીબધી કહેવતમાં સાંભળ્યું હશે કે ઘેટાં બકરાના ટોળા હોય છે પરંતુ સિંહના ટોળા હોતા નથી. સિંહ તો જંગલનો રાજા કહેવાય એતો એકલો જ હોય છે. આજે અમારે તમને જેના વિશે વાત કરવાની છે તે હકીકત અને નજરે જોયેલા એક દ્રશ્યની વાત કરવી છે. અમરેલી જીલ્લાના રામપરા ગામમાં એકસાથે 8 સિંહ આંટા મારતા જોવા મળ્યા હતા. આ બધા જ સાવજોને જોઈએ વાહનોના પૈડા થંભી ગયા હતા એટલે થોડી વાર તો કોઇપણ વાહનો આરપાર પસાર થયા ન હતા.
હવે દિવસેને દિવસે સિંહોની સંખ્યામાં વધારો થતો જાય છે તેવામાં અમરેલી જીલ્લાના રામપરા ગામમાં ખુલ્લાઆમ સિહોના ટોળેટોળા આ જીલ્લાના ઘણા ગામોમાં લટાર મારવા માટે આવી ચઢતા હોય છે અને શિકાર કરતા હોય છે.
ગામ જનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે : આ સિહોનો વીડિઓ જોયા બાદ તેમજ અમુક ગામ જનોએ નરી આંખે આ રીતે સિહોના ટોળા જોઈને તેમને ભયનો માહોલ છવાઈ ગયો છે. આ જીલ્લાના અમુક ગામોમાં સિહો છલાંગ મારીને અમુક દીવાલો ઉપર ચઢતા જોવા મળ્યા હોય છે.
અહિયાં આજુબાજુ સિહોના વસવાટને કારણે અવારનવાર શિકાર અને પાણીની શોધમાં આવી ચઢતા હોય છે. જેથી કરીને ગામજનોમાં વન વિભાગને લઇને નારાજગી ઉભી થઇ રહી છે.
આ ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત કરી : આ રામપરા ગામના સરપંચ છનાભાઇ વાઘ દ્વારા લેખિતમાં વન વિબાગ અને સાંસદ સુધી છેક રજૂઆત કરી હતી આ રીતે છુટ્ટા સિહો ગામમાં આવીને ગામના કિંમતી પશુના શિકાર કરે છે એટલા માટે જે તે શિકાર કરેલા પશુના માલિકને યોગ્ય વળતર આપવા પણ રજૂઆત કરી છે.
તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે વન વિભાગ પેટ્રોલિંગ રાખીને સિહોને રામપરા ગામના રહેણાંક વિસ્તારથી દુર ખસેડે કારણ કે ગામના લોકો ડરી રહ્યા છે. આમ તેમના જીવનું પણ જોખમ છે તેવું તેમણે જણાવ્યું હતું.
આ મહિના પહેલા અહિયા ૩ સિંહો આવ્યા હતા : અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચઢતા હોવાથી આ ગામના લોકો ખુબજ ડરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે એક મહિના પહેલા પણ આ જ સ્થળ ઉપર ૩ સિંહો એકસાથે આવેલા જોવા મળ્યા હતા.
તેમજ આ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આ સિહોના દ્રશ્ય જોવા મળ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ગઈકાલની રાત્રીએ અહી એકસાથે 8 સિંહો જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઇને આ ગામના લોકો ખુબજ ભયભીત થઇ રહ્યા છે.
આ અગાઉ થોડાક દિવસો પહેલા રાજુલાના ભેરાઈ ગામમાં અડધી રાતે 5 સિંહો જોવા મળ્યા હતા અને તેમને એક આખલા ઉપર તરાપ મારી હતી અને જોરદાર ત્રાડ પણ નાખી હતી. આ ત્રાડનો અવાજ સાંભળીને દેવદાસ નામના ખેડૂત જાગી ગયા હતા.
તેઓ ઘરની છત પર ચડી ગયા અને હાંકલા-પડકાર અને બુમો પાડી રહ્યા હતા. જેથી શિકાર કરવા આવેલા સિંહોએ પોતાનો અધુરો શિકાર મુકીને પરત ફરી ગયા હતા.
આમ, અમરેલી જીલ્લાના રામપરા ગામમાં જોવા મળેલા સિંહોના ટોળા જોઈને ગામના લોકો ખુબજ ભયભીત થઇ રહ્યા છે તેના વિશે માહિતી આપી.