અમે આજે તમને આ લેખના માધ્યમથી જો તમને B12 ની ખામી હશે તો તેને ઠીક કરવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી તેમાં રાહત થાય છે ? તેના વિશે સંપૂર્ણ માહિતી તમને પ્રદાન કરીશું.
આજે અમે તમને B12ની ખામીને લીધે કેવા કેવા પોબ્લેમ થાય છે ? તેમજ વિટામીન B12 શેમાંથી ભરપુર પ્રમાણમાં મળે છે ? વગેરે વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું. તમને કદાસ ખબર નહિ હોય કે આપણા શરીરને દરરોજના 200 માઈક્રોગ્રામ વિટામીનની જરૂર પડતી હોય છે. જો તમેં તેનાથી પણ વધારે પ્રમાણમાં વિટામીન B12 લેશો તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
એલોપેથી ડોકટરો વિટામીન B12ની ખામી માટે ઇન્જેકશનો આપતા હોય છે તેમને ટેબ્લેટ અને ઇન્જેક્શનથી કાયમી માટે વિટામીન B12 મટી જતું હોતું નથી. ફક્ત તેમાં રાહત થાય છે. જ્યાં સુધી તમે ઇન્જેક્શન લીધા હોય ત્યાં સુધી તમને સારું રહે છે. ત્યારબાદ પાછા હતા તેવા પ્રોબ્લેમ શરુ થઇ જાય છે. આપડે તો કાયમી માટે સોલ્યુશન કરવું છે.
વિટામીન B12 નું કાયમી માટે સોલ્યુશન કરવા માટે તો ઘણા લોકોને એવી માન્યતાઓ હોય છે કે અમે તો માંસાહારી છીએ અમારે તો વિટામીન B12 ની ખામી નો હોય. આ વાત સાવ ખોટી છે સૌથી વધારે પ્રમાણમાં વિટામીન B12 શાકાહારી પદાર્થોમાંથી મળતા હોય છે.
જેમાંથી વિટામીન B12 ભરપુર માત્રામાં મળી રહે છે તેવા મુખ્ય 5 સ્ત્રોત તમને આજે બતાવવાના છે.
દૂધ : સૌથી વધુ વિટામીન B12 દૂધમાંથી મળે છે, જે લોકોને વધુ પડતો વજન હોય તે લોકોએ હંમેશા મલાઈ કાઢીને દૂધનું સેવન કરવું. દૂધમાંથી વિટામીન B12 આપણને મળે છે. જો તમને ગાયનું દૂધ મળે તો ભેંશના દૂધ કરતા ગાયના દૂધમાં B12 વધારે હોય છે. એટલા માટે ગાયનું દૂધ મળે તો સૌથી વધુ સોનામાં સુગંધ ભળી જાય છે.
ફણગાવેલા કઠોળ : ફણગાવેલા કઠોળમાં તમે મગ, મઠ અને ચણા ખાવાથી સારા એવા પ્રમાણમાં વિટામીન B12 મળેવી શકો છો. ફણગાવેલા કઠોળમાં સૌથી વધારે મગનું સેવન કરવું જોઈએ. આપણા ઘરે ઘરડાં લોકો પણ પહેલા કઠોળને પાણીમાં પલાળી રાખતા અને તેનું સેવન કરતા. જો તમારે B12 નો પુરેપુરો ફાયદો લેવો હોય તો તમારે હંમેશા કાચા મગનું સેવન કરવું.
તમે સૌથી પહેલા તો મગને પાણીમાં પલાળી રાખીને એક પોટલીમાં બાંધી દ્યો અને તેમાંથી જે નાના ફણગા નીકળે છે તે જ કાચા મગ છે.
તમે કાચા મગને એક નાની વાટકીમાં લઇ લો તેમાં સિંધવ મીઠું નાખો, ચાટ મસાલો નાખો, જીરું પાઉડર નાખો કાચા તેને બરાબર ચાવી ચાવીને ખાઈ જાવ એટલે ભરપુર માત્રામાં તમને વિટામીન B12 મળશે. જો તમે તેને ગરમ કરશો એટલે 50 ટકા વિટામીન B12 પૂરું થઇ જશે તમે તેમાં તેલના બે થી ત્રણ ટીપાં ઉપરથી નાખી શકો છો. પ્રોટીનને પચાવવા માટે ચરબીની જરૂર હોય છે એટલા માટે હંમેશા તમારે કઠોળને તેલના વઘારથી વઘારીને જ તેનો ઉપયોગ કરવાથી ફાયદો કરે છે.
સોયામિલ્ક : સોયામિલ્કનો ઉપયોગ પણ જે લોકોને વિટામીન B12ની ખામી હોય છે તે લોકો કરી શકે છે. સોયામિલ્કને સોયાબીનમાંથી બનાવવામાં આવે છે અથવા તો તમને બજારમાંથી પણ સોયામિલ્સ તૈયાર મળે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. તમે ઘરે બીજી પણ સોયાબીનની અમુક વસ્તુઓ બનાવતા હોવ તો તે લેજો તેમાં પણ ભરપુર પ્રમાણમાં વિટામીન B12 મળી રહે છે.
આથાવાળા ખોરાક : ગુજરાતી બધા જ લોકોને ખબર હશે કે આથાવાળા ખોરાક કોને કોને કહેવામાં આવે છે ? તે આપણે અમુક ભાઈ બંધને ત્યાં પાર્ટીમાં જતા હોઈએ ત્યારે ઘણી જગ્યાએ આથાવાળા ખોરાક જોવા મળતા હોય છે જેમ કે ઢોકળાં, ઈડલી, ખમણ, ઇદડાં વગેરે. આ આથામાં એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થતી હોય છે તે B12નો જોરદારમાં જોરદાર સ્ત્રોત છે. તેમાં યીસ્ટ પણ નાખતા હોઈ છે. એટલે આથાવાળા ખોરાક હંમેશા વધુમાં વધુ ખાવાનું રાખો.
બ્રાઉન ચોખા : કુદરતે વિટામીન B12 ખુબજ વધુમાં વધુ બ્રાઉન રંગના ચોખામાં ભરેલા છે. હવે તમે જાણો છો કે આ જમાનામાં મોટાભાગે લોકો પોલીશ કરેલા ચોખાનો ઉપયોગ કરે છે. લોકોને એકદમ સફેદ ચોખા જોઈએ છે પુલાવ ખાવો છે પણ એકદમ સફેદ. આ સફેદ ચોખાએ આપણું સત્યાનાશ વાળી નાખ્યું છે.
આપડે જ આપડા પગ ઉપર કુહાડો માર્યો છે. તમને માહિતી આપી દઈએ કે ચોખાની ઉપર જે બ્રાઉન રંગનું પડ છે ને તે B12નો અખૂટ ભંડાર છે. હવે તો બ્રાઉન રંગના ચોખા મોલમાં અને બીજે ઘણી કરીયાણાની દુકાને મળી રહે છે. તે લઈને એક વાટકી જેટલા ચોખાની ખીચડી બનાવીને તેનો ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ મળશે. આ બનાવેલી ખીચડીને મોળા દહીં સાથે ખાવાની છે તમારે એકથી બે ચમસી મોળું દહીં નાખવાનું છે. તમને કદાસ ખબર નહિ હોય તો જણાવી દઈએ કે દહીંમાં લેકટોબેસીલસ નામના બેકટેરીયા હોય છે. આ લેકટોબેસીલસ આપણા નાના આંતરડાંમાં હોય છે તે B12ને પચાવવાનું કામ કરે છે. આપણે તે બ્રાઉન રંગના ચોખાની ખીચડી બનાવીએ છીએ તેની અંદર એકથી બે ચમસી દહીં નાખો અને પછી તેને ખાશો તો તે દૂધ હશે કે દહીં હશે તેને સારી રીતે પચાવી દેશે.
તમે ગમે તેટલી B12 ની ગોળી લેશો કે B12 ના ઇન્જેક્શન લેશો તેમજ B12 નો ગમે તેટલો સારામાં સારો ખોરાક લેશો પણ તમારી હોજરી અથવા તો તમારા આંતરડા તેને પચાવી નહિ શકે તો તમે જે ખાધેલો B12 નો ખોરાક છે તે એવોને એવો બહાર નીકળી જાય છે. B12 કેટલું ખાવ છો તે મહત્વનું નથી પરંતુ ખાધેલુ B12 કેટલું પચે તે મહત્વનું છે.
ઘણા લોકો તો કહે છે કે અમે તો આવા ખોરાક દરરોજ લઈએ છીએ છતાં પણ B12 એટલુંને એટલું જ આવે છે. પરંતુ તેની સાથે સાથે તમે તમારી ડાયજેશન સીસ્ટમને ચેક કરો કે તે પાવરફૂલ છે કે નહિ.
જયારે તમારે વિટામીન B12ની ખામી હોય ત્યારે તમે જે B12 વાળો ખોરાક લો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારી હોજરી અડધી જ ભરજો આખી હોજરી ક્યારેય પણ નહિ ભરતા તેને થોડી ખાલી રાખજો તો જ તમે ખાધેલો ખોરાક બહુ સરળતાથી પચી શકશે.
તમારે થોડો થોડો ખોરાક દિવસમાં ભલે ને ૩ થી 4 વખત લેવો પડે પરંતુ પેટ ભરીને ક્યારેય પણ ખાવું જોઈએ નહિ. વધુ પડતું ખાવાનું સાવ છોડી દેજો નહીતર તમારી B12ની ખામી ક્યારેય પણ દુર નહિ થાય.
આમ, અમે તમને વિટામીન B12ની ખામી ક્યાં ક્યાં મુખ્ય સ્ત્રોતમાંથી પૂરી કરી શકાય ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.