અમે આજે તમને એક સરસ મજાની વાત કરવા માંગીએ છીએ જેના વિશે તમે માહિતી મેળવી લેશો એટલે ભયંકર રોગો સામે બચી શકશો તેની ગેરંટી છે. આપણા શરીરમાં કોઇપણ રોગ આવતા પહેલા આપણી જીભ આપી દે છે આવા સંકેતો જાણો તેના વિશે માહિતી.
આપણને ખબર છે કે વર્ષોથી ડોકટરો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે અને આજે પણ ઘણા ડોકટરો આ પદ્ધતિનો ઉપયોગ કરે જ છે હવે તો ખાસ કરીને મોટા મોટા શહેરોમાં નવી નવી ટેકનોલોજી આવી નવા નવા સાધનો આવ્યા એટલે શહેરોમાં આ પદ્ધતિનો બહુ ઓછો ઉપયોગ થતો હોય છે પરંતુ ગામડામાં તો ડોકટરો આ પદ્ધતિનો હાલમાં પણ ઉપયોગ કરે છે.
તમારે કોઇપણ રોગનું નિદાન કરવું હોય તો ડોકટર આપણને જીભ કઢાવે છે અને જીભ કાઢીને આપણી જીભની તપાસ કરે છે જીભને જોઈને ડોકટરો કયો રોગ છે ? અને ભવિષ્યમાં કયો રોગ થવાનો છે ? તે નક્કી કરે છે એટલે કહેવાય છે કે જીભ એ આપણા શરીરનો જ એક હિસ્સો છે અને એમાં પણ પેટનો પણ એક તે હિસ્સો જ છે. તો આપણે તેના વિશે આજે વાત કરવી છે.
જીભનો સફેદ રંગ શું સૂચવે છે ? આપણે જયારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણી જીભનો રંગ સફેદ હોય છે કારણ કે આપણે ઉલ ઉતારી હોતી નથી. જો તમે ઉલ ઉતારી લીધા પછી પણ તમારી જીભનો રંગ સફેદ રહેતો હોય તો સમજી લેવાનું કે ભવિષ્યમાં પણ તમને કોઈ ગંભીર બીમારી આવી શકે છે.
જીભનો રંગ એકદમ લાલ શું સૂચવે છે ?જો તમારી જીભનો રંગ એકદમ લાલ રંગનો હોય તો તમારે સમજવું જોઈએ તેના વિશે વાત કરી લઈએ કે તમને કોઈ ફંગલ ઇન્ફેકશન અથવા તો તમને બેક્ટેરીયલ ઇન્ફેકશન થયેલું છે એટલે કે તમારા શરીરમાં કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન છે તે લાલ રંગની જીભ સાબિત કરે છે.
પીળા રંગની જીભ શું સૂચવે છે ? જો તમારી જીભ પીળા રંગની હોય તો તમારે શું સમજવું ? તેની માહિતી આપી દઈએ જયારે આપણા શરીરમાં લીવરને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા હોય જેમ કે આપણું લીવર ડેમેજ હોય તેમજ આપણી પાચનશક્તિ નબળી પડે, તેમજ જયારે પિત્તનું પ્રમાણ વધી જાય છે, તેમજ આપણને જયારે કમળો થયો હોય ત્યારે પણ આપણી જીભ પીળી પડી જતી હોય છે. ટૂંકમાં લીવરને લગતું કોઈપણ પ્રકારનું ડીસીજ હોય ત્યારે આપણી જીભ પીળી પડે છે. આ સિવાય જયારે આપણા શરીરમાં એનીમિયાની ખામી હોય અથવા તો લોહીના ટકા ઓછા હોય ત્યારે પણ આપણી જીભ પીળી પડતી હોય છે.
કાળા રંગની જીભ શું સૂચવે છે ? જયારે આપણી જીભ કાળા રંગની થઇ જાય ત્યારે તે શું સંકેત આપે છે ? તેના વિશે તમને માહિતી આપી દઈએ. તમે તમારી જીભને બરાબર સાફ કરો છતાં પણ તે કાળા રંગની રહેતી હોય તો સમજી લેજો કે ભવિષ્ય તમે કેન્સરના શિકાર બની શકો છો.
એટલા માટે જીભ આમાંથી કોઇપણ સંકેતો આપે એટલે વહેલા સર ચેતી જવું ખુબજ જરૂરી છે. તથા એક કહેવત પ્રમાણે પુર આવે તે પહેલા પાળ બાંધી લેવી ખુબજ જરૂરી છે.
આછો ગુલાબી રંગ સૂચવે છે ? જયારે તમારી જીભનો રંગ આછો ગુલાબી હોય છે ત્યારે તમારે સમજવું કે આપણને કોઇપણ પ્રકારની બીમારી નથી આપણી તબિયત સાવ નોર્મલ અને તંદુરસ્ત છે. તો તમે જાતે જ તમારી જીભ દ્વારા કોઇપણ રોગનું નિદાન કરી શકો છો.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી ક્યાં ક્યાં રંગની જીભ હોય ? અને તે ક્યાં ક્યાં રંગનો સંકેત આપે છે ? તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.