આજે તમને એવો એક સરસ મજાનો ઉપાય બતાવવો છે જેની મદદથી તમને સારામાં સારું પરિણામ મળશે. જો તમે મચ્છર ભગાડવા માટે ઓલ આઉટનો ઉપયોગ કરતા હોવ તે કરી દેજો સાવ બંધ આજે તમને એક સાવ દેશી મચ્છર ભગાડવા માટે ઉપાય બતાવવો છે જેની મદદથી તમે કોઈ મોટો ખર્ચ કર્યા વગર પણ ઘરે બેઠા મચ્છરને ભગાડી શકો છો તે ઉપાય કઈ રીતે કરવો ? વગેરે વિશે માહિતી આપી દઈશું.
આ દેશી ઉપાય કરવાથી ઘણાબધા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ થશે તેમજ તમારા ઘરના ખૂણે ખૂણામાંથી મચ્છર ઉભી પુંછડીએ ભાગવા લાગશે. તમે જાણો જ છો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુમાં મચ્છરો જોવા મળે છે. ખાસ કરીને પહેલા ચોમાસાની ઋતુમાં મચ્છરો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે.
મચ્છર કરડવાથી આપણને ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા અને ગેસ્ટ્રોએન્ટેરીટીસ જેવા ભયંકરમાં ભયંકર રોગો થતા હોય છે. તેથી ઘરમાં મચ્છરો ભગાડવા માટે દેશી ઉપાય કરવો ખુબજ જરૂરી છે.
આપણને બધાને ખબર છે કે મચ્છરથી બચવા માટે આપણે ઘણાબધા ઉપાયો કરીએ છીએ તમે માર્કેટમાંથી ઘણીબધી પ્રોડક્ટ લાવીને પણ મચ્છરથી છુટકારો મેળવી શકો છો. અત્યારે મોટાભાગના લોકો ઘરમાંથી મચ્છરને ભગાડવા માટે માર્કેટમાંથી ઓલઆઉટનો ઉપયોગ કરતા હોય છે. તે ઓલઆઉટને તમે એક સ્વીચમાં નાખીને સ્વીચ શરુ કરો એટલે તેમાંથી ધુમાડો નીકળતો હોય છે અને તે ધુમાડાને લીધે મચ્છરો ઘરમાંથી બહાર ભાગી જતા હોય છે.
તમને જો ખબર નો હોય તો તમને જણાવી દઈએ કે જેટલો આ ધુમાડો મચ્છર ભગાડવા માટે સારો છે તેટલો જ આ ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે નુકશાન કરે છે. તેથી બની શકો તો આપણે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરીને ઘરેલું દેશી ઉપાય અજમાવવો જોઈએ જેથી કરીને આપણા ઘરમાંથી મચ્છરો તો ભાગે સાથે સાથે તે આપણા સ્વસ્થ્યને નુકશાન પહોચાડતું નથી.
તો આજે આપણે કઈ રીતે જો આપણા ઘરમાં દેશી ઉપાય કરીને એવો ધુમાડો કરવામાં આવે કે એ આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી નહિ શકે.
જો તમારે ઘરે જ દેશી ઉપાય કરવો હોય તો સૌથી પહેલા એક કોડિયું લેવાનું, તેમાં લસણની 4 થી 5 કળી વાટેલી નાખવી, કડવા લીમડાના 5 થી 6 પાંદડા નાખવા, તેમાં 1 થી 2 ચમસી સરસીયાનું તેલ નાખવું, તથા 5 થી 6 કપૂરની ગોટી અને રૂ ની જરૂર પડશે.
આ ઉપાય કરવા માટે સૌથી પહેલા દીવો કરવાનું એક કોડિયું લેવાનું છે. ત્યારબાદ લીધેલા રૂને સરસીયાના તેલમાં ડુબાડીને કોડિયામાં મૂકી દેવાનું છે. ત્યારબાદ 5 થી 6 કપૂરની ગોટી અને રૂ ની જરૂર પડશે.
હવે કોડિયામાં તમારે લસણની વાટેલી ૩ થી 4 કળી લેવાની છે અહિયાં તમારે બધી જ વસ્તુઓ કોડિયામાં ઉમેરવાની છે હવે તમારે એક દીવાસળીની મદદથી કોડિયામાં મુકેલા રૂ ને સળગાવવાનું છે. તમે જેવું સળગાવશો એટલે તેમાંથી કુદરતી રીતે ધુમાડો નીકળશે.
હવે તમે આ દીવાને તમારા ઘરના દરેક ખૂણે ફેરવી દ્યો અને તમે ઘરના દરેક ખૂણામાં ધુમાડો કરી દ્યો. તમે આ દીવાને જે જે જગ્યાએ કરશો તે તે જગ્યાએ જેટલા પણ મચ્છરો હશે તે બધા જ મચ્છરો ત્યાંથી ભાગી જશે.
આ ધુમાડો આપણને નુકશાન પહોચાડતો નથી પરંતુ મચ્છરો માટે એક દવા તરીકે કામ કરે છે. જો તમારા ઘરમાં પણ મચ્છરો વધી ગયા હોય તો તમે આ દેશી દીવો કરીને ઘરમાંથી મચ્છરો ભગાડી શકો છો.
આ ઉપાય જયારે પણ તમને એવું લાગે કે હવે આપણા ઘરમાં મચ્છર આવી રહ્યા છે તેવા સમયે આ કુદરતી રીતે ધુમાડો કરશો એટલે બધા જ મચ્છરો સાવ ભાગી જશે.
આમ, અમે તમને આ લેખ દ્વારા દેશી ઉપાય કરીને ઘરમાં આવેલા તમામ મચ્છરોને કઈ રીતે ભગાડી શકાય ? તેના વિશે દેશી ઉપાય તમને બતાવ્યો તે હેલ્થ ને પણ કાંઈ નુકશાન નહિ કરે.