અમે તમને આ લેખ દ્વારા જે માહિતી આપવા માંગીએ છીએ તેના વિશે વાત કરીએ તો તમે આ મુખ્ય ત્રણ વસ્તુ ખાવાનું શરુ કરી દેશો તો એવું કહેવામાં આવે છે કે આખા વર્ષની બધી જ ગંદકી નીકળી જશે સાવ બહાર. કઈ ત્રણ વસ્તુને ખાવાથી શું શું ફાયદો થાય છે ? તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આપી દઈશું.
જો તમે આ ૩ વસ્તુ પેટ ભરીને હોળી પહેલા ખાઈ લેશો તો સારામાં સારો ફાયદો થશે તો તે કઈ ત્રણ વસ્તુ હોળી પહેલા ખાવી જોઈએ તો એક કહેવત છે કે ધાણી, ચણા અને ખજુર ખાઈ પૈસા વાળા અને મજુર.
તમને જણાવી દઈએ કે હોળી આવે ત્યાં સુધી ધાણી, ચણા અને ખજુર પેટ ભરીને ખાજો. તમારે ખાસ ધ્યાન રાખવું કે ધાણી જુવારની જ લેવાની તમે જો મકાઈ ધાણી ખાશો તો પેલી બીજી કહેવત જેવું પણ થશે કે બકરું કાઢતા ઉંટ પેશી જશે.
કારણ કે મકાઈની ધાણી એ કફવર્ધક છે અને આપણે જે શિયાળાની ઋતુમાં ભારે ખોરાકો લીધા હોય છે તેમાંથી જે કાચોઆમ થયો હોય તે કોલેસ્ટ્રોલ કહેવાય છે તે ફેફસામાંથી બહાર ખેંચી ખેચીને બહાર કાઢવાનું કામ જુવાર ધાણી, હળદર અને મીઠા વાળા કરેલા ચણા અને ખજુર આ ત્રણેય વસ્તુ કરે છે.
ખજુર જે છે તે પરમ વાયુનાશક હોવાથી તમને આવતી ઉધરસને પણ મટાડે છે જેને ડાયાબીટીશ હોય તેમને ખજુર 2 કે ૩ પેશી ખાવી બાકી 6 થી 7 પેશી જેમને ડાયાબીટીશ નથી તે ખાઈ શકે છે. બની શકે તો એક ટાઈમ સાંજે તમે જમવાની જગ્યાએ જુવારની ધાણી, પીળા હળદર અને મીઠા વાળા કરેલા ચણા અને ખજુર જ ખાવાનું રાખો. તમે રાત્રે બીજાબધા ખોરાક લેવા કરતા આ એક જ ખોરાક લેશો તો સારામાં સારું પરિણામ મળી જશે.
આ મુખ્ય ત્રણ વસ્તુઓ તમારે હોળી પહેલા જ લેવાની છે આ રીતે સેવન કરશો તો તમારે કોઇપણ પ્રકારની દવા લેવી નહિ પડે અને દવાખાને જવાની પણ જરૂર નહિ પડે. આ ઉપાય અજમાવવાથી તમને કફ હશે તો તે પણ સાવ બહાર નીકળી જશે તેમજ ઉધરસ આવતી હશે તો તે પણ સાવ મટી જશે.
ટૂંકમાં કહીએ તો આખા વર્ષ દરમિયાન શરીરમાં કોઇપણ પ્રકારની ગંદકી જમા થઇ હોય તો ધીમે ધીમે કાઢીને બહાર ફેંકી દેશે.
આમ, અમે તમને આ લેખ દ્વારા હોળી પહેલા આ મુખ્ય ૩ વસ્તુ કે જે જુવારની ધાણી, હળદર વાળા ચણા અને ખજુરનું સેવન કરવાથી કેવા કેવા પ્રકારના ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી માહિતી આપી.