તમે બધા જાણો જ છો કે કોરોના એ આખા દેશમાં નહિ પરંતુ વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. કારણ કે તે એક ભયંકરમાં ભયંકર વાયરસ હતો જે શરીરમાં સીધો જ ફેફસાંને ક્ષતિ પહોચાડતો હતો, ફેફસાંમાં નાની મોટી અસર થવી તે ગંભીર સમસ્યા કહી શકાય છે. એટલા માટે આપણા ફેફસાને કાયમી માટે સ્વસ્થ રાખવા એ આપણા માટે ખુબજ જરૂરી કહેવાય છે.
અમે તમને આજે અમુક એવી દેશી ઔષધીઓ વિશે માહિતી આપી દઈશું કે જેનું તમે સેવન કરશો એટલે તમને જીવશો ત્યાં સુધી શ્વાસ લેવામાં કોઇપણ પ્રકારની તકલીફ નહિ થાય. એટલા તમે આટલી વસ્તુઓનું સેવન કરી લેશો તો તમારા ફેફસા ક્યારેય પણ નબળા નહિ પડે, આ ઉપરાંત જો તમને ઉધરસ આવતી હશે તો તે નહીં આવે.
જો તમને જાણ ન હોય તો જણાવી દઈએ કે ફેફસા સારી રીતે કામ ન કરે તો તમને અસ્થમા, બ્રોન્કાઈટીસ, ન્યુમોનિયા, ટીબી, કેન્સર જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો ચાલો આપણે એવા કેટલાક દેશી ઉપાયો છે જેનું સેવન કરવાથી ફેફસાં મજબુત બને છે અને આવતી ઉધરસ પણ મટી જાય છે.
હળદર ખાવી જોઈએ : જો તમને ફેફસાંને લગતી કોઇપણ પ્રકારની નાની-મોટી તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેંટ અને એન્ટીઇન્ફ્લામેન્ટરી જેવા ગુણો હોય છે જે તમને સંક્રમણથી બચાવે છે.
દરરોજ સુતા પહેલા તમે હળદર વાળું દૂધ પીવાથી ફેફસા મજબુત બને છે તમારી ઈમ્યુંનીટી શક્તિને મજબુત કરે છે. જો તમને ફેફસા નબળા હોવાને લીધે ઉધરસ આવતી હશે તો તેને પણ સાવ મટાડી દેશે. હળદર વાળું દૂધ પીવાથી ઈમ્યુનીટી શક્તિ મજબુત બને છે.
મધનું સેવન કરવું જોઈએ : ભારતમાં પ્રાચીનકાળથી મધનો ઉપયોગ થતો આવ્યો છે આ સાથે જ આયુર્વેદમાં મધનું ખુબજ મહત્વ દર્શાવવામાં આવેલું છે. મધને પ્રાચીનકાળથી સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. તેની પાછળ ઘણાબધા કારણો અને રહસ્યો છુપાયેલા છે. જેમાં સૌથી જો કોઈ નજરે આવે તો તે છે મધમાં એન્ટીબેક્ટેરીયલ નામની પ્રોપર્ટી હોય છે.
તેથી જો તમે મધનું સેવન કરશો તો તેમાં રહેલા હોવાથી સ્વાસ્થ્યને ફાયદો કરે છે. જો ફેફસાંમાં ઝેરી એવા પદાર્થો હશે તો તેને દુર કરવાનું કામ આ કરે છે. સવારે મધનું સેવન કરવાથી ફેફસાં થઇ જાય છે મજબુત.
વધુ પડતું પાણી પીવું જોઈએ : તમે જાણો જ છો કે પાણીનું શું મહત્વ હોય છે ? તે કોઇપણ સજીવનું જીવન ટકાવી રાખવા માટે પાણી ખુબજ જરૂરી છે. જો તમે પાણી પીવાનું ઓછુ કરશો અથવા તો બંધ કરશો તો તે આપણા શરીરમાં ખુબજ નુકશાન પહોચાડે છે પાણી શરીરને હાઈડ્રેડ રાખવાનું કામ કરે છે જે ફેફસાં સાથે શરીરના બાકીના ભાગ માટે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. તેથી દિવસમાં વધુ પાણી પીવાનું રાખવું ફેફસા માટે ઘણું સારું કહેવાય છે.
અંજીર : અંજીરને ડ્રાઈફ્રુટનો રાજા કહેવામાં આવે છે કારણ કે તેમાં ભરપુર માત્રામાં વિટામિન્સ મળી રહે છે જેમ કે વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા ચમત્કારિક પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે. તેથી અંજીરનું સેવન કરવાથી ફેફસાં વધુ મજબુત બને છે. આની સાથે સાથે તે હદયને પણ મજબુત કરે છે. અંજીર ખાવાથી ચહેરા ઉપરની કરચલીઓ દુર થઇ જાય છે.
તંદુરસ્ત આહાર લેવો જોઈએ : શરીર યોગ્ય રીતે કામ કરે તે માટે સારો આહાર લેવો ખુબજ જરૂરી છે. સારો આહાર આપણે એને જ કહી શકીએ છીએ કે જેમાં પ્રોટીન અને એન્ટીઓક્સીડેંટની માત્રા સારા એવા પ્રમાણમાં હોય. આવો આહાર ખાવાથી શ્વસન સ્નાયુઓ અને ફેફસાંની રોગપ્રતિકારક શક્તિ મજબુત થાય છે. આ સાથે તમે ફેફસાંને મજબુત કરવા માટે મોસંબી, લીલા શાકભાજી, દૂધ અને દહીં વગેરે ખાઈ શકો છો.
તુલસી : તુલસીને આપણે માતા તરીકે પુંજીએ છીએ કારણ કે તુલસીનું મહત્વ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ મહત્વપૂર્ણ છે. તમે દરરોજ તુલસીના 4 થી 5 પાનને ચાવી ચાવીને ખાઈ જશો તો તમારા ફેફસાંને ખુબજ ફાયદો કરે છે. કારણ કે તુલસીના પાનમાંથી આપણને પોટેશિયમ, આયર્ન, ક્લોરોફીલ, મેગ્નેશિયમ, કેરોટીન અને વિટામીન-સી સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
આલ્કોહોલ કે ધુમ્રપાન ન કરવું જોઈએ : કોઇપણ વ્યસન કરવાથી શરીરમાં ખુબજ નુકશાન થાય છે જેમાં સૌથી વધુ નુકશાન આપણા ફેફસા ઉપર થાય છે. ફેફસાં નબળા પડવાથી કે તેને નુકશાન કરવાથી તેની સીધી જ અસર આપણા શરીર ઉપર જોવા મળે છે જેમાં તમને ખુબજ ગંભીર રોગો કે બીમારીઓ થઇ શકે છે.
લસણનું સેવન કરવું : આધુનિક વિજ્ઞાને કરેલા એક સંશોધનમાં માનવમાં આવ્યું છે કે લસણ અનેક રોગોમાં ખુબજ ગુણકારી સાબિત થાય છે. તેમાં ખાસ કરીને એન્ટીબાયોટીક, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ જેવા ગુણો રહેલા હોય છે આ ઉપરાંત પણ તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામીન જેવા અનેક નાના-મોટા તત્વો રહેલા હોય છે જે ફેફસાં વધુ મજબુત અને કાર્યશીલ બનાવે છે તેમજ ફેફસાંને મજબુત કરવાનું પણ કામ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ તમે લસણની 2 થી લઈને ૩ કળીનું સેવન કરશો તો ખુબજ ફાયદો કરે છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા જો શ્વાસ કે ફેફસાંને લગતી કોઇપણ પ્રકારની તકલીફ હશે તો તેને ઠીક દેશે આ ઉપાયોનું તમારે યોગ્ય રીતે પાલન કરવાનું છે.