Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક

Editorial Team by Editorial Team
March 4, 2023
Reading Time: 1 min read
0
30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક
Share on FacebookShare on Twitter

અમે તમને આજે જે માહિતી આપવાના છીએ તેના વિશે વાત કરીએ તો આ વખતે છેલ્લા 30 વર્ષથી આ વખતે હોળીના દિવસે બનશે ત્રીગ્રહી યોગ. હિંદુ ધર્મમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે પ્રાચીન કથા અનુસાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન નરસિંહ અવતાર લઈને ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો ત્યારથી જ આ તહેવાર ઉજવવાની પરંપરા ચાલી રહી છે.

RELATED POSTS

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકાદહન કરવમાં આવે છે અને બીજા દિવસે એટલે કે રંગોથી હોળીથી રમવામાં આવે છે. ઘણા વર્ષો પછી ભદ્રામુક્ત હોલિકાદહનનો યોગ બની રહ્યો છે. એટલા માટે હોલિકા દહનનું શુભ મૂહર્ત 7 માર્ચ અને મંગળવારે સાંજે 6 :24 વાગ્યાથી લઈને 8 :51 વાગ્યા સુધીનું માનવામાં આવે છે.

આ વખતે હોળીના દિવસે બની રહ્યો છે સંયોગ : હોલિકાદહનના દિવસે શનિની રાશી કુંભમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિકોણાકાર યોગ બની રહ્યો છે. આ પ્રકારનો સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલા વર્ષ 1993માં હોલિકાદહન હતું ત્યારે ૩ ગ્રહો કુંભ રાશિમાં હતા. આ શિવાય ત્રીગ્રહી યોગ ઉપરાંત મીન રાશિમાં ગુરુ અને શુક્રના સંયોગથી પણ શુભ યોગ બની રહ્યો છે.

શુક્ર ગ્રહ પોતાની ઉંચી રાશિમાં હોવાથી માલવ્ય યોગ અને ગુરુ પોતાની રાશીના હોવાના કારણે હંસા કહેવાતા રાજયોગ બની રહ્યો છે. બુધાદિત્ય રાજયોગને જ્યોતિષમાં ખુબજ શુભ માનવામાં આવે છે, ગ્રહોનું આ પરિવર્તન મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના જાતકોને શુભ ફળ અને લાભ આપશે.

7 માર્ચે કરવામાં આવશે હોલિકાદહન : દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના રોજ હોલિકા દહન કરવામાં આવે છે, આ વખતે 06 માર્ચે, મંગળવારે સાંજે 04:17 વાગ્યે શરુ થશે અને 07 માર્ચને બુધવારે સાંજે 06:09 વાગ્યે પૂરું થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં 07 માર્ચને મંગળવારે હોલિકાદહન કરવામાં આવશે.

હોલિકાદહન 2023 મુહુર્ત : 7 માર્ચ મંગળવારે હોલિકાદહન યોજાશે. આ દિવસે હોલિકાદહનનું શુભ મૂહર્ત સાંજે 06:24 થી 08:51 વાગ્યા સધી રહેશે. એટલે કે હોલિકાદહન માટે તમને માત્ર 02 કલાક અને 27 મિનીટનો જ સમય મળવાનો છે. આ સમયગાળા દરમિયાન હોલિકાને દહન કરવું સૌથી બેસ્ટ રહેશે.

હોલિકાદહનના દિવસે કરો આ ઉપાય : હોલિકાદહનના દિવસે ઘરમાંથી ઉતારો કરીને હોલિકામાં નાખવામાં આવે તો તે ક્રિયાને ખુબજ શુભ સંકેત માનવામાં આવે છે, તેનાથી બધી જ નકારાત્મક શક્તિઓ દુર થઇ જાય છે. ઘર, દુકાન અને કાર્યસ્થળની નજર ઉતાર્યા પછી હોલિકામાં સળગાવવાથી તમામ અવરોધો થઇ જશે સાવ દુર.

જો તમે કોઇપણ પ્રકારના ભય કે દેવાથી પરેશાન છો તો હોલિકાદહનની સાંજે નરસિહ સ્તોત્રનો પાઠ કરવાથી લાભ થાય છે. જો તમારાં ઘરના કોઈ સભ્ય સતત શારીરિક બીમારીથી પરેશાન રહેતા હોય તો હોલિકાદહન પછી વધેલી રાખને દર્દીની સુવાની જગ્યા ઉપર છાંટો.

તેનાથી આ રોગમાંથી સાવ મુક્તિ મળે છે. સફળતા મેળવવા માટે હોલિકાદહન પર નાળીયેર અને સોપારી ચઢાવવાથી ફાયદો થાય છે.

જો તમે ઘરના કલેશથી પરેશાન છો તો સુખ-શાંતિ મેળવવા માટે હોલિકાના અગ્નિમાં જવ અને લોટ ચઢાવવાથી ફાયદો થાય છે. દાંપત્યજીવનમાં શાંતિ મેળવવી હોય તો હોળી દહનની રાત્રીએ ઉત્તર દિશામાં એક પ્લેટ ઉપર સફેદ કપડું પાથરવું. હવે તમારે મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, અડદની દાળ, કાળા અડદ અને તલના ઢગલા ઉપર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. ત્યારબાદ કેસરના તિલકથી પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવવાથી ફાયદો થાય છે.

હોલિકાદહનના બીજા દિવસે હોલિકાની ભસ્મ લઈને તેને લાલ રૂમાલમાં બાંધીને પૈસાની જગ્યાએ રાખી દ્યો આમ કરવાથી એવું માનવામાં આવે છે કે આ નકામાં ખર્ચને અટકાવે છે.

લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તો હોળીના દિવસે સવારે એક પાન ઉપર એક આખી સોપારી લો અને તેને શિવલિંગ ઉપર ચઢાવી દ્યો. હવે તમે પાછા ફર્યા વગર જ ઘરે આવજો. બીજા દિવસે પણ તમારે આ જ પ્રયોગ કરવાનો છે. આમ કરવાથી વહેલા લગ્ન થઇ જાય છે.

હોળી પ્રાગટ્ય અને મહિમા : અસુરરાજ હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે તમને રક્ષણ મળે છે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશિપુએ લીધો, તેણે જોયું કે અસહ્ય પીડા આપવા છતા પ્રહલાદે ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી નહિ અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, અને જેમાં તેમણે લાકડાના ઢગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જવાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઇ ગઈ તેમજ ભક્ત પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય માનવમાં આવે છે.

અસુરરાજ હિરણ્યકશિપુની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિનો નાશ થયો અને જેના કારણે માનવ પોતાના જીવનમાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર વગેરે જેવી નકારાત્મકવૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા પણ છે.

હોળીની જવાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળ દર્શાવે છે : સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જવાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદીક્ષણા ફરવાથી ફાયદો થાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય. ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવું પણ જાણવા મળે છે.

હોળીની જવાળા કઈ દિશા તરફ જાય છે ? કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે, જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બનાવો જે તે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ અલગ મહિમા અને કેટલીક અલગ અલગ પ્રથા અને માન્યતાઓ મુજબ જોવા મળતો હોય છે.

ફાગણ મહિનાની પૂનમની રાત એ મહારાત્રી હોય છે : હોલિકાદહનની રાતને પણ દિવાળી અને શિવરાત્રીની જેમ જ મહારાત્રીની શ્રેણીમાં રાખવામાં આવે છે. હોળીકાની રાખને માથા ઉપર લગાવવાનું પણ એક વિધાન સત્ય છે. આવું કરવાથી શારીરિક કષ્ટ દુર થઇ જાય છે.

આ રાતે મંત્ર-જાપ કરવાથી તે સારામાં સારી મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવન સુખમય અને આનંદમય બને છે. જીવનમાં આવતી બધી જ પરેશાઓનું આપમેળે નિરાકરણ આવી જાય છે.

હોલિકાદહન માટેની સામગ્રી કઈ કઈ હોવી જોઈએ ? ગાયના છાણા, રોલી, અક્ષત, અગરબત્તી, ફળો, ફૂલો, મીઠાઈઓ, હળદરનો ટુકડો, મગની દાળ, પતાસાં, ગુલાલ પાઉડર, નાળીયેર, બરછટ અનાજ વગેરે વસ્તુઓ જોઇશે.

જો તમને કદાસ ખબર નહિ તો જણાવી દઈએ કે પૂનમના દિવસે રાહુ ઉગ્ર સ્વરૂપમાં હોય છે :

હોળી પહેલાના 8 દિવસોમાં ગ્રહોનો અશુભ પ્રભાવ પણ વધી જતો હોય છે, આઠમના દિવસે ચંદ્ર, નોમના દિવસે સૂર્ય, દશમના દિવસે શનિ, એકાદશીના દિવસે શુક્ર, બારશના દિવસે ગુરુ, તેરશના દિવસે બુધ, ચૌદશના દિવસે મંગળ અને પૂનમના દિવસે રાહુ એ ઉગ્ર સ્વરૂપમાં હોય છે. એટલા માટે આ દિવસોમાં કોઇપણ પ્રકારના શુભકાર્યો કરવામાં આવતા નથી.

તમને આ વાતની નહિ ખબર હોય કે રાહુના અશુભ પ્રભાવથી માનસિક તણાવ, ભય વધતો હોય છે. રાહુના કારણે જ અનેક લોકો ખોટા નિર્ણયો લઇ લેતા હોય છે. એટલે રાહુથી બચવા માટે હોલિકાદહનમાં ગાયના છાણમાંથી બનેલા છાણા પ્રગટાવવામાં આવે છે. પૂનમ તિથીએ પાણીમાં ગંગાજળ અને ગૌમૂત્ર મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.

આમ, અમે તમને આ લેખ દ્વારા આ વખતે હોળીમાં 30 વર્ષ પછી બનશે ત્રીગ્રહી યોગ તેના વિશે સંપૂર્ણ માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ
ધર્મ દર્શન

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ
ધર્મ દર્શન

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર
ધર્મ દર્શન

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

August 30, 2022
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા
ઘરેલું ઉપચાર

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022
Next Post
હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

June 18, 2022
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In