અમે તમને આજે એક સરસ મજાની માહિતી આપવાના છીએ કે હોળીનું પ્રાગટ્ય થઇ જાય એટલે તમારે કઈ એક ભૂલ જે કરવી જોઈએ નહી તેના વિશે આજે માહિતી આપવા માંગીએ છીએ. અત્યારે ચાલી રહેલી આ વસંત ઋતુમાં ખુબજ પ્રકૃતિનો આનંદ પણ લેવો જોઈએ ત્યારે કોઈ કવિએ કહ્યું છે કે “આ ડાળ ડાળ છે રસ્તા વસંત ના આ ફૂલો એ બીજું કંઈ નહિ પરતું પગલાં છે વસંત ના” આ ઋતુમાં કેસુડાંના ફૂલો જોઈએ આપણું હદય જાણે નાસી ઉઠે છે.
ત્યારે આ સમયે આવતો હોળીનો તહેવાર એટલે કે જાણે ન પુછો વાત લોકો આ તહેવારમાં ખુબજ આનંદમાં આવી જતા હોય છે.
હોળી એટલે આમ તો જોઈએ તો અસુરી પ્રકૃતિ ઉપર દૈવી પ્રકૃતિનો વિજય થાય તેનું નામ છે હોળી પરંતુ આપણે આયુર્વેદની દ્રષ્ટિએ આજે પણ ગામડાની અંદરથી જુદી જુદી જગ્યાએ છાંણા ભેગા કરવામાં આવે છે તેમજ આખા ગામમાંથી લાકડા ભેગા કરવામાં આવે છે તેમાં બધી જ જાતની વનસ્પતિ જેમ કે તેમાં આંબો હોય, મહુડો હોય, લીમડો હોય, કરંજ હોય વગેરે જેવી બધી જ અલગ અલગ પ્રકારની વનસ્પતિના લાકડાં ભેગા કરવામાં આવે છે.
આ ઉપરાંત આ હોળીની અંદર ગાયના છાંણા, ભેંશના છાંણા, બળદના છાંણા વગેરે પ્રકારના છાંણા હોળીમાં નાખવામાં આવે છે ને પછી હોળી પ્રગટાવવામાં આવે છે. આપડા ગામડામાં આજેપણ રીવાજ છે, તેમજ આપણા બાપ-દાદા પણ કહેતા આવ્યા છે.
આજે તમે જે ગામડાનું વાતાવરણ કે એમાં બહેનોએ થાળીની અંદર દીવો પ્રગટાવ્યો અને હોળી ના હોળીના મજાના રૂડા ગીતો ગાતા હોય છે અને બીજી પણ અનેક બહેનો તેની સાથે ગીતો ગાતી હોય છે આ દ્રશ્ય જોવો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી મજા આવતી હોય છે. તેમજ હોળીની ફરતે 5, 7 કે 11 આંટા ફરીને મજાના ગીતો ગાતા હોય છે.
કોઈ પરણેલો નવો જુવાન હોયને તો તે એક લોટો લઈને તેમાં પાણી ભરીને ઉપર શ્રીફળ મુકીને હોળીની ફરતે પ્રદીક્ષણા ફરતા હોય છે.
આ આંટા ફરવાં પાછળનું આયુર્વેદિક કારણ છે કે આ હોળીમાં જે લાકડા સળગે છે તેમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે તે હોળીનો તાપ લાગવાથી આપણા શરીરમાં જે પરશેવો વળે તે પરશેવા વાટે મેં અને તમે જે શિયાળામાં ભારે ખોરાક ખાધેલા છે તેમજ આપણા શરીરમાં જે ઝેરી પદાર્થો હોય છે તે તમે જે હોળી ફરતે 7 આંટા ફરો છો તેમાંથી બહાર નીકળી જાય છે. તેમજ આપણું શરીર એકદમ ફ્રેશ થઇ જાય છે ચોખ્ખું થઇ જાય છે આવી એક લોકવાયીકા છે.
આટલું જ નહિ તે હોળીની નીચે એક ખાડો કરવામાં આવે છે અને તે ખાડામાં પાણી મુકવામાં આવેલુ હોય છે તે પાણીને જે લોકો ન્હાવા માટે લઇ જાય છે તેનું શરીર એકદમ સ્વસ્થ રહે છે અને તેમને કોઇપણ પ્રકારની બીમારી થતી નથી તેમજ તેમનું શરીર બને છે એકદમ નીરોગી અને તંદુરસ્ત.
વહેલા ઉઠીને લોકો પોતાના ઘરેથી પાણી લઈને જાય છે અને હોળી ઉપર જે દેતવા પડેલો હોય છે તેની ઉપર આ પાણી રાખીને તેને ગરમ કરે છે અને ઘરે આવીને તે પાણીથી સ્નાન કરશે તો તેને ખુબજ ફાયદો થાય છે.
આ અંગે આ આપણા વડવા કહે છે કે આ હોળીના દેતવા ઉપર ગરમ કરેલા પાણીથી ન્હાવાથી શરીરની શુદ્ધિ થાય છે અને બધા જ રોગોનો નાશ થાય છે અને આપણું શરીર ચોખ્ખું બને છે. તેમજ શરીરની અંદર જે ઝેરીલા દ્રવ્યો હોય છે તે નીકળી જાય છે.
તમે હોળી પ્રગટાવ્યા પછી મિનીમમ ફરતે 7 આંટા ફરજો અને આ 7 આંટા એવી રીતે ફરજો કે તમે આખા પરશેવે સાવ પલળી જાવ તમારા આખા શરીરેથી રેલા ઉતરી જાય એ રીતે આંટા ફરજો. આટલું તમે કરશો એટલે શરીરની શુદ્ધિ થશે.
તેમજ આપણું જે શરીર હશે તે સાવ ચોખ્ખું થશે આપણે આખું વર્ષ બીમાર નહિ પડીએ તેની ગેરંટી છે તમારી અંદર જે કામ, ક્રોધ, લોભ અને મોહ જે છે તેને હોળીની અંદર પધરાવી દેજો અને તમે નવેસરથી જીવનની શુભ શરૂઆત કરજો. તમે એકદમ મનથી ચોખ્ખા કાયાથી શરીરથી ચોખ્ખા થઇ જશો એટલે આપણું જીવન આખું દૈવી બની જશે.
આમ, અમે તમને આ લેખ દ્વારા હોળી પ્રગટાવ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાથી આખું વર્ષ આપણે બીમાર નહિ પડીએ ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.