અમે તમને આજે જેના વિશે વાત કરવાના છીએ તે એક એવી ઔષધીય વનસ્પતિ છે કે જેને ગામડાના લોકોએ કદાસ જોઈ હશે પરંતુ તેના સાચા નામ વિશે તો એમને પણ ખબર નહિ હોય તો આજે અમે તમને આ લેખના માધ્યમથી આ ઔષધીય વનસ્પતિના નામ અને તેના ફાયદા વિશે માહિતી આપવાના છીએ.
આ વનસ્પતિના આમ તો અસંખ્ય ફાયદાઓ છે પરંતુ આજે આપણે તેના સૌથી મહત્વના એક ફાયદા વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો જાણી લઈએ આ વનસ્પતિના નામ વિશે. આજે અમે તમને સત્યાનાશી ઔષધીય વનસ્પતિ વિશે માહિતી આપવા માંગીએ છીએ.
આ સત્યાનાશી છોડને પીળા ફૂલ આવે છે તેમજ તેમના પાંદડા અને ડાળી બંને લીલા અને સફેદ રંગની થતી હોય છે. આ છોડ મોટાભાગે ઉનાળાની ઋતુમાં જ થતો જોવા મળે છે. તેના દરેક પાન ઉપર એક એક કાંટો હોય છે તેમજ આ આખી વનસ્પતિ કાંટાળી વનસ્પતિ તરીકે પણ ઓળખાઈ છે.
આ સત્યાનાશી વનસ્પતિના ફળમાંથી રાઈના દાણા જેવડા બીજ નીકળે છે આ બીજ બહુ જ મોંઘાં વેચાઈ છે આ બીજનો ઉપયોગ ઘણીબધી બીમારીઓમાં થાય છે.
તો આજે મારે તમને આ પૈકી એક જ બીમારીની વાત કરવી છે. આ વનસ્પતિનું નામ સત્યાનાશી છે તો તેના નામ પ્રમાણે તેના ગુણ છે. એવું કહેવાય છે કે આ સત્યાનાશી વનસ્પતિ ઘણાબધા રોગોનો પણ સત્યાનાશ વાળી દે છે.
આજે મારે તમને આ પૈકીં એક જ રોગની વાત કરવી છે જેનું નામ છે કફ, ખાંસી અસ્થમા એટલે કે દમ, શ્વાસ વિશે વાત કરવી છે. જે લોકોને આ ત્રણમાંથી કોઇપણ એક પ્રોબ્લેમ હોય તેને આ સત્યાનાશી વનસ્પતિ ફાયદાકારક સાબિત થાય છે. આ વનસ્પતિને કાંટાવાળા ફળ આવે છે તે ફળ જયારે સુકાઈ જાય પછી તેમાંથી રાઈના દાણા જેવડા બીજ નીકળતા હોય છે અને તે બીજ બજારમાં ગાંધીને ત્યાં સોનાની કિંમતે વેચાઈ છે.
તેથી આ છોડ ખુબજ કિંમતી છે. જે લોકોને કફ, અસ્થમા, શ્વાસ અને ખાંસીનો પ્રોબ્લેમ હોય તેણે આ સત્યાનાશી ઔષધીય વનસ્પતિનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે ? તે બરાબર સમજી લેજો. તમારે આ છોડને ખેંચી નાખવાનો છે અને તેનું મૂળ કાઢી લેવાનું છે ત્યારબાદ તે મૂળને સુકવી દેવાનું છે તે સુકાઈ જાય પછી તેનો પાઉડર બનાવી દેવાનો છે. તમારે આ વનસ્પતિનો પાઉડર બનાવ્યા પછી વધારે નહિ પરંતુ એક જ ગ્રામ જેટલો પાઉડર ગરમ પાણી અથવા તો ગરમ દૂધ સાથે સવાર-સાંજ બે ટાઈમ લેવાનો છે જ્યાં સુધી તમારો કફ છાતીમાંથી બહાર ના નીકળી જાય તેમજ તમારી ખાંસી મટી ના જાય ત્યાં સુધી તમારે આનો ઉપયોગ ચાલુ રાખવાનો છે.
ત્યારબાદ આ પ્રયોગ તમારે બંધ કરી દેવાનો છે. આ ઉપરાંત પણ આ સત્યાનાશી ઔષધીય વનસ્પતિ ઘણાબધા રોગોમાં ઉપયોગી થાય છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા સોનાની કિંમતે કહીએ તો પણ કહી શકાય તેવી ઔષધીય વનસ્પતિના અસંખ્ય ફાયદાઓ પૈકી અમે તેના મૂળ ફાયદા વિશે માહિતી આપી.