અમે તમને આ લેખ દ્વારા આજે એ માહિતી આપવાના છીએ કે અત્યારે ખુબજ ઉનાળાની ગરમીની ઋતુ શરુ છે. લોકો આ ગરમીથી બચવા ઘણાબધા પ્રયાસો કરતા હોય છે. તમે જાણો જ છો કે જેવી હોળી પૂરી થાય એટલે ધીમે ધીમે ઉનાળો શરુ થઇ થતો હોય છે માટે હવે ધીમે ધીમે ઉનાળો શરુ થઇ ગયો છે અને તડકા પણ વધુ પ્રમાણમાં પડી રહ્યા છે. આ વર્ષે તો હવામાન એવું કહે છે કે છેલ્લા 146 વર્ષનો રેકોર્ડ બ્રેક ગરમી પડશે. આપણે ગરમીમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે તબિયત અને ખાવા-પીવાની ખાસ તકેદારી રાખવી પડશે. તમને આજે ગરમીના ભયંકરમાં ભયંકર પૈકીનો એક રોગ જે છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.
તમને જણાવી દઈએ કે ધરતી પરનું અમૃત એટલે છાશ આજે આપણે જેના વિશે વાત કરવાની છે તે છાશ વિશે વાત કરવાની છે. ઉનાળાની અંદર જો તમારી પાસે પૈસા ના હોય તો દેવું કરીને અથવા તો કોઈ પાસેથી ઊંછીના લઈને પણ છાશ પીવી ફાયદાકારક છે.
તો આજે અમે તમને આ ઉનાળાની ઋતુમાં તડકામાં લુ લાગી ગઈ હોય તો તેની સામે રક્ષણ કરવા કયો ઘરેલું ઉપાય અજમાવવો જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી તેમજ લુ લાગવા પાછળ ક્યાં ક્યાં કારણો જવાબદાર છે ? તેના વિશે પણ તમને માહિતી આપી દઈશું.
જો તમને લુ લાગે પછી એક ભયંકરમાં ભયંકર રોગ થાય છે કે માણસનું ઘણી વખત તો હાર્ટ પણ ફેલ કરી દે છે. તેમજ માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. આ લુ થી બચવા માટે કુદરતે આપણા માટે ધરતી પરનું અમૃત બનાવ્યું છે જેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું. આયુર્વેદમાં ચરક ઋષિ આને ધરતી પરનું અમૃત કહે છે.
તમે ગામડામાં જોયું હશે કે આપણા ઘરે ગાયો ભેશો હોય તો વલોણું કરીને પણ દેશી મજાની છાશ પિતા હોઈએ છીએ. મોટા મોટા શહેરોની વાત કરીએ તો ત્યાં દેશી છાશ મળવી થોડી મુશ્કેલ પડી જતી હોય છે એટલા માટે તમારે બને ત્યાં સુધી સારી ક્વોલીટી વાળી છાશ પીવાનો આગ્રહ રાખવો.
તમને એવું લાગે કે ભયંકર ગરમી શરુ થઇ ગઈ છે ત્યારે તમારે ભૂલ્યા વગર દિવસમાં બંને ટાઈમ છાશ પીવાનું શરુ કરી દેવાનું છે. તમારે બંને ટાઇમ જમ્યા પછી અચૂક છાશ પીવાનું રાખો તમારે થોડા ભૂખ્યા રહેવાનું છે અને છાશનું સેવન કરવાનું છે. તમારે છાશમાં મીઠું, જીરુંનો પાઉડર તેમજ મરીનો પાઉડર પણ નાખી શકો છો.
છાશ પિતા પહેલા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભૂખ્યા પેટે છાશનું સેવન કરવું નહિ કારણ કે આયુર્વેદ ના પાડે છે. આયુર્વેદ હંમેશા કહે છે કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ દૂધ ક્યારેય ન પીવું જોઈએ. તેમજ પાણી પણ ક્યારેય નહિ પીવાનું પરંતુ દરરોજ એક ગ્લાસ છાશ તમે જમ્યા પછી પીઈ જશો તો એનાથી તમને લુ નહિ લાગે.
જયારે લુ લાગે ત્યારે લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા આપણા શરીરનું ડાયજેશન સીસ્ટમને મજબુત કરે છે તેમજ ઉનાળામાં સ્વાભાવિક રીતે આપણને ભૂખ ઓછી લાગે છે તેમજ ખોરાક ઓછો પચે અને ડાયજેશન સીસ્ટમના રોગો થાય છે.
ઘણા લોકોને ઝાડા પણ થઇ જાય છે. તથા તેમને પાણી જેવા ઝાડા થઇ જાય છે તેમજ દવાખાને જવું પડે છે ઘણીબધી હેરાનગતિ થાય છે એટલે આપણે બને ત્યાં સુધી તો ઝાડા ના થાય એવી પરેજી પાળવી જોઈએ.
તમને ખ્યાન ના હોય તો કહી દઈએ કે ઉનાળામાં તમે તાપમાંથી આવશો એટલે તમને ઝાડા થઇ જશે એટલે તમારે એકદમ દવા લેવાની નથી પરંતુ તમારે ખાવાનું બંધ કરી દેવું તેમજ લીંબુ, મીઠું અને ખાંડવાળું શરબત પીવાનું શરુ કરી દ્યો એટલે તમારી બોડી પણ હાઈડ્રેડ થઇ જશે. જમવામાં તમારે માત્રને માત્ર દહીં અને ભાત અથવા તો દહીં અને ખીચડી લેવાની છે તમારે લોટ વાળી વસ્તુ આ સમયે લેવાની નથી.
જો તમને ગરમીના કારણે ઝાડા થઇ ગયા હશે તો તેનાથી તમને રાહત મળે છે. જો તમને ગરમીના કારણે ઝાડા થયા હોય તો તાપમાં ફરવાનું સાવ બંધ કરી દ્યો, છાશ પીવાનું શરુ કર દ્યો, લીંબુ શરબત પીવાનું શરુ કરી દ્યો, જમવામાં માત્રને માત્ર મોળું દહીં લેવાનું ખાટું દહીં લેવાનું નથી.
તમે મોળું દહીં અને ભાત ખાવ અથવા તો દહીં અને ખીચડી ખાવ આનાથી તમને ઉનાળાનો ભયંકરમાં ભયંકર જે રોગ છે જે તડકાની લુ લાગવાથી જ થાય છે.
ગરમીમાં લુ લાગવાથી ઘણીબધી સમસ્યાઓ થવા લાગે છે તમને હાર્ટ ફેલ થઇ જાય છે લુ લાગે છે, શરીર ઠંડુ પડી જાય છે અને માણસ ફેલ થઇ જાય છે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ તડકામાં બહાર જવાનું નથી જરૂર પડે તો જ ગરમીમાં બહાર નીકળવું, વધુ પડતું પાણી પિતા રહેવું.
તેમજ ઉનાળાના ચારેય મહીંના જમ્યા પછી બધા એ છાશ પીવાની છે. જો તમારી પાસે પૈસા ના હોય તો ગમે તેમ કરીને પણ બજારમાંથી છાશ લઇ આવવાની છે.
તમને જાણાવી દઈએ કે ઉનાળાની અંદર ઠંડા કોલ્ડડ્રીંક્સ ઠંડા પીણાં ક્યારેય લેવાના નથી તેનાથી તબિયત બગડે છે તેના કરતા મીઠા અને જીરાવાળી જો તમે છાશ પીશો તો તમને તડકામાં લુ નહિ લાગે, ગરમીના રોગો નહિ થાય એટલે તમારે ઉનાળામાં દેવું કરીને પણ છાશ પીવી જોઈએ જેનાથી તમને ગરમી સામે સારા એવા પ્રમાણમાં રક્ષણ મળે છે.
તમને તડકામાં લુ પણ નહિ લાગે તમારું હદય વધુ પડતું સુરક્ષિત રહે છે. તમે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે છાશ અને શેરડીનો રસ પીઈ શકો છો પરંતુ ઠંડા પીણાં કે કોલ્ડડ્રિક્સનું સેવન કરવું નહિ.
આમ, અમે તમને આ લેખ દ્વારા ઉનાળાની ઋતુમાં ગરમીથી અને ગરમીને કારણે લાગેલી લુ થી બચવા માટે શું દેશી ઉપાય કરવો જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.