અમે તમને આજે આ લેખ દ્વારા જે આગામી ટુક સમયમાં જ આવેલો વાઇરસ જે લોકોને ખુબજ હેરાન અને પરેશાન કરી રહ્યો છે તેમજ જેને લીધે સતત વધી રહેલું વાઇરસ ઇન્ફેકશનને કારણે શરદી, ઉધરસ, તાવ, ખાંસી, માથાને દુર કરવા માટે અમે તમને આજે સરસ મજાનો ઘરે જ એક કવાથ બનાવીને તેનું કઈ રીતે ? અને કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.
કઈ રીતે ઔષધીય કવાથ બનાવવો ?
જો તમારે ઘરે જ આ રીતે વાઇરસથી રક્ષણ મેળવવા માટે કવાથ બનાવવો હોય તો તેના માટે એક મોટુ બાઉલ લેવાનું છે તેમાં અડધો બાઉલ જેટલું પાણી લેવાનું છે તથા તેમાં તમારે 8 થી 10 અરડુશીના પાનના ટુકડા કરીને નાખી દેવાના છે. હવે તમારે એક મોટો ટુકડો આદુનો લેવાનો છે અને તેને છુંદીને અથવા તો તેને ખાંડીને તમારે તે વાટકામાં નાખવાનું છે.
ત્યારબાદ 10 થી 15 દાણા મરીના વાટીને તેમાં નાખવાના છે તથા 8 થી 10 દાણા લવિંગના તેમાં નાખી દેવાના છે. ત્યારબાદ આ બાઉલને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. થોડો દેશી ગોળ પણ તમારે તેમાં નાખવાનો છે હવે આ બધી જ વસ્તુ મિક્સ કરીને તેને ઉકાળવાનું છે.
બે થી ત્રણ ઉફાળા આવે ત્યાં સુધી તેને એમનેમ ઉકાળવા દેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતે ઉકાળો થઇ જાય એટલે તેને ગળણીની મદદથી ગાળીને એક વાટકામાં લઇ લેવાનું છે. હવે આ કવાથ જે વાઇરસના દુશ્મન તરીકે તેને ઓળખવામાં આવે છે તે આપણો તૈયાર થઇ ગયો છે.
તમે આ કવાથને નીચે ઉતારી લ્યો ત્યારબાદ તેમાં આ વસ્તુ ઉમેરવાની છે તેમાં તમારે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે ત્યારબાદ 1 ચમસી જેટલું તેમાં મધ નાખવાનું છે, ત્યારબાદ એક નાની ચમસી જેટલી હળદર તેમાં નાખવાની છે ત્યારબાદ સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખવાનું છે.
હવે ચમસીની મદદથી તેને બરાબર હલાવીને મિક્સ કરી દ્યો. એવો નિયમ છે કે અરડૂસીનો રસ એકલો પીવો જોઈએ નહિ એને મધનું અનુપાન કરવું જોઈએ એટલે અરડૂસીના રસમાં તમારે થોડુંઘણું પણ મધ ઉમેરવું જોઈએ.
તમે જે લીંબુ નાખેલું છે તેમાંથી વિટામીન સી સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેમજ તેમાંથી એન્ટીઓક્સીડેંટ તત્વ સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેથી તે ઈમ્યુનીટીશક્તિમાં વધારો કરવાનું કામ કરે છે. હળદર એ એન્ટી સેપ્ટિક છે તેમજ મીઠું એ ગળાની ખારાશને દુર કરવાનું કામ કરે છે. મીઠામાં આયોડીનનું પ્રમાણ હોવાથી આપણું ગળું પકડાઈ ગયું હોય તો તેને સારું કરવાનું કામ કરે છે.
આ ઉકાળો પીવાની રીત : તમે જે ઉકાળો બનાવ્યો છે તેને કઈ રીતે પીવો જોઈએ ? તો તેના વિશે તમને માહિતી આપી દઈએ. આ ઉકાળાને દર બે બે કલાકે 50 – 50 મિલી જેટલો ઉકાળો 24 કલાકમાં લેવાનો છે. જ્યાં સુધી તમને થયેલું વાઈરલ ઇન્ફેકશન સારું ન થઇ જાય ત્યાં સુધી તમારે આ ઉકાળો પીવાનો છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા વાઈરલ ઇન્ફેકશનથી બચવા માટે કઈ કઈ વસ્તુ ભેગી કરીને તેનો ઉકાળો બનાવી શકાય ? તેના વિશે માહિતી આપી.