અમે તમને આજે જેની માહિતી આપવના છીએ તેના વિશે વાત કરીએ તો અત્યારે માતાજીના પવિત્ર નવરાત્રીના દિવસો શરુ છે એટલે કે ચૈત્ર મહિનો શરુ શરુ છે તેવામાં આજે તમને આ મહિનામાં સૌથી વધુ પ્રમાણ જો આયુર્વેદની દ્રષ્ટિએ થતું હોય અને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં અનેક બીમારીઓનો નાશ કરે છે.
આ ઔષધી ચૈત્ર મહિનો એટલે કે આ એક જ મહિનો આવે છે એટલા માટે આ મહિનામાં તેનો જો તમે સારી રીતે ઉપયોગ કરી લીધો તો તમને ક્યારેય પણ શરીરમાં એકપણ પ્રકારનો રોગ કે કોઈ બીમારી નહિ થાય. ફાગણ મહીનો પૂરો થયો અને ચૈત્ર મહિનો શરુ થયો એટલે ધીમે ધીમે કફના રોગો ઘટતા જતા હોય છે કફની સમસ્યાઓ, વાઈરલ ઇન્ફેકશન તેમજ અમુક વાઈરસજન્ય રોગો સાવ ઘટતા જાય છે.
ગરમી પડવાનું ધીમે ધીમે શરુ થશે એટલે આ સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થતી જશે. એક ઔષધી આ ચૈત્ર મહિનામાં ભરપુર મળશે એટલે જ કહેવાયું છે કે આ ચૈત્ર મહિનામાં જો તમે આ એક ઔષધીનું ભરપુર પ્રમાણમાં સેવન કરી લીધું તો તમને કોઇપણ પ્રકારનો રોગ કે બીમારી કાઈ નહિ થાય આ બધું જ તમારાથી દુર રહેશે પરંતુ તમારે આ એક ઔષધીનું આ મહિના પુરતી સેવન કરશો તો.
તમે જાણો જ છો કે વૃક્ષો એ સૌથી અસરકારક અને પરોપકારી હોય છે તે ઔષધી તરીકે પણ સારી રીતે કામ આપે છે. આજે જેના ગુણગાન ચરક સંહિતામાં ભગવાન ચરકે ગાયા હોય તેવી એક ઉત્તમ ઔષધી તરીકે કામ આપતા કડવા લીમડા વિશે મારે તમને વાત કરવી છે કે ચૈત્ર મહિનામાં શા માટે તેનું મહત્વ વધારે હોય છે ? તેના વિશે માહિતી આપવી છે.
બધા જ મહિના કરતા ચૈત્ર મહિનામાં લીમડાની અંદર મોર એટલે કે કોર આવતો હોય છે. આ મોર સફેદ ફૂલ જેવો દેખાતો હોય છે તેમજ તેની અંદર મોતીના દાણા જેવડા અમુક દાણા પણ હોય છે. આને લીમડાનો મોર અથવા તો આપણે તેને લીમડાનો કોર તરીકે પણ ઓળખીએ છીએ.
આ લીમડાના મોરનું સેવન કરવાનું દરેક આયુર્વેદના પુસ્તકોમાં દર્શાવવામાં આવેલું છે. હવે તમારે આખો ચૈત્ર મહિનો આ લીમડાના મોરનું કઈ રીતે સેવન કરવું ? તેના વિશે તમને માહિતી આપી દઈએ. તમે ફક્ત આ ચૈત્ર એક જ મહિનો લીમડાના મોરનું સેવન કરશો એટલે પાછળના 11 મહિના તમને કોઇપણ પ્રકારની બીમારી આવતી નથી એટલો બધો પાવરફૂલ હોય છે આ લીમડાનો મોર.
લીમડાના મોરનું કઈ રીતે સેવન કરવું ?
લીમડાનો મોર તમારે કાઈ વેચાતો લેવા જવાની જરૂર નથી તમને ઠેર ઠેર જગ્યાએથી લીમડાનો મોર મળી રહેશે. તમારે એક મુઠી જેટલો લીમડાનો મોર લઇ લેવાનો છે. તેને એક ગ્લાસ પાણીમાં રાત્રે સુતી વખતે પાણીમાં પલાળીને રાખી દેવાનો છે.
સવારે ઉઠીને તમારે ૩ થી 4 કાળા મરીના દાણા લેવાના છે તેને વાટી લેવાના છે અથવા તો તેનો ભૂકો કરીને તેમાં નાખીને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ બરાબર હલાવીને ફરી વખત તેને થોડી વાર માટે એમનેમ અડધો કલાક સુધી રહેવા દેવાનું છે. ત્યારબાદ આ પ્રવાહીને તમારે પીઈ જવાનું છે.
તમે લીમડાનો મોર ચૈત્ર મહિનામાં એમનેમ ચાવીને પણ તેનું સેવન કરી શકો છો. આ એક મહિનો તમે લીમડાનો મોર ચાવીને અથવા તો તેનું જ્યુસ બનાવીને પીશો કે ખાશો તો આખું વર્ષ તમને કફની બીમારી,જેવી કે શરદી, ઉધરસ, નાકમાંથી પાણી પડવું. સ્કીનની સમસ્યા જેવી કે ઓરી, અછબડા, ધાધર, ખસ, લુ ખસ, ખરજવું સતત ખંજવાળ, નાની નાની ફોડલીઓ થવી વગેરે.
લોહીની શુદ્ધિ થાય છે : જો તમે આ રીતે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનું સેવન કરશો તો તમારું લોહી એકદમ સાફ થઇ જાય છે એટલે જ એક કહેવતમાં કહેવામાં આવ્યું છે કે રક્ત એવં પ્રાણ એટલે કે લોહીને શરીરનો પ્રાણ કહેવામાં આવ્યો છે. તેમજ લોહીને લગતી કોઇપણ સમસ્યા નહિ થાય.
સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે છે ગરમીની કે જેવો ઉનાળો શરુ થાય એટલે ખુબજ ગરમી પડવા લાગે છે જે લોકોને ગરમીનો કોઠો હોય છે તેમને ખુબજ પરેશાનીઓ પડતી હોય છે એટલે તે લોકો આ ચૈત્ર મહિનામાં લીમડાના મોર ખાઈ લેજો એટલે તેમના શરીરમાં જો વધુ પડતી ગરમી હશે તો તે ગરમી નહિ લાગે અને કોઠો શાંત થઇ જશે.
વૈશાખ અને જેઠ મહિનાની કાળજાળ ગરમી અને એમાં પણ વધુ પડતી વાતી લુ ની સામે જો કોઈ બચવાનો સૌથી સારામાં સારો રસ્તો હોય તો તે છે આ લીમડાનો મોર. તમે આ લીમડાના કોરનું કઈ રીતે સેવન કરવું ? કઈ રીતે જ્યુસ બનાવવું ?
બધી જ માહિતી આપી તેમ છતાં પણ આ ચૈત્ર મહિનામાં તમે ગમે ત્યાં લીમડાનો મોર જોવો એટલે તેને તોડીને ખાઈ જશો તો પણ તે સારામાં સારો ફાયદો કરે છે. તમે આ લીમડાના મોરને પાણીમાં પલાળીને પણ ખાઈ શકો છો. આ લીમડાનો મોર તમે ખાલી પેટે ચાવશો તો ખુબજ વધારે ફાયદો થશે. તમે આ ચૈત્ર માસ દરમિયાન લીમડાનું દાંતણ કરશો તો પણ સારામાં સારો ફાયદો થાય છે જેમ કે મોઢામાં પેઢાને લગતી કોઇપણ પ્રકારની સમસ્યાને ઠીક કરે છે, દાંત મજબુત બનાવે છે, મોઢામાંથી આવતી દુર્ગંધ સાવ દુર કરે છે. મોઢામાં રહેલી ચીકાશ અને બેક્ટેરિયાને દુર કરે છે.
તમને ખાસ જણાવી દઈએ કે આ લીમડાનો મોર એ ચૈત્ર મહિના પુરતો જ મળે છે બાકી આખા વર્ષ દરમિયાન તમને આ કોર મળતો નથી એટલે આ મોરનું જેટલું સેવન થાય એટલું સેવન તમારે કરી લેવાનું છે.
ઘણા લોકો તો લીમડાની સાથે સાથે લીમડાના કુણા પાનને ચાવીને ખાઈ જતા હોય છે. જો તમે તમારા શરીરની યોગ્ય રીતે તકેદારી રાખવા માંગતા હોવ તો લીમડાના મોરનું એક મહીનો અવશ્ય સેવન કરી લેજો.
આમ, અમે તમને આ લેખ દ્વારા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનો મોર કઈ રીતે ખાવો જોઈએ ? અને ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.