ગરમીની સીઝનમાં અળાઈથી ઉભરાતા શરીર માટે 100% અસરકારક ઉપચાર

ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને અળાઈની સમસ્યા થતી હોય છે. ખાસ કરીને બાળકોને ઉનાળામાં ગરમીને કારણે અળાઈ નીકળે છે. જેના લીધે બાળકોને વારંવાર ખંજવાળ આવે છે તેમજ ક્યારેય વધારે ક્યારેક વધારે પડતા ખંજવાળતા ચામડી લાલ પણ થઇ જાય છે અને ત્યાં બીજા ચામડીના રોગ થવાની પણ શક્યતાઓ રહે છે. અળાઈને ધમૌરિયા પણ કહેવામાં આવે છે.

અળાઈમાં શરીર પર જીણી જીણી બારીક ફોલ્લીઓ નીકળે છે અને ધીમે ધીમે તેમાં પાણી પણ ભરાય છે અને જે પાણી વાળી ફોલ્લીઓમાં ખંજવાળ આવે છે. આ અળાઈ વધારે પ્રમાણમાં પીઠના ભાગે અને ડોકમાં વધારે થાય છે અને તે થોડા પ્રમાણમાં આખા શરીરમાં પણ થાય છે. અળાઈ પાકીને ફૂટી જાય ત્યારે ચામડી પર ખાલી પોપડીઓ થાય છે જેના ખોળ વહી ગઈ તેમ કહેવામાં આવે છે. અમે અહિયાં આ અળાઈને મટાડવાના અસરકારક ઉપચાર જણાવીશું.

હળદર: હળદર મોટાભાગે ચામડીના તમામ રોગમાં ઉપયોગી થાય છે. ચામડીના રોગમાં અળાઈનો સમાવેશ થાય છે. હળદર એન્ટીસેપ્ટિક ગુણ ધરાવે છે. હળદર એન્ટીબાયોટીક ગુણ ધરાવે છે. મીઠું, હળદર અને મેથી વગેરેને ભેળવીને વાટી લેવું. જ્યારે સ્નાન કરતી વખતે આ મિશ્રણને ઉપયોગમાં લેવાથી અળાઈ મટે છે.

ચંદન: ચંદનના લાકડામાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે અળાઈ પર ઠંડક આપે છે. ચંદનનો પાવડર અને ધાણા પાવડર સરખા પ્રમાણમાં ભેળવીને તેમાં ગુલાબજળ નાખીને તેનો લેપ બનાવીને શરીર પર લગાવવો. થોડીવાર ચામડી પર રહેવા દો અને ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ ઈલાજ કરવાથી અળાઈ બળીને દુર થઇ જશે.

મેંદી: અળાઈની સમસ્યાથી રાહત મેળવવા માટે મહેંદી ખુબ જ ઉપયોગી છે. મહેંદી દ્વારા શરીરમાં ઠંડક મળે છે. આ મહેંદીના ઠંડકના ગુણના લીધે અળાઈ ઠીક થાય છે. આ ઈલાજ માટે તેનો લેપ બનાવીને અળાઈ વાળા ભાગ પર લગાવાથી અળાઈ મટે છે. આ સિવાય મહેંદીના પાંદડાને ન્હાવાના પાણીમાં નાખીને ગરમ કરીને સ્નાન કરવાથી અળાઈ મટે છે.

ગુલાબના ફૂલ: ગુલાબની પાંખડીઓથી પણ તમે અળાઈમાંથી છુટકારો મેળવી શકો છો. તેના માટે ગુલાબના ફુલનું તેલ અને તેમાં કપૂર તેમજ ત્રણ ગ્રામ ફટકડીઓ વગેરે ભેળવીને તેનો પેસ્ટ તૈયાર કરીને અળાઈ પર લગાવવાથી અળાઈ મટે છે.

લીમડો: લીમડાના પાંદડાને વાટીને તેનો લેપ બનાવીને લગાવવાથી અળાઈ મટે છે. આ સિવાય અળાઈના ઈલાજ તરીકે લીમડાના પાંદડાને વાટીને તેને ગરમ પાણીમાં નાખીને તે પાણી દ્વારા સ્નાન કરવાથી અળાઈ મટે છે.

મુલતાની માટી: મુલતાની માટી અળાઈની આ સમસ્યાને મટાડે છે. અળાઈના ઈલાજ તરીકે મુલતાની માટીનો પેસ્ટ તૈયાર કરવો. આ પેસ્ટને અળાઈ વાળા ભાગ પર લગાવવાથી તે ભાગમાં ઠંડક મળે છે. ચામડી પર ઠંડક મળતા ત્યાંથી અળાઈ ગાયબ થઇ જાય છે.

ખસખસ: 20 ગ્રામ ખસખસને વાટીને પાણીમાં ભેળવીને લગાવવાથી રાહત મળે છે. આ સિવાય 2 ચમચી ખસ ખસનું સરબતને 1 કપ પાણીમાં ભેળવીને દિવસમાં 2 થી ૩ વખત પીવાથી અળાઈ મટે છે. ખસખસના ઠંડક ગુણ ધરાવતા હોવાથી અળાઈ મટે છે.

ધાણા: બરફના પાણીમાં 50 ગ્રામ જેટલા ધાણાને પાણીમાં પલાળી લો. લગભગ 5 કલાક બાદ આ પાણીને ગાળીને અળાઈ વાળા સ્થાન પર લગાવવાથી રાહત મળે છે. નાના રૂમાલને ધાણાના પાણીમાં પલાળીને અળાઈ વાળા સ્થાન પર રાખવાથી અળાઈ મટે છે.  લીંબુના રસમાં ધાણા નાખીને આ પાણી પીવાથી અળાઈ મટે છે.

પપૈયા: પપૈયાના ગર્ભનો ઉપયોગ અળાઈને લીધે થતી જલનને ઓછી કરવા માટે થાય છે. તે બંધ છીદ્રોને ખોલે છે અને ખરાબ થયેલી ચામડી તેમજ કોષોને દુર કરે છે. પપીયાના ટુકડા લઈને તેને પીસી નાખો. પીસી લીધા બાદ તેને અળાઈ પર લગાવો. લગાવી લીધા બાદ તેને અળાઈ પર જ 30 મિનીટ સુધી લગાવી દો. આ ઉપાય એક એકથી બે દિવસ કરવાથી અળાઈ મટી જાય છે અને તેની બળતરા પણ થતી નથી.

કુવારપાઠું: અળાઈ મટાડવા માટે એલોવીરા એટલે કે કુવારપાઠાનો ઉપયોગ કરી શકાય છે. આ છોડનો ઉપયોગ ઘણી બધી ચામડી સંબંધિત સમસ્યાઓના ઈલાજ માટે થાય છે. જેવા કે જલન, ખંજવાળ, સૂર્યના તાપ તેમજ અળાઈ મટાડવા માટે પણ આ એલોવીરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવીરાનો ઉપયોગ ઠંડક આપનારી પ્રભાવ અને સોજા વિરોધી ગુણને કારણે થનારા સોજા  તેમજ ખંજવાળ વગેરેને પણ ઓછી કરી શકે છે. એલોવીરા ચામડીને મુલાયમ બનાવે છે અને પાણીની ઉણપ રહેતી નથી. અળાઈના ઈલાજ માટે સૌથી પહેલા એલોવીરાના પાંદડામાંથી જેલ કાઢી લો. આ પછી આ જેલને યોગ્ય જગ્યા પર લગાવી દો. આ પછી તેને 15 થી 20 મિનીટ સુધી જેલને આ અળાઈ વાળા વિસ્તાર પર જ રહેવા દો.  આ પછી ઠંડા પાણીથી નાહી લો. આ પ્રક્રિયા સતત એક અઠવાડિયા સુધી દિવસમાં 2 વખત કરો. આ ઈલાજ કરવાથી અળાઈ મટી જશે.

ખાવાનો સોડા: ખાવાનો સોડા પણ અળાઈ પર રાહત આપે છે. ખાવાનો સોડા ખંજવાળ મટાડે છે.  તે ચામડી પરની ગંદકી સાફ કરે છે. ઉપચાર માટે એક કપ ઠંડા પાણીમાં એક ચમચી ખાવાનો સોડા ભેળવીને તેમાં એક સાફ કપડું પલાળીને નીચોવી લો. આ કપડાને અળાઈ વાળા સ્થાન પર લગાવવાથી અળાઈ મટે છે.

કાકડી: ગરમીમાં નીકળનારી અળાઈ નીકળવાના સ્થાન પર કાકડી લગાવવાથી ફાયદો થાય છે. ગરમીમાં નીકળતી આ અળાઈ વાળા સ્થાન પર કાકડી લગાવતા તે સ્થાન પર ઠંડક આપે છે. અળાઈના ઉપાય તરીકે અળાઈ વાળા ભાગમાં કાકડીના કટકા કરીને ફ્રીજમાં રાખ્યા બાદ ઠંડા થવા દીધા બાદ લગાવવાથી ફાયદો થાય છે.

ચણાનો લોટ: ચણા શરીરમાંથી તૈલી પદાર્થને સૂચી લે છે. જેના લીધે લીધે અળાઈના દાણા જલ્દી સુકાઈ જાય છે, તે ચામડીને પણ સાફ કરે છે અને જલનથી રાહત અપાવે છે. આ ઉપચાર માટે ચણાના લોટની લોટની થોડી માત્રામાં પાણી ભેળવીને લેપ તૈયાર કરો. આ લેપને અળાઈ વાળા સ્થાન પર 10 થી 15 મિનીટ માટે લગાવીને છોડી દો. આ ઉપાય દરરોજ એક વખત કરવાથી એક જ અઠવાડિયામાં અળાઈ મટે છે.

આમળા: અળાઈ માટે આમળા ખુબ જ ઉપયોગી થાય છે અને તેમાં વધારે માત્રામાં વિટામીન અને ખનીજ પદાર્થ હોય છે. આમળામાં આવેલા વિટામીન સી આવેલા હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને અળાઈ સાથે લડવામાં મદદ કરે છે. 2 થી ૩ આમળા લઈને આમળાને ભાગમાં કાપી લો. આ પછી એક વાસણમાં પાણી લઈને તે પાણીમાં આમળાના ટુકડા નાખો. આખી રાત્રી આમળાને પાણીમાં પલળવા દો. સવારે આ પાણીમાં આમળાને મસળી નાખો. આ પાણીથી જ્યાં સુધી અળાઈ ન મટે ત્યાં સુધી તેને પીતા રહો.

દહી: દહીનો ઠંડો પ્રભાવ અળાઈને મટાડવા માટે ખુબ જ ઉપયોગી થાય છે. જે અળાઈને ખુબ જ ઝડપથી મટાડે છે.  આ માટે તમને જેટલા પ્રમાણમાં અળાઈ નીકળી હોય એટલા પ્રમાણમાં જરૂરી દહી લેવું. એક કટોરીમાં દહી લીધા બાદ અળાઈ થઈ હોય ત્યાં લગાવી દો. જેને એક કલાક જેટલા સમય સુધી આ જગ્યાએ જ રહેવા દો. આ પછી એક કલાક બાદ ઠંડા પાણીથી તે ભાગને ધોઈ લો. આ ઉપાય દરરોજ અળાઈ મટે નહી ત્યાં સુધી કરવો. આમ માત્ર 2 જ દિવસમાં તેનું પરિણામ મળી શકશે.

આમ, અળાઈ મટાડવા માટે આ ઈલાજ ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ કરવાથી ચામડી કે શરીર પર કોઈ આડઅસર વગર અળાઈને મટાડી શકાય છે. આ ઉપાય સમ્પૂર્ણ રીતે ઘરેલું ચીજ વસ્તુ અને ઔષધિઓ પર હોવાથી ખાઈને તેમજ અળાઈ પ લગાવીને અળાઈને મટાડવામાં આવે છે. આશા રાખીએ કે તમે પણ અમારી આ માહિતી દ્વારા આ અળાઈને મટાડી શકશો.