તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

અમે તમને આજે એક એવા વિષય વિશે માહિતી આપવા માંગીએ છીએ કે જે જાણીને તમને ખુબજ નવું કંઇક જાણવા પણ મળશે. તો ચાલો હવે આપણે વાત કરી લઈએ કયો લોટ ખાવો જોઈએ ? અને કયો લોટ ખાવો જોઈએ નહિ ? .

અમે આજે જે માહિતી આપી આપવા માંગીએ તે ખાસ બહેનોને ઉપયોગી થશે, બહેનો દરરોજ આ રીતે જમવામાં ઉપયોગમાં લેતી હોય છે, આપણા ઘરની અંદર બાજરીનો લોટ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ, મકાઈનો લોટ વગેરે અલગ અલગ પ્રકારના લોટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ઘણા ખરા લોટ તો બજારમાં તૈયાર પણ મળે છે.

આ લોટને ઘણીવખત ઘણી બહેનો જુનો લોટ હોય તેનો ઉપયોગ કરતા હોય છે તેમજ ગામડામાં તો એવું ચાલતું હોય કે ઘણીબધી બહેનો એકસાથે 10 કિલાથી વધારે જ દળાવી લેતી હોય છે એટલે તે લોટ ઘણો સમય સુધી ચાલે. ખરેખર સાઈન્ટીફિક રીતે આવું ન હોવું જોઈએ. વધુમાં વધુ 6 થી 7 દિવસ સુધી ચાલે તેટલું જ અનાજ તમારે દળાવવું જોઈએ.

ઘણી વખત એવું બનતું હોય છે કે નવો લોટ લાવે એટલે જુનો લોટ પડેલો હોય તે એમનેમ જ રહે તે વધેલો જુનો લોટ વપરાતો નથી. અથવા તે નવો અને જુનો બંને લોટ મિક્સ કરે છે. તેમજ મોટા ભાગના ઘરોમાં એવું બનતું હોય છે કે વધેલો લોટ મોંઘવારીને કારણે ફેકી દેતા નથી.

અત્યારે મોંઘવારી કરતા આપડી તંદુરસ્તી બહુ મહત્વની છે તેમજ આપડું આરોગ્ય પણ ખુબજ મહત્વનું છે. એમાં એક માઈક્રોટોક્સીન કરીને એક તેને મોનીક્યુલસ છે ને તેમા કન્વર્ટ થાય છે લોટ જેમ જેમ જુનો થાય છે તેમ ત્યારબાદ તેમાં ફંગસ લાગે છે. તે ફંગસ આપણા શરીરમાં જયારે જાય છે ત્યારે ફંગલ ઇન્ફેકશન લાગે છે.

જયારે ફંગલ ઇન્ફેકશન લાગે એટલે એમાંથી ડાયેરિયા થઇ જાય છે. આપણે બધા જાણીએ છીએ કે ડાયેરિયા એટલે પેટમાં ગુડગુડ થાય છે, વારંવાર ઝાડા જવું પડે છે. તેમજ ફંગલ દવાઓ લેવી પડે છે.

તમે જયારે તૈયાર લોટ લાવો છો ત્યારે તેના ઉપર એક્સપાયરી ડેટ હોય છે, તેમજ ઘરમાં આપણે જેટલી જરૂર હોય તેટલો જ લોટ દળાવવો વધુ પડતો લોટ દળાવવો જોઈએ નહિ. તમે જયારે નવો લોટ દળાવો છો ત્યારે જુનો વધેલો લોટ તમારે કાઢી લેવો જોઈએ. નવો તમે જે લોટ દળાવ્યો છે તે જ તમારે ડબામાં નાખી દેવો.

જો વધુ પડતો જુનો લોટ હોય તો તેનું દાન અને પુણ્ય કરજો તમને જો કુદરતે આપ્યુ હોય તો કીડીયારું પૂરજો, તેમજ કીડી મકોડાના દર હોય ત્યાં આ લોટ નાખજો. ગમે ત્યાં તે લોટને વાપરી નાખજો.

ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક બહેનો રોટલી કે ભાખરી કરતી કરતી તેમની પાસે બાંધેલો લોટ વધતો હોય છે તો તે બહેનો એવું કરતી હોય છે કે આ લોટને તેમના ફ્રીઝમાં રાખીને મૂકી દેતી હોય છે.

તમને ખબર નહિ હોય કે તમે જયારે ફ્રીઝમાં બાંધેલો લોટ મુકો છો ત્યારે તેમાં માઈક્રો ટોક્સિક હોય છે તથા તેમાં અનેક પ્રકારના કેમિકલ્સનું રૂપાંતરણ થયેલું હોય છે. જો આ રીતે કાયમ માટે લોટ પડ્યો રહેતો હોય તો તે ન બગડે નહિ તેનું ખાસ તમારે ધ્યાન અપાવવું જોઈએ.

જેટલો જરૂર હોય તેટલો જ લોટ બાંધવો વધુ પડતો લોટ તમારે બાંધવો જોઈએ નહિ. તમે થોડો લોટ બાંધ્યો અને ખૂટે એટલે ફરી વખત પાસો તે લોટ તમારે બાંધવો. પરંતુ વધુ પડતો લોટ બાંધીને તેને દરરોજ ફ્રીઝમાં મુકવાથી શરીરના આરોગ્ય ઉપર તેની અસર પડે છે.

તમે હવે તાજો અને ફ્રેશ લોટ જ વાપરજો વાસી લોટ વાપરતા નહિ. આમ, અમે તમને કયો લોટ વાપરવો જોઈએ અને કયો લોટ વાપરવો જોઈએ નહિ તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

Leave a Comment