આજે અમાસ: પિતૃઓને ખુશ કરવા છે તો અમાસનાં દિવસે કરો આ વસ્તુઓની દાન

આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં તહેવારો અને ઉત્સવનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જે રીતે જોઈએ તો આપણે ત્યાં તિથી અનુસાર અનેક તહેવારો આવે છે. આ તહેવારો પ્રમાણે આપણી સંસ્કૃતિમાં પૂજા અને અર્ચનાનું ખુબ જ મહત્વ છે.

આપણે દિવસ અને તહેવારોના દિવસોમાં પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની પૂજા  કરીએ છીએ. ખાસ કરીને અમાસ અને પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર એક સમાન રેખામાં હોય છે.  અમાસના દિવસે ખગોળ શાસ્ત્ર અનુસાર ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય છે. જેના લીધે ચંદ્ર દેખાતો નથી. જયારે ચંદ્ર દેખાતો નથી જેના લીધે તે દિવસે અમાસ હોય છે.

હિંદુ ધર્મમાં આપણે ત્યાં સમાસનું ખુબ જ મહત્વ રહેલું છે. આ દિવસે સૂર્યના હજારો કિરણો માંથી અમાવસ્યા નામું એક કિરણ ચન્દ્રમામાં રહે છે. ચન્દ્ર મનમાં સ્વામી અને એ મનોબળ વધારવા માટે અને પૂર્વજોની કૃપા મેળવવામાં અસર પડે છે. આ દિવસે પૃથ્વી પર વસતા જીવોના શરીર અને મન બંને સંચળ અને અસ્વસ્થ્ય બને છે.

માટે આવા દિવસોએ દાનનું ખુબ જ મહત્વ રહેલું છે, જેથી આ અમાસના દિવસે અમુક વસ્તુઓનું દાન કરવું જોઈએ.  આ માટે સવારે સ્નાન કર્યા બાદ પવિત્ર થઈને કપડા, ખોરાક, સોનું અને ગાય વગેરેનું દાન કરવું જોઈએ.  દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ, બ્રાહ્મણ ભોજન અને ભગવાનનું ધ્યાન કરવાથી પણ ફાયદો મળે છે.

અમાસના દિવસે પૂજા કરવા માટે સૌપ્રથમ શુદ્ધ જગ્યાએ સ્વસ્તિક બનાવવો તેના પર પાણી અને રોલીનો છંટકાવ કરવો અને તેના પર ફૂલ ચડાવવા.  આ પછી થોડા મિષ્ટાન અને દક્ષિણા અર્પણ કરવી અને નમસ્કાર કરવા. આ બધું કર્યા બાદ બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું અને તિલક કરવું તેમજ તેને દક્ષિણા આપીને વિદાય કરવા.

આ રીતે પૂજા કરવાથી પૂર્વજો પ્રશન્ન થાય છે અને તે સિવાય બ્રાહ્મણોને અથવા ગરીબોને ચોખા, દૂધ અને ખાંડ વડે બનાવેલી ખીરનું દાન કરો. આ રીતે તે ખુબ જ ઉપયોગી થશે અને તેનો આશીર્વાદ અને સેવાનું પુણ્ય તમને મળશે.

આ અમાસના દિવસે કરવામાં આવતી વિધિ ખુબ જ લાભકારી માનવામાં આવે છે તેમજ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે શ્રાદ્ધ કરવાથી પૂર્વજો ખુશ થાય છે. પૃથ્વી પર બનાવેલું દાન જયારે અમાસના દિવસે સૂર્ય કરતા ચંદ્ર નીચો હોય છે જેથી પૃથ્વી પર બનાવવામાં આવેલ દાન, પુણ્ય અને ભોજન સૂર્યના કિરણોથી આકર્ષાય છે અને ચન્દ્રમંડળમાં જાય છે અને તે આપણા પૂર્વજો સુધી પહોંચી જાય છે.

આ રીતે અમાસના દિવસે કરવામાં આવેલ પૂજાનું ખુબ જ મહત્વ છે. આ સમયે વટ સાવિત્ર વ્રત પણ અમાસના દિવસે આવે છે. ચોમાંચાંની ચારેય મહિનાની અમાસ પિતૃ પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે. માટે આ દિવસે દાન અને ઉપાસના કરવાથી જેનું અણમોલ ફળ મળે છે.

ગંગા નદીંમાં અને ગયામાં પૂર્વજો ની શ્રાદ્ધ તર્પણ કરવાનું ખુબ જ મહત્વ રહેલુ છે. આ માટે અશ્વિનનીં અમાવસ્યા પર આ સ્થળોએ પૂજા કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્તિક માસના દિવસે મંદિર, ઘર, નદી, બગીચો, ગૌશાળા અને બજારમાં દીવા અને લક્ષ્મીની પૂજાનું મહત્વ રહેલુ છે. આ દીવસે ગાયનું પૂજા કરવામાં આવે છે તેમજ શીગડા રંગવામાં આવે છે.

આમ, વર્ષો દરમિયાન આવતી અમાસોમાં પૂજા અને પીતૃપુજાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત વિધિ પ્રમાણે પિતૃઓની પૂજા કરવામાં આવે તો પિતૃ ખુશ થાય છે અને જેનાથી તેનું ફળ આપણને મળે છે, માટે પિતૃઓને પ્રસન્ન રાખવા માટે અમાસના દિવસે આ રીતે પૂજન અને પૂજા કરવી.