Best Home Remedy For Knee Joint Pain

ગોઠણના દુખાવાની સમસ્યા ઘણા લોકોને થતી હોય છે, આ સમસ્યામાં દર્દીને ખુબ જ દર્દ થાય છે. જેનાથી દર્દીને ખુબ જ પરેશાન રહેવું પડે છે. ચાલવામાં તકલીફ પણ પડે છે. તેમજ સતત દુખાવાથી ઉઠવા અને બેસવામાં પણ દર્દીને તકલીફ થયા કરે છે, આ સમસ્યા ઘણા લોકોને જોવા મળતી તકલીફ છે.

ગોઠણના દુખાવાથી મોટા ભાગના લોકો પરેશાન હોય છે. ખાસ તો 60 વર્ષથી વધારે ઉમરના લોકો હોય તેને ગોઠણનો દુખાવો થતો હોય છે. આ દુખાવો ખુબ જ પીડાદાયક અને અસહનીય હોય છે. આજનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે. વિજ્ઞાનના વિકાસથી દુનિયામાં અકલ્પનીય બદલાવ આવી ગયા છે. આજે સતત બધી જ દિશામાં વિકાસ થઈ રહ્યો છે. માણસ ચંદ્ર પર પગ મૂકી ચુક્યો કે મંગળ વાન કે સાધનો મોકલી ચુક્યો છે. તેમજ સૂર્ય મંડળની બહાર પણ યંત્રો મોકલી ચુક્યો છે અને નવા નવા રહસ્યો ઉકેલી ચુક્યો છે.

મેડીકલ વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન પણ આગળ વધ્યુ છે. નવી નવી દવાઓ શોધાય છે, નવા સજીવોના જીવનના સંસોધન થાય છે. તેમ છતાં દુનિયામાં બીમારીઓ સતત વધી રહી છે. છતાં મનુષ્ય પોતાના શરીરમાં રહેલી બીમારીઓ અને તેના મૂળ સુધી પહોંચી શકતો નથી. આ બધી જ સમસ્યાઓમાં આવી જ એક બીમારી એટલે ગોઠણનો દુખાવો કે જેમાં એલોપથીની કોઇપણ દવા કામ કરતી નથી.

આ સમસ્યા 50-60 કરતા વધારે ઉમરની વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે, પરંતુ હાલમાં 30 થી 35 વર્ષની ઉમરની વ્યક્તિઓમાં પણ જોવા મળી રહી છે. વ્યક્તિની જેમ ઉમર વધે તેમ તેના શરીરમાં કેલ્શિયમની ખામી ઉભી થાય છે અને જેના લીધે ગોઠણ નો દુખાવો થાય છે.

ગોઠણમાં સાયનોવિયલ ફયુલ નામનું તત્વ હોય છે. જેમ જેમ વ્યક્તિની ઉમર વધે તેમ તેમ આ તત્વમાં ઘટાડો થતો જાય છે જે કેલ્શિયમને આધારિત છે. આ તકલીફને લીધે ગોઠણનો દુખાવો શરુ થાય છે. આ દુખાવાથી ચાલવામાં તકલીફ થાય તેમજ બેસવામાં તકલીફ થાય, ઉભા થવામાં તકલીફ થાય, ઘણી વખત રાત્રે સુઈ પણ ન શકાય અને દુખાવાથી ઊંઘ પણ ન આવે, ઘણી વખત સુતા બાદ પથારીમાંથી ઉઠવામાં પણ તકલીફ થાય છે, પગ અકડાઈ જાય, ઘણી વખત ઉભા થઈએ કે બેસીએ ત્યારે ગોઠણમાંથી ટકટક જેવો અવાજ પણ આવે છે.

જો નાની ઉમરના લોકોમાં આ દુખાવો હોય તો એ લોકોએ બહારનું ખાવાનું સદંતર બંધ કરી દેવું જોઈએ, તળેલું અને ઠંડા પીણા પણ બંધ કરી દેવા જોઈએ અને પોતાનું વજન પણ એકદમ નિયંત્રણમાં રાખવું જોઈએ.

આ સમસ્યાને સામાન્ય ઘરેલું ઉપચારથી અને ઘરે જ દવા બનાવીને દુર કરી શકાય છે. જેના માટે એક ચૂનાની ટોટી લેવી કે જે પાન માવા અને તમાકુ વાળાની દુકાને મળી રહેશે. લોકો આ ચુનાનો ઉપયોગ તમાકુમાં ભેળવીને તમાકુને ખાવામાં ઉપયોગ કરે છે તે ચૂનાની ટોટી લાવવી.

આ પછી ખાંડ લઈને તેને ખાંડી નાખવી કે મીક્સરમાં નાખીને દળી લેવી. આ ખાંડ દળ્યા બાદ તેને કોઈ એક બોટલમાં ભરી લેવી. જેથી આ ઇલાજમાં જરૂરીયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય.

આ પછી હળદર પણ લેવી. જે હળદર લીલી મળે તો તેને તડકે સુકાવી લેવી. તડકે બરાબર સુકાઈ ગયા બાદ તેને દળીને કે ખાંડીને પાવડર કરી લેવો અને ગાળી નાખવી. આ સિવાય આપણે તૈયાર જે હળદર પાવડર લઈએ છીએ તે પણ આ ઈલાજ માટે વાપરી શકાય છે.

આ ત્રણેય વસ્તુઓને વાપરીને ગોંઠણનો દુખાવો થતો હોય તેમાં માત્ર એક જ રાત્રીમાં ફરક જોવા મળશે. આ ઈલાજ કરવાથી દુખાવાની સમસ્યા દૂર થઈ જશે. આ ઈલાજ માટે સૌપ્રથમ એક વાટકો લેવો. જેમાં એક ચમચી જેટલી હળદર નાખવી. આ પછી ચૂનાની ટોટીમાં રહેલો બધો જ ચૂનો નાખી દેવો. ચુનામાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. આ પછી દળેલી ખાંડ એક ચમચી જેટલી નાખવી. આ પછી તેમાં થોડું પાણી નાખી દેવું. જેના લીધે પેસ્ટ ઢીલી થઈ જાય છે. આ બધું નાખ્યા બાદ પેસ્ટને બરાબર મિક્સ કરી લેવું.

જેમ જેમ આ પેસ્ટને બરાબર હલાવીને મિક્સ કરતા જ પેસ્ટ લાલ થઈ જશે. આ પેસ્ટને બરાબર બેથી ત્રણ મિનીટના સમય સુધી હલાવવો. આ રીતે એકદમ સરળ અને અસરકારક પેસ્ટ બની જશે. આ પેસ્ટ તૈયાર થયા બાદ શરીરમાં જેટલા વિસ્તારમાં દુખાવો થતો હશે એટલા વિસ્તારમાં આ પેસ્ટને લગાવી દેવો. જ્યાં જ્યાં ગોઠણમાં દુખાવો હોય એટલા સર્કલમાં આ પેસ્ટને લગાવી દેવો. આ પેસ્ટ લગાવ્યા બાદ તમને માત્ર એક જ રાત્રીમાં ફરક જોવા મળશે.

આમ, આ ઉપાય ખુબ જ સારો અને શ્રેષ્ઠ તેમ જ એકદમ સરળ ઉપાય છે. આ ઉપાય કરવાથી ગોઠણનો દુખાવો ગાયબ થઈ જશે. આ ઉપાય કરવાથી દર્દીને લાંબા સમયથી દુખાવો થતો હોય તેમાં પણ ફાયદો થાય છે. અમે આશા રાખીએ કે આ ગોઠણના દુખાવાનો ઉપચાર તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે દુખાવાને ગાયબ કરી શકો.