ગમે તેટલા વાળ ખરતા હોય ખાલી એકવાર આ જડીબુટ્ટી અઠવાડિયું લગાવી જોવો

અમે તમને આજે આ લેખ દ્વારા જો તમારા વાળ સતત ખરતા હોય તો તેને ઠીક કરવા માટે કઈ એવી દેશી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે ? તેના વિશે માહિતી આપી દઈશું. દેશી વનસ્પતિનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ ? તેની સંપૂર્ણ માહિતી આપી દઈશું.

તમે બધાએ ધતુરાનું નામ તો સાંભળ્યું જ હશે તો આજે અમે આ ધતુરાના પાનનો ઉપયોગ કરીને જો તમારા માથાના વાળ સતત ખરતા હોય તેમજ માથાના વાળ સતત તૂટી જતા હોય તો તેને કઈ રીતે ઠીક કરી શકાય ? તેના માટે ક્યાં એવા દેશી ઉપાયો અજવામાવવાથી રાહત થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપીશું.

જે લોકોને વાળ ખરવાની શરૂઆત થઇ ગઈ છે તેમજ જે લોકોને શરૂઆતના ભાગમાં વાળ ખરવાનું શરુ થઇ તેમજ ઘણાખરા વાળ ખરીને માથામાં ટાલ પડી ગઈ હોય તો આ ઉપાય કરવાથી તમને રાહત મળે છે.

તમે જાણો જ છો કે ધતુરો એ ભગવાન શિવજીને ખુબજ પ્રિય હોય છે ધતુરાની ઝેરી વનસ્પતિ તરીકે ગણના થાય છે ધતુરો એ ધૃત વનસ્પતિ તરીકે પણ ઓળખાઈ છે જે લોકોના આખા માથામાં ટાલ થઇ છે તેમને ધીમે ધીમે અસર થાય છે. ધતુરો આંતરિક રીતે ઘણા પ્રકારના નુકશાન પણ પહોચાડે છે ધતુરો એ માનસિક સંતુલન પણ ગુમાવી દે છે. આજે ધતુરાના પાનનો ઉપયોગ તમને બતાવવો છે.

કઈ રીતે ધતુરાના પાનનો ઉપયોગ કરવો ? આ ઉપાય અજમાવવાથી માથાના વાળ ખરતાં સાવ બંધ થઇ જાય છે અને જો માથામાં તાલ પડી ગઈ હશે તો ત્યાં પણ વાળ સારી રીતે ઉગી નીકળે છે. તમારે સૌથી પહેલા ધતુરાના થોડા પાન તોડી લેવાના છે આ ધતુરાના પાનનો રસ કાઢી લેવાનો છે, તથા તમારે તલનું તેલ પણ લેવાનું છે. જેટલો ધતુરાનો રસ હોય તેની કરતા તલનું તેલ વધારે લેવાનું છે.

તલના તેલને ગરમ કરી નાખવાનું છે અને તેમાં ધતુરાનો રસ મિક્સ કરી નાખવાનો છે. જો તમે ધતુરાનો રસ 100 મિલી કાઢેલો છે તો તલનું તેલ તમારે 150 મિલી જેટલું લેવું.

આ ઉપરાંત પણ તમે ધતુરાના પાનનો ઉપયોગ કરી શકો છો જેમ કે તમારે ધતુરાના પાનને વાટીને તલના તેલમાં ગરમ કરી નાખવાના છે અને તેને ખુબજ ઉકળવા દેવાના છે. આ ઉપાય અજમાવશો એટલે સારામાં સારો ફાયદો થાય છે.

આ બનાવેલા તેલનો ઉપયોગ જો તમને સાંધાને લગતા દુખાવાઓ થતા હોય તો તેને ઠીક કરવા માટે પણ કરી શકો છો. તમને જો ઘણીબધી દવાઓ કરવા છતાં પણ માથાના વાળને લગતી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે આ ધતુરાના પાન અને તલના તેલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારે કોઇપણ પ્રકારની દવા લેવાની જરૂર નહિ પડે આ દેશી ઉપાય જ તમને સારું એવું પરિણામ આપશે.

આમ, અમે તમને આ લેખ દ્વારા જો તમારા માથાના ખરતા વાળને કઈ રીતે ઠીક કરવા ? તેમજ માથામાં પડેલી ટાલનો પણ કઈ રીતે ઈલાજ કરી શકાય ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

Leave a Comment