સરગવાના પાંદડામાંથી બનાવો આ પાવરફૂલ ચા, 100 થી વધુ રોગોનો ઈલાજ છે આ સરગવો

સરગવાનો ઉપયોગ આપણે મોટાભાગે શાકભાજીમાં કરીએ છે, જેમાં ખાસ કરીને સરગવાની કઢી મોટા ભાગના લોકો બનાવે છે તેમજ શાક બનાવે છે. જયારે સરગવાના પાંદડા, ફૂલો, બીજ, સુકા ફળની છાલ, સુકા ફળનો પાવડર, સુકા પાંદડાનો પાવડર, સુકી છાલ, લીલા પાંદડાનો પેસ્ટ, લીલા પાંદડાની ચા, સરગવાની છાલ, સરગવાનો ગુંદર, સરગવાની સુકી છાલ, સુકા ફૂલ, લીલા ફૂલ, સરગવાના મૂળ એમ વિવિધ અંગોનો ઉપયોગ કરીને આમ ૩૩૩થી વધુ રોગોને મટાડી શકાય છે.

આપણે અહિયાં સરગવાથી થતા અનેક રોગોના ઈલાજ કરવા વિશે જણાવીશું. આ ઈલાજ રીતે અનેક રીતે સરગવાનું સૂપ, સરગવાનો ઉકાળો, સરગવાનો પેસ્ટ, સરગવાનો મલમ, સરગવાનું ચૂર્ણ, સરગવાનો પાવડર, સરગવાનું તેલ વગેરે બનાવીને રોગને મટાડી શકાય છે. માટે આપણે સરગવા વડે થતા વિવિધ વ્યંજનો વિશે જાણીએ.

સરગવાની ચા બનવાની રીત: સરગવાના તાજા પાનને સરગવા પરથી તોડી યોગ્ય રીતે પાણીથી ધોઈ લીધા બાદ તેને છાયડે સુકવી લો. આ પાંદડાને યોગ્ય રીતે સુકાઈ ગયા બાદ વાટી લો. આ સિવાય તેને મિક્સરમાં નાખીને કે કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી લો. સરગવાની ચા બનાવવા માટે એક  ચમચી પાવડર પાણીમાં ઉકાળવું અને પછી તેને પી જવું. આ રીતે ચાને પી શકાય છે.

સરગવાની ચામાં સરગવાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પાંદડામાં પ્રોટીન, વિટામીન બી-6 , વિટામીન-C, A, E હોય છે, તેમજ આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, અને જીંક જેવા તત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

સરગવાની ભાજી ખાવાથી પણ શરીરમાં ફાયદો થાય છે, સરગવાના પાંદડામાં ઉપરોક્ત તત્વો મળી આવે છે માટે તમને જો પાંદડાની ચા ન ફાવે તો તમે પાંદડાની ભાજી બનાવીને ખાઈ શકો છો અને તેનો ફાયદો ઉઠાવી શકો છો. સરગવાની પાંદડાની ભાજી બનાવવા માટે અહિયાં અમે ભાજી કેવી રીતે બનાવવી તે શીખવાડીએ.

સરગવાની ભાજી બનાવવાની રીત: સરગવાની ભાજી બનાવવા માટે સરગવાના ઝાડ પરથી તાજા કોમળ પાંદડાને તોડી લો. આ પાંદડા તોડી લીધા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. કારણ કે સરગવાના ઝાડ મોટું હોવાથી પાંદડા પર ધૂળ અને કરોળિયાના જાળા તેમજ જીવાત લાગેલી હોય છે. પાંદડાને ધોયા બાદ તેમાંથી પાણી નીતારી લો.

સરગવાની ભાજી બનાવવા માટે સૌપ્રથમ એક તપેલી લો. આ તપેલીમાં તેલ નાખો, તેમજ તેમાં, આદુ કકડાવી લો. બાદમાં તેમાં ઝીરું, ધાણાજીરું, હળદર, મીઠું અને મરચું તમને અનુકૂળ હોય તેટલા પ્રમાણમાં નાખો. આ રીત એક વઘાર તૈયાર થઇ જશે. તેમાં તમે સરગવાના પાંદડા નાખીને ગરમ થવા દો તેમજ હલાવતા રહો. આ રીતે સરગવાના પાંદડા કોમળ ભાજી જેવા થાય છે તેમાં તમે લસણ નાખીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ રીતે સરગવાના પાંદડાને યોગ્ય રીતે ગરમ થવા દીધા બાદ તેની ભાજી તૈયાર થાય છે.

સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત: સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો. સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સુકવીને બરાબર કડક થાય ત્યારે તેને ભેગા કરી ઘંટીમાં નાખીને તેને દળી નાખવા. દળતા જે પાવડર તૈયાર થાય છે તે પાવડરને કોઈ કાચના વાસણમાં ભરીને સાચવી રાખી જરૂરિયાત મુજબ ભોજનમાં, પાણી સાથે કે દૂધ સાથે ભેળવીને પીવાથી ખુબજ લાભ થાય છે. આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે.

કોલેસ્ટ્રોલ: આ રીતે સરગવાનો ઉપયોગ કરવાથી પણ અનેક રોગોનો ઈલાજ થાય છે. જેમાં કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહે છે. શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલ સરગવાની ચા પીવાથી કે ભાજી ખાવાથી નિયંત્રિત થાય છે.  જેના લીધે કોલેસ્ટ્રોલના વધારે કે ઓછા પ્રમાણને લીધે થતા નુકશાનથી બચી શકાય છે.

ડાયાબીટીસ: શરીરમાં સુગરનું લેવલ સરગવાની ચા પીવાથી કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય શરીરમાં યુરીનમાં પ્રોટીનની માત્રાને કન્ટ્રોલ કરીને તે હિમોગ્લોબીન સ્તરને પણ સરગવાની ચા પીવાથી જાળવી શકાય છે. સરગવાની ચા પીવાથી લોહીનું અને લોહીમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે જેના પરિણામે ડાયાબીટીસ કાબુમાં રહે છે.

વજન ઘટાડે: સરગવાની ચા શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેમાં આવેલા એન્ટી ઇન્ફેલમેટરી ગુણ શરીરના સોજાને ઓછો કરે છે. ફાઈબરથી ભરપુર સરગવાની ચા શરીરમાં ફેટને ઓછા કરવામાં મદદ કરે છે. તે ઈન્સુલીન રેજીસ્ટેન્સ ઓછા કરીને સરગવાની ચા શરીરમાં અનાવશ્યક ચરબીને જામતી રોકે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે: વરસાદની ઋતુમાં સરગવાની ચા રોગ પ્રતિકારક શક્તિ વધારીને શરદી અને ઉધરસને રોકે છે. તે એઇડ્સના દર્દીને માટે બનાવવાની દવામાં પણ સરગવાના પાંદડાનો ઉપયોગ થાય છે. કોઇપણ દવામાં સરગવાના પાંદડાનો રસ નાખવાથી તેનો પ્રભાવ વધે છે. માટે રોગ પ્રતિકાર શક્તિ વધારવા સરગવાની ચા ઉપયોગી છે.

પાચન તંત્ર: સરગવાની ચા બધી જ સમસ્યા પેટની બધી જ સમસ્યાને દુર કરે છે. ફાઈબરના કારણે તે કબજિયાતને દુર કરવામાં પણ ફાયદાકારક થાય છે. જે બાળકોને પેટમાં કૃમિ પડે છે તેઓને સરગવાની ચા બનાવીને પાવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે. તે ઝાડા તેમજ ઉલ્ટીમાં પણ ફાયદો કરે છે.

અસ્થમા: અસ્થમા એક શ્વાસની બીમારી છે. આ બીમારીમાં દર્દીને કાયમી કફ રહે છે. તેમજ દર્દી વારંવાર ખાંસી અને ઉધરસની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાના ઈલાજ માટે સરગવાની ચા બનાવીને પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે. સરગવાની ચા ફેફસાને સાફ અને ઠીક રાખે છે. તે શ્વસન પ્રણાલીને ઠીક કરે છે. માટે શ્વાસની મોટાભાગની સમસ્યાનો ઈલાજ આ સરગવાની ચાથી થાય છે.

બ્લડપ્રેસર ઘટાડે: બ્લડ પ્રેસર વધવાની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને હોય છે. વધારે શરીર તેમજ મેદસ્વિતાને લીધે ઘણા લોકોને બ્લડપ્રેસર વધે છે. બ્લડપ્રેસર વધવાને લીધે લોકોમાં હાર્ટએટેક આવવાનું જોખમ વધે છે. જેના લીધે આ સમસ્યામાં જોખમને ઘટાડવા સરગવાની ચા પીતા રહેવાથી બ્લડપ્રેસર કાબુમાં રહે છે.

શરીર શુદ્ધ કરે: શરીરમાં આવેલા ઝેરીલા તત્વો સરગવાની ચા પીવાથી ફાયદો રહે છે. સરગવાની ચા પીતા રહેવાથી શરીરના બધા જ કોષો સુધી  શુદ્ધ લોહી પહોંચે છે. આ શુદ્ધ લોહી અંગોમાં પહોચાડવાનું અને લોહીને શુદ્ધ કરવાનું કાર્ય સરગવાની ચા કરે છે. આમ શરીરમાં ચામડીના રોગોને રોકવાનું કાર્ય પણ સરગવાની ચા કરે છે.

હાડકા મજબુત બને: સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી તે શરીરના વિવિધ ભાગોમાં આવેલા હાડકાને મજબૂતાઈ આપે છે. ઘણા લોકોના હાડકા એટલા નબળા હોય છે જે થોડીક ઈજા થતા વેત તે ઈજાગ્રસ્ત થઈ જાય છે અને ભાંગ તોડ થાય છે. હાડકામાં દાંતનો પણ સમાવેશ થાય છે. જયારે સરગવાનું સેવન કરવાથી હાડકા મજબુત બને છે.

યૌન શક્તિ વધારે: ભારતમાં પ્રાચીન સમયથીસરગવાનો ઉપયોગ યૌન શક્તિ વધારવા માટે થાય છે. આ રીતે સરગવાના વિવિધ ભાગોને ઉપયોગ કરીને બનાવેલ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે તો સરગવાનો શરીરમાં પ્રજનન શક્તિ વધારી શકાય છે. શરીરના વિવિધ ભાગોમાં લોહીનું પરીસંચરણ કરીને તે યૌન શક્તિ મજબુત કરે છે.

ગર્ભવતી મહીલાઓ માટે: ગર્ભવતી મહિલાઓ માટે સરગવાનું સૂપ ખુબ જ ઉપયોગી છે. સરગવાનું સૂપ પીવાથી મહિલાઓ ગર્ભવસ્થા બાદ આવનારી તકલીફોમાં રાહત મળે છે. ડીલીવરી બાદ ઘણી સ્ત્રીઓને દુખાવો થતો હોય છે. ધાવણ ઓછુ આવવું અને રક્તપ્રદર જેવી સમસ્યાઓ થાય છે. તેમાં સરગવાનું સૂપ પીવાથી ફાયદો કરે છે.  ગર્ભાવસ્થા દરમિયાન થનારી પેટનો દુખાવો અને એનીમિયા જેવી લોહીની તકલીફો પણ સરગવાનું સૂપ પીવાથી મટે છે.

વૃદ્ધાવસ્થાના લક્ષણો ઓછા કરે: સરગવો વધતી જતી ઉમરના લોકો માટે પણ ખુબ જ ઉપયોગી છે. સરગવાનો નિયમિત ઉપયોગ કરતા રહેવાથી ચહેરા પરની કરચલીઓ ઓછી કરે છે. સાથે ચહેરા પર વૃદ્ધત્વના નિશાનોને ઓછા કરે છે. જેનાથી વ્યક્તિ યુવાન દેખાય છે. આમ સરગવો વૃધ્ધ લોકો માટે પણ ખુબ જ ઉપયોગી છે.

ભૂખ મટાડે: ઘણા  લોકોને વારંવાર ભૂખ લાગવાની બીમારી હોય છે. જે આ બીમારીથી વ્યક્તિનું શરીર વળી શકે  છે. તેમજ તેના લીધે બ્લડપ્રેસર, ડાયાબીટીસ અને હાર્ટએટેકની સંભાવનાઓ રહે છે. આ સમસ્યાના ઈલાજમાં સરગવો ખુબ જ ઉપયોગી થાય છે. આ ઈલાજ તરીકે સરગવાના પાંદડાનો રસ 10 થી 15 મિલી માત્રામાં લઈને શુદ્ધ મધમાં ભેળવી દરરોજ સવારે અને સાંજે લેવાથી ભૂખ લાગવાનો રોગ ઠીક થાય છે.

લકવો: સરગવાના મૂળની છાલ, જાયફળની કુંપળોની રસ અને સંતરાની છાલનો રસ વગેરે લઈંને તેનો 10 થી 15 ટીપા દરરોજ ઉપયોગ કરવાથી લકવાની બીમારીમાં લાભ થાય છે. લકવાના લક્ષણો અને શરીરને અંગોને જાગૃત કરવા માટે આ રસ ખુબ જ ઉપયોગી છે.

લોહીનો રક્તરોગ: સરગવાના પાંદડા ખાવાથી લોહીના દરેક પ્રકારના રોગમાં ફાયદો થાય છે. તે રસ બાળકોને થતા ઝાડા રોકે છે. સાથે પેટના થતા કૃમીઓનો નાશ પણ આ સરગવાના પાંદડાનો રસ કરે છે. સરગવાના પાંદડાનો રસ ઉલટીઓ થતી રોકે છે.

શક્તિ વર્ધક: સરગવાના ફૂલનું સૂપ બનાવીને પીવાથી તે શરીરમાં શક્તિ લાવવાનું કાર્ય કરે છે. સરગવાના ફૂલમાં લસણ તેમજ કોથમીર અને લીંબુ નાખીને તેનું સૂપ બનાવીને પીવાથી શરીરમાં તાકાત આવે છે. ખાલી સરગવાના પાંદડાને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી પણ શરીરમાં ઉર્જા સાથે પુષ્કળ પ્રમાણમાં તાકાત આવે છે.

આંખની સમસ્યા: ઘણા લોકોને આંખોમાં તકલીફો વારંવાર થતી હોય છે. જેમાં આંખો આવવાની, આંખમાં ફૂલી પડવી, ઓછુ દેખાવું, આંખો બળવી જેવી સમસ્યાઓ થતી હોય છે. આ બધી જ સમસ્યાઓને રોકવામાં સરગવાનો રસ અને તેમાં મધ ભેળવીને આંખમાં ટીપા પાડવાથી આંખની તકલીફ મટે છે.

પથરી: પિત્તની પથરી અને કીડનીની પથરી બંનેમાં સરગવો ઉપયોગી છે. સરગવાના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી પથરી ઠીક થાય છે. સરગવાન શાક બનાવીને ખાવાથી પણ પથરી ઓગળીને શરીરની બહાર મૂત્ર વાટે નીકળી જાય છે. સરગવાના મૂળની છાલ અને હિંગ તેમજ સિંધવ મીઠું મિક્સ કરીને તેનો ઉકાળો બનાવીને પીવાથી પિત્તની પથરી મટે છે.

જળોદર રોગ: પેટના પાણી ભરાવાનો રોગ જળોદરમાં પણ સરગવો ઉપયોગી છે. સરગવાના 4 થી 8 લીટર નવા વૃક્ષની છાલના ઉકાળામાં સિંધવ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી પેટમાં પાણી ભરાયેલ હોય તે બહાર નીકળે છે. સરગવાના વૃક્ષની છાલ અને ગૌમૂત્ર સાથે વાટીને લેપ કરવાથી પણ જલોદર મટે છે.

આમ, સરગવો એક ઉપયોગી વૃક્ષ છે. જેનો ઉપયોગ કરવાથી ઉપરોક્ત રોગો મટે છે, જે સિવાય બીજા અનેક રોગો પણ આ સરગવાનો ઉપયોગ કરીને મટાડી શકાય છે. સરગવાના આ બધા જ ફાયદાઓ ખાવાના વ્યંજનો, પીવાના વ્યંજનો બનાવીને તેની દવા કે ચૂર્ણ બનાવીને લઇ શકાય છે. સરગવાના પાંદડાની ચા પીવાથી અનેક ગણો ફાયદો થાય છે. આશા રાખીએ કે આ સરગવા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે સરગવાનો ઉપયોગ કરીને રોગ મુક્ત બની શકો.