નમો લક્ષ્મી યોજના 2024: દીકરીઓ ને રૂપિયા 50,000 સુધી ની સહાય મળશે!

ગુજરાત વિધાનસભાનું બજેટ નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણનું મહત્વ સમજતા બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યુ છે કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજનાનો લાભ:

નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાયરૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.

નમો લક્ષ્મી યોજના: વિદ્યાર્થિનીઓના પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. હાલ તો નમો લક્ષ્મી યોજનામાં વાર્ષિક 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે

નમો સરસ્વતી યોજના શું છે: વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે.

આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/-  હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.