ત્રણ મહીનામાં મારું વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

મિત્રો હાલના સમયમાં જો કોઈ સમસ્યા દરેક લોકોને પજવતી હોય તો એ છે વજન વધારે હોવાની. લોકોના ખાનપાન અને જીવન પધ્ધતિના લીધે વજન વધવાની સમસ્યા ઉભી થઇ છે. જે કોઈપણ લોકો પોતાનું વજન ઉતરવા માંગતા હોય તો તેમના માટે બેસ્ટ ટીપ્સ આપડી સાથે જોડાયેલા ભાયલાલ જીકાદરા દ્વારા આપવામાં આવી છે. તેમનું વજન ૧૦૬ કીલો હતું અને આ પ્રયોગ દ્વારા ૮૮ કીલો સુધી આવી ગયું છે. આ પોતે કરેલો પ્રયોગ છે અને 100% સફળ પણ થયો છે.

મારું નામ ભાયલાલ જીકાદરા છે અને હું સુરત કતારગામ રહું છું. મારું  વજન ૧૦૬ કીલો હતું મેં આ પ્રયોગ કર્યા બાદ ૮૮ કીલો સુધી આવી ગયું છે. આમાં તમારે કોઈપણ ખર્ચ કે દવા લેવાની જરૂર નથી, બસ થોડા નિયમો કે પરેજી પાળવાની છે.

પહેલાં મહીને ૪ કીલો વજન ઉતરશે, ત્યાર બાદ બે મહીના (૫-૫) કીલો વજન ઉતરશે. ત્યાર બાદ આ પદ્ધતિ ચાલુ રાખશો તો આ પદ્ધતિ આપના શરીરને જેટલાં વજન ની જરૂર હશે, તેટલું વજન આપોઆપ વધ-ઘટ કર્યા કરશે..!! (આપનાં શરીરની જરૂરિયાત મુજબ આપ મેળે કરશે.)

બે મુદ્દાઓ (૧) પાણીનાં નિયમો (૨)ઘઉ (મેદા) પ્રોડક્ટ બંધ. ઘઉ (મેંદા) નાં બદલે જૌં(જવ), જુવાર,મકાઈ, નાગલી, બાજરી ધાન્યને સંપુર્ણ પણે આહારમાં અપનાવી લો.

પાણીના નિયમો જોઈએ તો સવારે ઉઠતાં જ એક લોટો ગરમ નવશેકું પાણી પીઓ. પાણી પીધાં પછી એક કલાક સુધી કંઈ ખાવાનું જ નહી. જમવા બેસો એટલે ચાવી ચાવીને જમો, એક થી બે કોળીયા જેટલુ ઓછુ જમો. જમીને મોં સાફ કરવાં પુરતી એક ઘુંટ જ પાણી પીઓ. જમ્યાં પછી દોઢ કલાક પછી જ પાણી પીવું. આખાં દિવસ દરમ્યાન જ્યારે પણ પાણી પીવો તો નવશેકું જ પાણી પીઓ. પાણી આખા દિવસ દરમિયાન જ્યારે પણ પીઓ, બેઠાં બેઠાં જ પીઓ.લોટો મોંઢે અડાડીને જ પીઓ. ધાર કરીને એકધારે તો બિલકુલ નહી. ઊભાં ઊભાં પણ બીલકુલ નહી.

બે-ત્રણ મહીને વજન કાબુમાં આવી જાય ત્યારબાદ સવારે અને રાત્રે સુતાં વખતે નવશેકું પાણી પીવાનું કાયમી ચાલું રાખવું દિવસ દરમ્યાન નવશેકું પાણી બંધ કરી દેવું, પણ પાણી મટકાનુ જ, ફ્રિઝનુ તો ક્યારેય પણ નહી. વજન કાબુમાં આવી ગયાં પછી આજીવન આ નિયમ જેઓ લઈ લે તેઓ આજીવન અપચો, ડાયાબિટીસ, હ્રદયરોગ, આંતરડાંના રોગો કે શરિર, મસ્તિષ્ક સહીત કોઈ પણ રોગ એમને સ્પર્શી જ નાં શકે, ૧૦૦% એમાં શંકાને કોઈ જ સ્થાન નથી.

કોઈ જ કસરત ની જરૂર નહી પડે કે નહીં ચાલવા જવાની જરૂર પડે. મે અનેક લોકોને આ પ્રયોગ ચીંધેલા અને સફળતાં મળેલી છે. શરૂઆત મેં મારાં પોતાનાથી કરેલી છે.!!

મારું વજન ૧૦૬ કીલો હતું, સાડા ત્રણ મહીનામાં ૧૦૬ પરથી ૮૮ કીલો પર આવી ગયેલું. હાલ મારું વજન ૭૫થી ૮૦ વચ્ચે રહે છે, હાલ પણ દોઢ મહીનાથી આ પ્રયોગ મારે શરુ છે, દિવાળી સુધીમાં ૭૨ કીલો પર આવી જશે.!! આ પ્રયોગ દરમ્યાન ભોજનમાં ગાયનું “ઘી” દહીં, દૂઘ, માખણ છાશ નો પણ બિન્દાસ્ત ઉપયોગ કરી શકો છો.!! ભેંસ નાં દૂધની પ્રોડક્ટ તથા તૈયાર ડેરી પ્રોડક્ટ્સ સદંતર બંધ.!! જીંદગીમાં ક્યારેય પણ કોઈ અંગ્રેજી દવાઓની જરૂર જ નહી પડે.

સ્વસ્થ આરોગ્ય ની ઈચ્છા રાખતાં સમસ્ત જીજ્ઞાસુઓ માટે.!! રોગ નિવારણ માટે મોટાં મોટાં દવાખાને દોડવાના બદલે… આપણાં રસોડામાં એલ્યુમિનિયમ નાં સ્થાને “”પીત્તળ”” ને સ્થાન આપો. (પીત્તળ) કલઈ કલી કરીને જ વાપરો. રાસાયણિક દવાઓથી થતી ખેતપેદાશો ની વપરાશ છોડી, ગાય આધારિત ખેતપેદાશો નો આગ્રહ વધારો. રિફાઈન્ડ તેલ તત્કાલ બંધ કરી, દેશીઘાણીના તેલ અપનાવો.

ખાંડને સદંતર તિલાંજલિ આપી ખાંડને બદલે દેશી ખાંડ (બૂરું), ગોળ, ધાગામિશ્રી, સાકર, પતાસા, તાલમિશ્રિ અપનાવો. ડેરી પ્રોડક્ટ્સ નાં બદલે દેશી ગાયનું દૂધ બંધાવો. ફ્રિઝના પાણીને તિલાંજલિ આપી માટીનાં મટકાને મહત્વ આપો. બજારુ પડીકાઓના “”નમક”” નાં સ્થાને “”સિંધવ”” આને દરિયાઈ આખા નમક ને સ્થાન આપો. બફાઈ ને તૈયાર થયેલ રસોઈને સ્ટીલ કે પ્લાસ્ટિક વાસણમાં પીરસાવાની જગ્યાએ “”કાંસા”” નાં વાસણમાં રસોઈ પીરસી શકો એવું કંઈક કરો.

શેકાય ને તૈયાર થતી રસોઈ (રોટલા, રોટલી, ભાખરી) પ્લાસ્ટિક, સ્ટિલમા પીરસવાની નવી પ્રથા બંધ કરીને “”લાકડાં”” નાં પાટલામાં પીરસાય એવી કંઈક વ્યવસ્થા કરો. ઘરમંદિરમા રહીને આપણે “હવા” ઓક્સિજન લઈએ છીએ , એ હવા શુદ્ધીકરણ અને પ્રાણવાયુને જથ્થાબંધ વધારો કરવા માટે ઘરમાં બે ટાઈમ શુદ્ધ ગિર ગાય ઘી નાં દિપક જલાવો,. અથવા શુદ્ધ, “”તલ”” તેલ અથવા શુદ્ધ “”પીળી સરસવ”” તેલ નાં દિપક જલાવવા નાં ઘરનાં નિયમો બનાવો.!!

મિત્રો દરેક ભાઈ બહેનને એવી નમ્ર અપીલ છે કે દરેક લોકો ને શેર કરો. જેથી ખોટી દવા અને પ્રયોગમાં હેરાન ના થઇ જાય. આપડે સૌ મળીને આયુર્વેદ અપનાવી એ તો અંગ્રેજી દવા લેવાની પણ જરૂર નહિ પડે. આભાર!!!