નવા રાશન કાર્ડમાં હવે આ ડોક્યુમેન્ટ આપવા છે જરૂરી

દેશમાં સરકાર દ્વારા અનેક જરૂરીયાત મંદોને સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે. આ લાભ આપવા માટે રેશન કાર્ડ મુખ્ય છે. જે લોકોને આ લાભ મળવા પાત્ર હોય તે આ રાશન કાર્ડથી લાભ મેળવી શકે છે.

આ રેશન કાર્ડ જેને લાગુ પડતું હોય તે બધા અજ લોકો કાઢી શકે છે. પરંતુ હવે આ રાશનકાર્ડ કાઢવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર થયો છે. આ પ્રક્રિયા થોડી જટીલ બની ગઈ છે. આ રાશન કાર્ડ રિન્યુ નવા રાશન કાર્ડ બનાવવા, રાશન કાર્ડમાં યુનિટ વધારવા વગેરે જેવા કામો માટે હવે 10 જેટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે.

હાલમાં આવા અલગ અલગ 10 જેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે જોડાયેલા સોફ્ટવેર દ્વારા રાશન કાર્ડ બનાવવામાં આવે છે, આ સમયે હવે રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને થોડી અઘરી બનાવવામાં આવી છે.

હાલમાં રાશન કાર્ડ કાઢવા માટે ઘરના મુખ્ય વ્યક્તિના પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડે છે. હાલમાં આ ફોટો ફરજીયાત છે. રાશન કાર્ડ રદ કરવાનું પ્રમાણપત્ર, ઘરના મુખ્ય વ્યક્તિના બેંક ખાતાનાં પહેલા અને છેલ્લા પાનાની ફોટો ઝેરોક્ષ, ગેસ અને બુકની ફોટો ઝેરોક્ષ, સમગ્ર પરિવાર અથવા યુનિટ ના આધાર કાર્ડની ફોટો ઝેરોક્ષ, જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ, હાઈસ્કૂલ સર્ટીફીકેટ અથવા ચુંટણી આઈડી કાર્ડ અથવા પાન કાર્ડ.

જાતિના પ્રમાણપત્ર જેમાં SC, ST, OBC ડોક્યુમેન્ટરની ઝેરોક્ષ, દિવ્યાંગ ગ્રાહક માટે અપંગતાનું પ્રમાણ પત્ર, જો તમને મનરેગા જોબ કાર્ડ, જોબ કાર્ડની ઝેરોક્ષ,  આવકમાટે સેલરી સ્લીપ, ઈન્કમ ટેક્ષ રીટર્ન રીસીપ્ટ અથવા આવક પ્રમાણ પત્રની ઝેરોક્ષ, લાઈટ બીલન ઝેરોક્ષ, નવું પાણીની બીલ, ઘર વેરાની પહોચ, ભાડા નામું આ બધા જ ડોક્યુમેન્ટની જરૂરીયાત ઉભી થાય છે.

આ પહેલા આટલા બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી ન હતી. જયારે અત્યારે આવેલા આ નિયમો અનુસાર આ બધા જ પ્રમાણ પત્રોની જરૂર પડે છે. નવું રાશન કાર્ડ કઢાવવું હોય તો હવે તમારા માટે હવે થોડી પ્રોસેસ લંબાઈ ગઈ છે. આ માટે ઘરના મુખ્ય વ્યક્તિનો ફોટો, ઓળખ કાર્ડ, સરનામાંના પુરાવો, સરકારી અથવા ખાનગી નોકરી સંબંધિત ડોક્યુમેન્ટસ વગેરેની જરૂર પડતી હતી, જયારે અત્યારે આ ડોક્યુમેન્ટમાં વધારો થયો છે.

આમ, આધાર કાઢવાની પ્રક્રિયા હવે અઘરી બની છે, જે હવે તમારે આ બધા જ ડોકયુમેન્ટ તમારે પહેલા કઢાવવા પડશે, આ ડોક્યુમેન્ટનાં આધારે હવે  હવે તમે રાશન કાર્ડ કઢાવી શકશો.