શેરડી નો રસ પીતા પહેલા આ ભૂલ કદી ન કરતાં નહીતર ફાયદો થવાની જગ્યાએ થશે નુકસાન

હવે ધીમે ધીમે શિયાળો પૂરો થતો જાય છે પછી ઉનાળાની શુભ શરૂઆત થતી હોય છે તે સમયે ઠેર ઠેર શેરડીના રસના સીસુડા એટલે કે શેરડીનો રસ કાઢવાનું મશીન જોવા મળતું હોય છે અને આ ઉનાળાના તડકામાં લોકો ઠંડક મેળવવા માટે શેરડીનો રસ પિતા હોય છે.

અમે તમને આજે જો તમે પણ શેરડીનો રસ પિતા હોવ તો કોઈવાંધો નહિ શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો માનવામાં આવે છે. પરંતુ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તેના વિશે માહિતી આપી દઈશું.

તમે ઘણીવખત બહાર મુસાફરી માટે ગયા હોવ છો ત્યારે પણ જોતા જ હશો કે હાઈ વે રસ્તા ઉપર પણ ઘણીબધી જગ્યાએ શેરડીનો રસ મળતો હોય છે એટલે તમે તે જોઈને તરત તમારું વાહન ઉભું રાખી દેતા હોવ છો અને શેરડીનો રસ પિતા પણ હોવ છો. તમારે શેરડીનો રસ દરરોજ એક ગ્લાસ પીઈ જવાનો છે તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.

હવે શેરડીનો રસ મુખ્ય ત્રણ એલિમેન્ટથી બનેલો હોય છે તેના વિશે તમને માહિતી આપી દઈએ કે શેરડીના રસમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સીજન અને એટલા માટે જ શેરડીના રસમાં સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ હોય છે.

જયારે તમે ખરાં મધાન તડકામાં બપોરે નીકળ્યા હોવ છો તો ત્યારે જો તમે એક ગ્લાસ શેરડીનો રસ પીવો છો ત્યારે તે તમારી બોડીમાં ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. તમારી બોડીમાં એકદમ સ્ફૂર્તિ આવી જાય છે. કારણ કે તેમાં ગ્લુકોઝ છે અને એટલા માટે તે એબ્જોર્વ થાય છે એટલા માટે તે આપણને શક્તિ આપે છે.

શેરડીમાં 50 ટકા ગ્લુકોઝ છે અને 50 ટકા ફ્રુટકોઝ છે એટલે ફ્રુટકોઝ થોડું પચવામાં ભારે પડે છે. બને ત્યાં સુધી તેમાં આંદુ ઉમેરવામાં તો વધુ સારું કહેવાય છે આંદુ અને લીંબુ નાખેલો રસ પીવાથી પણ સારો એવો ફાયદો થાય છે.

જે લોકોને ફેટી લીવર હોય છે તેમજ જે લોકોને ડાયાબીટીશ હોય છે અથવા તો પાચનને લગતી કોઈ સમસ્યા હોય તેવા લોકોએ આ શેરડીનો રસ પ્રમાણસર લેવો જોઈએ. જે લોકો ડાયાબીટીશથી પરેશાન છે તે લોકોએ તો આ શેરડીનો રસ બહુ જ ઓછો લેવો જોઈએ તે લોકો ફક્ત ટેસ્ટ પુરતો જ આ શેરડીનો રસ લે તે વધુ ફાયદાકારક છે.

હવે તેના કમ્પાઉંડની વાત કરીએ તો એમાં મેજોરીટી જે મિનરલ્સ છે તેમાં સૌથી વધારે આર્યન છે એટલે કે લોહતત્વ છે જે લોહીને વધારવાનું કામ કરે છે. ત્યારપછી પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, ઝીંક છે, કોપર છે, ફોસ્ફરસ છે આ બધા જ મિનરલ્સ મળી રહે છે.

જયારે આપણે રસ પીઈએ છીએ ત્યારે જો તેનો પૂરેપૂરો લાભ મેળવવો હોય તો એક વસ્તુ તમારે હંમેશા યાદ રાખવી જોઈએ. તમે જયારે શેરડીનો રસ પીવા માટે જાવ છો તો તે જગ્યાએ એક મીઠાંની ડબ્બી અને એક ખાંડેલા ધાણા જીરાની ડબ્બી ભરેલી તમને જોવા મળશે. તેમાં તમારે ખાસ ધ્યાન રાખવું કે મીઠાંની પડેલી ડબ્બીને તમારે સ્પર્શ પણ કરવાનો નથી એટલે કે મીઠું ક્યારેય તમારા રસમાં નાખવાનું નથી.

આયુર્વેદે સ્પષ્ટપણે સાવ ના પાડી દીધી છે કે તમારે કોઇપણ ફ્રુટમાં કે જ્યુસની અંદર ઉપરથી મીઠાંનો ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહિ. કારણ કે મીઠાંની અંદર જે સોડીયમ ક્લોરાઈડ આવે છે તે આપણા શરીરની અંદર જે મિનરલ્સ છે તેમને એબ્જોર્વ થતા રોકે છે એટલે આપણે જે રસ પીધો છે તેનો પુરેપુરો લાભ મળતો નથી અને આપણા પૈસા પાણીમાં જતા રહે છે આપણને જે રસમાંથી કસ મળવો જોઈએ તે પુરેપુરો મળતો નથી. એટલે સોડીયમ ક્લોરાઈડ જે મીઠાંમાં છે એટલે કે આયર્ન એટલે કે લોહતત્વ તેને એબ્જોર્વ થવામાં તો મીઠું બહુ ડિસ્ટર્બન્સ ઉભું કરે છે.

લોહતત્વ કે જેનાથી હિમોગ્લોબીન વધે છે લોહીના ટકા વધે છે, તમને કદાસ ખબર હોય તો આજે પણ ગામડાંમાં જે લોકોને લોહી ઓછુ હોય તથા તેમને જો કમળો થયો હોય તો તેને ગોળ અને ચણા ખાવાનું ડોક્ટર કહે છે. આ ગોળમાં આર્યન અને લોહતત્વને વધારવાનું કામ આ ગોળ અને ચણા કરે છે. એટલા માટે કહેવાયું છે કે મીઠું કયારેય પણ તમારે શેરડીના રસમાં નહિ નાખવાનું છે.

તમે ધાણાજીરાનો પાઉડર ગમે તેટલો નાખી શકો છો, લીંબુ ગમે તેટલું નાખી શકો છો, તથા તમે આદું પણ ગમે તેટલું નાખી શકો છો. તથા તમે કોથમરી એટલે કે ધાણા જીરું નાખી શકો છો. પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે મીઠું તેમાં નાખવાનું નથી નહિતર તો આપણા પૈસા પણ આપણને નુકશાન કરશે.

જો આપણે મીઠાં વગરનો શેરડીનો રસ પીશું તો આપણને પૂરેપૂરો લાભ મળશે. તે આપણી બોડીને ફાયદો કરશે. બને તો ઉનાળામાં દરરોજ એક ગ્લાસ તમારે શેરડીનો રસ પીઈ જવો.

કારણ કે તેની અંદર જોરદાર મિનરલ્સ રહેલા હોય છે. તે આપણી બોડીમાં ખુબજ ફાયદો કરે છે. તો અમે આશા રાખીએ છીએ કે આ રસ તમે મીઠાં વગરનો પીશો તો તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદો કરે છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા શેરડીનો રસ તમે પીવા માંગતા હોવ તો આ ભૂલ કદી નહિ કરતા કે તેમાં મીઠું નાખવાની જે શરીર માટે ફાયદાકારક રહેશે.