આ 2 બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સૌથી વધારે હોય છે હાર્ટએટેક નો ખતરો

હાર્ટએટેક એક ઓચિંતાની આવતી એવી સમસ્યા છે, જેના લીધે વ્યક્તિના મૃત્યુનું જોખમ વધારે રહે છે. આ સમસ્યાથી સારામાં સારો વ્યક્તિ પણ થોડીક ક્ષણોમાં મૃત્યુ પામે છે. જેમાં ઘરના મોભી કે મુખ્ય આર્થિક જરૂરીયાત પૂરી પાડતી વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના લીધે ઓચિતાનું સંકટ ઉભું કરે છે. જે આર્થિક રીતે ગરીબીમાં પણ ધકેલી મુકે છે.

હાર્ટએટેક હ્રદય સાથે જોડાયેલી એકગંભીર બીમારી છે. જેનાથી ઘણા લોકો પ્રભાવિત થાય છે. આ રોગ થવા પાછળ આધુનિક જીવનશૈલી, તણાવ ચિંતા અને અન્ય કારણોને લીધે આ સમસ્યા સર્જાય છે. આ બીમારી છે જેના અમુક લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ લોકો આવા કારણોને નકારી કાઢે છે અને ગંભીરતાથી લેતા નથી, જેના લીધે અચાનક હાર્ટએટેક આવી જાય છે.

આ ગંભીર રોગ અમુક પ્રકારના બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે પ્રમાણમાં થાય છે. માણસમાં 8 પ્રકારના બ્લડ ગ્રુપ  હોય છે. જેમાં A,B, AB, O પોઝીટીવ અને નેગેટીવ એમ આઠ પ્રકારના હોય છે. જેમાં O નેગેટીવ ધરાવતા લોકોમાં હાર્ટએટેકની ગંભીરતા વધારે રહે છે. માટે આ લોકોને વધારે સાવધાન રહેવાની જરૂર છે.

O નેગેટીવ બ્લડગ્રુપના લોકોમાં આ પ્રમાણે અન્ય ગ્રુપની સરખામણીએ હાર્ટએટેક આવવાનો ખતરો વધારે હોય છે. જેમાં A કે B વાળા લોકોમાં આ સમસ્યા O નેગેટીવ વાળા લોકો કરતા ઓછા પ્રમાણમાં હોય છે. એમાં 8 લોકોમાં 8 ટકા હાર્ટ એટેક આવવાના રિસ્ક વધારે હોય છે.

આ પછી B બ્લડ ગ્રુપ વાળા લોકોમાં A કરતા હાર્ટએટેકની સંભાવના રહે છે. તેમજ A ગ્રુપ વાળા લોકોમાં O બ્લડગ્રુપ વાલા લોકોની અપેક્ષામાં 11 ટકા હાર્ટ ફેલીયોરનો ખતરો વધારે રહેતો હોય છે. આ માટે આ લોકોએ સાવચેતી રાખવાની જરૂર વધારે રહે છે.

વ્યક્તિને હારતએટેક આવવા માટે અમુક કારણો જવાબદાર હોય છે. જેમાં વ્યસ્ત જીવન, અનિયમિત ભોજન, જંકફૂડ અથવા વધારે મસાલેદાર ભોજન લેવાને લીધે હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. ઘણા લોકોને બ્લડ પ્રેસર વધવાની તકલીફ એટલે કે હાઈબીપીની સમસ્યા થાય છે. જેના લીધે હ્રદય પર તણાવ આવે છે જેના લીધે હાર્ટ એટેક આવે છે.

ઘણા લોકો કોઈ આર્થિક કારણો તેમજ માનસિક કારણોને લીધે વધારે પડતા તણાવમાં રહેતા હોય છે. જેની અસર મગજ પર પડે છે જેના લીધે પણ હાર્ટએટેક આવી જાય છે.  આ સિવાય જે લોકો દારુ તેમજ ધુમ્રપાનનું સેવન કરે છે તેને પણ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં વજન ધરાવતા લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યા રહેતી હોય છે.

આમ, આ લોકોએ થોડી સાવધાની રાખવી જોઈએ. જેથી ઓચિતાની આવતી આવી મુશ્કેલીથી બચી શકાય. આપણા જીવનને લીધે ઘણા લોકોને તેની અસર પડે છે. જે પરિસ્થિતિ પ્રમાણે આવીં સંભાવના ધરાવતા લોકોએ જેનાથી સંભાવના વધે તેવા કાર્યો ટાળવા જોઈએ.

Leave a Comment