વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 9 સંકેતો

આ વિટામીન B12 જ્યારે શરીરમ ઘટે છે ત્યારે તેના સંકેતો જોવા મળતા હોય છે. આ સંકેતો વિટામીન B12ની ઉણપના લક્ષણો સ્વરૂપે જોવા મળતા હોય છે. જયારે આ વિટામીન  શરીરમાં ઘટે તો તેના માટે આપણે વિટામીન B12ની ગોળીઓ કે ઇન્જેક્શન વગેરે ઘણા લોકોને લેવા પડતા હોય છે.

જયારે આ વિટામીન B12ના લક્ષણો શરીરમાં જોવ અ મળે ત્યારે તમારે ખુબ જ ગંભીરતાથી લઈને આ ઉણપ દૂર થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. શરીરમાં આ ઉણપથી અનેક રોગો પણ આવી શકે છે અને આવનારા સમયમાં ગંભીર સમસ્યા ઉભી થાય છે. માટે જો ખોરાકમાં બદલાવ અને અમુક પ્રયોગો કરીને આ ઉણપને દૂર કરી શકાય છે.

જ્યારે વિટામીન B12 શરીરમાં ઘટવા લાગે છે ત્યારે શરીરમાં સુન્નતા આવે છે. કોઈ અંગ જકડાય જાય છે અને વારંવાર ખાલી ચડવાની સમસ્યાઓ ઉભી થાય છે. હાથ પગ કે કોઈ શરીરના અંગમાં કોઈ કારણ વગર ખાલી ચડવા માંડે તો સમજી લેવું કે તમને વિટામીન વિટામીન B12ની ઉણપ છે. ક્યારેક શરીરના અંગ ઉપર કોઈ સોય મારતું હોય તેમજ ખૂંચતું હોય તેવો અહેસાસ થાય છે. આ લક્ષણ વિટામીન B12ની ઉણપ દર્શાવે છે. જો તમને વારંવાર આવું થઇ રહ્યું છે હોય તો વિટામીન B12નો રીપોર્ટ કરાવી લેવો.

શરીરમાં જોવા મળતી નબળાઈ પણ વિટામીન બી12ની ઉણપ દર્શાવે છે. શરીરમાં કારણ વગરની અચાનક નબળાઈ લાગવા લાગે, માંસપેશીઓમાં નબળાઈ અનુભવાય અને જેને લીધે માથાનો દુખાવો. ખાલીપણું અનુભવાય. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો એ વિટામીન બી૧૨ની ઉણપ બતાવે છે, જેથી વહેલાસર રીપોર્ટ કરાવી લેવો જોઈએ જેથી વધારે સમસ્યા થતી અટકાવી શકાય.

જીભમાં પણ વિટામીન B12ના લક્ષણો જોવા મળે છે. જીભમાં જો ચાંદા પડે, ચીકણાપણું જોવા મળે, સોજો આવે, નાના નાના દાણા જેવું જોવા મળે તો તે વિટામીન B-12 ની ઉણપ  હોવાનું લક્ષણ છે. જે આ સંકેતો સ્વરૂપે દેખાઈ આવે છે.

સામાન્ય કરતા વધારે ઠંડીનો અનુભવ થાય તો વિટામીન બી12ની કમીને કારણે લોહીની માત્રામાં ઘટાડો થાય છે. આ સમયે લોહીની કોશિકાઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન મળતો બંધ થઇ જાય છે જેના લીધે હાથ પળમાં ઠંડકનો અનુભવ થાય છે. હાથ પગ ઠંડા પડી જાય છે.

વિટામીન B12ની ઉણપ હોય તો મસ્તિષ્કની કાર્ય પ્રણાલીમાં પરિવર્તન  જોવા મળે છે. વિટામીન B12ની ઉણપ હોય તો ભ્રમ, સ્મૃતિ નબળાઈ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે. જો પૂરતા પ્રમાણમાં વિટામીન B12 ખોરાકમાંથી ન મળે તો આ સમસ્યા થાય છે.

ઘણા લોકો વધારે પ્રમાણમાં વિટામીન B12નું સેવન ગોળીઓ કે ઇન્જેક્શન સ્વરૂપે કરતા હોય છે જેના લીધે પણ માથાનો દુખાવો, ઉલટી, બેચેની, મંદાગ્નિ, અરુચિ આવી અનેક સમસ્યા પણ થઈ શકે છે. માટે આવી દવા સ્વરૂપે વિટામીન B12 ન લેવું જોઈએ.

માનવ શરીરમાં જેમ જેમ વ્યક્તિની ઉમર વધે છે તેમ તેમ વિટામીનનું શરીરમાં અવશોષણ કમજોર થવા લાગે છે. માટે આ સમયે ખોરાકમાંથી પર્યાપ્ત માત્રામાં વિટામીન મળે તેવો ખોરાક લેવો જોઈએ.  માટે જે ખોરાક વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ જે ફળો અને ખોરાક કે શાકભાજીમાંથી મળે તેવા ખોરાકની સેવન કરવું જોઈએ. જેમાં કુદરતી રીતે વિટામીન હોય છે જેના લીધે ધીરે ધીરે મળતા તેનો શરીરમાં વધારો થતો નથી. મોઢામાં, જીભમાં જો વારંવાર ચાંદા પડવા એ વિટામીન બી ૧૨ ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે.

વિટામીન અનેક ખોરાકમાંથી પણ મળે છે અને ફળોમાંથી પણ મળે છે. ખાસ કરીને આથાવાળા ખોરાક, ફણગાવેલા કઠોળ, દુધ અને દુધની બનાવટો તેમજ માંસાહારમાંથી મળે છે. આ માટે સૌથી અગત્યનું છે કે દુધનું સેવન કરવું જોઈએ. મધમાંથી પણ સારી માત્રામાં વિટામીન B12 સારા પ્રમાણમાં મળે છે.

સુકામેવામાંથી પણ વિટામીન B12 મળે છે. જેથી સુકામેવાનું સેવન કરવું, તાજું અને સુપાચ્ય ભોજન કરવું. લીલા શાકભાજી લેવા અને તેનો ખોરાકમાં ઉપયોગ કરવો. ખોરાકમાં તરીકે વિટામીનમાં દુધની બનાવટમાં દહીંનું સેવન કરવું જોઈએ. દહીંમાં પણ સારી માત્રામાં વિટામીન B12 ખુબ જ સારા પ્રમાણમાં હોય છે.

વિટામીન B12ની ઉણપથી બચવા માટે બહારનું ખાવાનું છોડી દેવું જોઈએ. બહારનું તીખું, તળેલું, મેંદાવાળું, બ્રેડ, જામ આવી વસ્તુઓ હોય તેવો ખોરાક ન લેવો જોઈએ. આ સહીત ઠંડા પીણા, બહારનો બંધ ખોરાક, ફાસ્ટફૂડ, આઈસ્ક્રીમ, ચોકલેટ આ બધું બંધ કરી દેવું જોઈએ. જો બંધ ન કરી શકાય તેમ હોય તો તેનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડી દેવું જોઈએ.

શરીરમાં સ્વસ્થ અને નીરોગી રહેવા માટે પ્રથમ આપણી હોજરી સ્વસ્થ રહેવી જોઈએ. આપણને કબજીયાતનો રોગ ન હોવો જોઈએ. જો પાચન તંત્ર ઠીક હશે તો આપણું શરીર વિટામીનને ખોરાકમાં શોષી શકે છે. શરીરને પુરતા પ્રમાણમાં ખોરાક અને વિટામીન મળે તો જ શરીરમાં શક્તિ મળે છે.

આમ, આપણા શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો ઉપરોક્ત લક્ષણો જોવા મળે છે. આ બતાવેલા લક્ષણો જો તમારા શરીરમાં જોવા મળે તો તમારે રીપોર્ટ કરાવી લેવો જોઈએ. આ રીપોર્ટ કરીને તમે શરીરમાં રહેલી વિટામીન 12ની ઉણપને ચકાસી શકો છો.. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Leave a Comment